સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આવરણો – બ્રહ્મવેદાંતજી

    આમ તો યાત્રા જેવું કાંઇ નથી. બધી રિલેટીવ ટર્મ્સ છે. આવરણો ઘટતાં જાય, એટલે સૂર્યનો પ્રકાશ વધતો જાય. સૂર્ય તો ત્યાં નો ત્યાં જ છે.

      કોઇ ભીતર ડૂબવાની ભાષા વાપરે, કોઇ ઉપરના લેવલે ચડવાની ભાષા વાપરે, કોઇ પ્રોસેસ ઓફ ક્રિસ્ટલાઇઝેશન કહે. અનુભવ એક; કહેવાની રીત અલગ અલગ. સૂર્ય તો ત્યાં નો ત્યાં જ છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. જેમ જેમ સૂર્ય તરફ કોઇ પ્રદેશ આવતો જાય, તેમ તેમ સૂર્ય ઊગતો જણાય. સૂર્ય પોતે ઊગતો પણ નથી, આથમતો પણ નથી.

    ભીતરનાં આવરણો હટતા જાય એ જરુરી. તમસ અને રજસ કરતા સત્વ તરફ વધુ રહેવાનું થતું જાય એ જરુરી. આવરણો હલકાં થાય. ભીતર ચિત્ત વર્તમાનમાં ઠહેરતું જાય, અશુદ્ધિઓનાં આવરણો હટતાં જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય. ભીતર જાગરુકતા વધતી જાય. પહેલાં મોં-સુઝણું જેવી સ્થિતી અનુભવાય, ભીતર દેખાવાની શરુઆત થાય પણ હજી કાંઈ સ્પષ્ટ ન દેખાય. ધીરે ધીરે જાગવાનો અભ્યાસ પ્રબળ થતો ચાલે ત્યારે મોં-સુઝણાની સ્થિતીમાંથી પરોઢના પ્રકાશ જેવી સ્થિતી આવે.

      પ્રકાશ વધતો જાય તેમ પરોઢ, પ્રભાત, સવાર …. થતી ચાલે.

     પછી તો ઝળહળતો પ્રકાશ !

આત્મતત્વનો અનુભવ આમ થાય છે.
લક્ષ્ય તરફ સતત અભ્યાસ જરુરી.

….બ્રહ્મવેદાંતજી

Advertisements

2 responses to “આવરણો – બ્રહ્મવેદાંતજી

  1. pragnaju ઓક્ટોબર 8, 2016 પર 7:18 એ એમ (am)

    …લક્ષ્ય તરફ સતત અભ્યાસ જરુરી. સાથે જાગરણ

    • સુરેશ ઓક્ટોબર 8, 2016 પર 7:27 એ એમ (am)

      એક ઉમેરણ..

      લક્ષ્ય જરૂરી , પણ એ સિદ્ધ કરવાની પણ કામના નહીં. પૂર્ણ સ્વીકાર ભાવ… પૂર્ણ શરણાગતિ – જાનફેસાની કરતા સૈનિક જેવી શરણાગતિ
      – આ સ્વામીજીએ કહેલી વાત છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: