સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સરખામણી – બ્રહ્મવેદાંતજી

    ‘હું કોણ છું ?’ તે પ્રશ્નના સીધા ઉત્તર મેળવીને, કંઠસ્થ કરીને, દોહરાવીને,  ‘હું જાણું છું. ‘  એવી ભ્રાંતિ થઈ શકે. અંતરયાત્રાનો પ્રદેશ જુદો છે. ત્યાના નિયમો જુદા છે. નકલી સમાધાન લાંબું ટકતું નથી. દરેક જીવ યાત્રામાં છે. તેને સંસ્કારનું એક માળખું છે. તેનુ ઉત્ક્રાંતિમાં એક લેવલ છે. તેની એક બેઝિક ટાઇપ છે. અશુદ્ધિઓના આવરણો દરેક જીવને અલગ અલગ હોય, પણ ભીતરની ચૈતન્ય સત્તા તો સૌમાં એક સરખી હોય.

સમજીએ –

     કુવામાં પાણી લાવવુ છે. દરેકનો કુવો ભીતરના જળસ્ત્રોત સાથે સરવાણીઓથી જોડાયેલો છે. થોડાં આવરણોને કારણે પાણી નથી આવતું. કુવાને ગાળવો પડે, આડેના અવરોધો દુર કરવા પડે. કોઇના કુવામાં રેતી, કાદવ ઉલેચવાનાં હોય; તો કોઇના કુવામાં પથ્થર-પાણા હટાવવાના હોય.  પ્રયત્નમાં તફાવત દેખાય. સરવાણી ફૂટે, કુવો પાણીથી ભરાઇ જાય.

     કોઇની સરખામણીમાં ન પડવું. ઘણી વાર સમન્વય કરવામાં જીવન ખર્ચાઇ જાય છે. દરેકને પોતાનું ખેતર છે. દરેક ખેતરને પોતાનું એક પોત હોય. ખેતરમાં સ્થાન પ્રમાણે, આજુબાજુ એક આવરણ હોય. બધા ખેતરમાં બધુ ન પાકે. ક્યાંક નાળિયેરી પાકે, ક્યાંક કેરી પાકે, ક્યાંક સીતાફળ થાય, ક્યાંક કેસર થાય, વળી સિઝન પ્રમાણે પાકે.

     સાધનાના ક્ષેત્રમાં પોતાનુ પોત, એક પોટેન્શીયાલીટી હોય. સરખામણીમાં પડવું નહી.

ભીતર જાગરૂકતા વધે એ લક્ષ્ય.

….બ્રહ્મવેદાંતજી

Advertisements

4 responses to “સરખામણી – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju October 10, 2016 at 6:12 am

  સાધનાના ક્ષેત્રમાં પોતાનુ પોત, એક પોટેન્શીયાલીટી હોય. સરખામણીમાં પડવું નહી.
  અગત્યનું સુત્ર
  થાય સરખામણી તો

  થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી
  એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

  ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારોય છે
  એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

  આ જગત ને અમારું જીવન બેઉમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો
  જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી

  બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
  કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી કોઈએ જાળ પંથે બિછાવી દીધી

  કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
  ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી

  કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
  કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી

  દિલ જવા તો દીધું કોઈના હાથમાં દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
  સાચવી રાખવાની જે વસ્તુ હતી એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી

  જીવતાં જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
  જાત મારી ભલેને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી
  -બરકત વિરાણી ‘બેફામ’
  Search Results

  Thay sarkhamani to utarta chhiye Live HQ Barkat Virani … – YouTube

  • સુરેશ October 10, 2016 at 8:18 am

   બહુ જ ગમતીલી ગઝલ. આ બે શેર પહેલી વખત જ વાંચ્યા -.

   આ જગત ને અમારું જીવન બેઉમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો
   જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી

   બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
   કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી કોઈએ જાળ પંથે બિછાવી દીધી

   ‘જીવન દર્શન’ શ્રેણીનો જાગૃતિનો સંદેશ સુંદર રીતે ઉજાગર થઈ ગયો.

 2. anilapatel1021 October 10, 2016 at 10:47 am

  Koova ane khetarnu drashtant adabhoot. E samjava chhata hu ane marani bhavana etali vitalayeli hoy chheke samata avi shakati nathi. Jivan bahu jatil chhe. Bhalbhala amathi bahar nathinikali shakata.

  Sent from Samsung tabletસૂરસાધના wrote:

  • સુરેશ October 10, 2016 at 3:36 pm

   એક પાયાની વાત…..
   અહીં ૪૦થી વધારે લેખ આવવાના છે. એમાંનો એકને પણ સમજવાની કોશિશ કરવાનાં ગોથાં ખાવાનાં નથી. એ માત્ર દિશા જ બતાવશે.

   એક એક ડગલું ચાલતાં સમજ આપોઆપ આવતી જશે.

   અગત્યની વાત જાગતા થવાની અને જાગીને ચાલતા થવાની છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: