ચૈતન્ય તરફ, ‘સ્વ’ના અનુભવ તરફ લઈ જાય, ભીતરનું જાગરણ વધારે તે પૂણ્ય. તેનાથી વિમુખ બનાવે તે પાપ.
જીવને છુટો કરે તે સંપત્તિ દૈવી. જીવને વધુ ને વધુ બાંધે એ સંપત્તિ આસુરી. પૈસા બારામાં કેશિયર જેવી સ્થિતી બનાવો; આવે ને જાય. પૈસાને પકડી પણ શકે અને છોડી પણ શકે એ શ્રીમંત. પૈસાને પકડી શકે પણ છોડી ન શકે એ પૈસાદાર.
ઓશોએ એન્લાઈટનમેન્ટની ઘટના પછી વર્ષો સુધી પ્રોફેસરની નોકરી કરી, સાંસારિક ફરજો બજાવી. આપણે તેમની પાસેથી હજુ સન્યાસ લીધો છે, ભીતરની યાત્રાએ નીકળવાનો સંકલ્પ લીધો છે અને સર્વિસ છોડવાની, જવાબદારીથી ભાગવાની વાતો કરીએ છીએ !વાસના છુટી નહી અને બધું છોડી બેઠા. કહે છે ને કે બાવાના બેય બગડયા; ન માયા મીલી ન રામ ! સંસારી ધારે તો બેય માણે.
‘અહમ્ ને ઓગાળવો છે’
આ પણ મોટો અહમ્ છે!
સાયકોલોજિકલ લેવલે, સંસાર વ્યવહારમાં જુદા જુદા પાત્રો ભજવતા ભજવતા ઘણા ‘હું’ ઉભા થઈ જાય છે. બેટાની સામે બાપ બનવું પડે, પત્નિની સામે પતિ બનવું પડે, શેઠની સામે નોકર બનવું પડે, નોકરની સામે શેઠ બનવું પડે. અનેક પ્રકારના મુખૌટા પહેરી વ્યવહાર કરવો પડે. ઘણા ‘હું’ની ભીડ ઉભી થઈ જાય. સાધક જ્યારે જાગવાનો સંકલ્પ કરે, એક લક્ષ્ય બનાવે ત્યારે એક પરમેનન્ટ ‘હું’ ઉભો થાય છે. સાધનાની શરુઆતમાં એક બાજુ આ પરમેનન્ટ ‘હુ’ અને બીજી બાજુ અનેક પર્સનાલીટીના ‘હું’.
પોતાના રિયલ હોવાપણાનો અહેસાસ, ‘રિયલ હું’ જુદી જ વાત છે.
આપણું એક હોવાપણું છે – બીઇંગ. આ બીઇંગ, બીકમિંગની પ્રોસેસમાં ઉતરી પડે છે. બીઇંગ, ડુઇંગની પ્રોસેસમાં ઉતરી પડે છે.
કંઇક ‘બનવુ’ છે, પછી કંઇક ‘બની’ જાય છે.
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
‘અહમ્ ને ઓગાળવો છે’
આ પણ મોટો અહમ્ છે!
ચિંતન કરવા જેવી વાત
અંતર યાત્રામાં અહંને ઓગાળવાનો જ નથી! કોઈ સભાન પ્રયત્ન કે વવળાટ નહીં જ. એ છે – તે જોતા થવાનું છે. જેમ જેમ એ દેખાવા લાગે તેમ તેમ અંતર તરફ નજર વધતી જાય – અને કદાચ…જાગૃતિની ચરમસીમામાં એ ઓગળતો પણ હશે !
અને…..
જીવન જેવું પણ હોય…એમાં આનંદ, શાંતિ, સર્જકતા, કૃતજ્ઞતા, કરૂણા,સેવાનો ભાવ/ આનંદ મળવા લાગે – એ બોનસ!
“જાત સાથે વધારે ને વધારે રહેતા થવાની…….” [ પણ સે’જ ઉમેરણ ,”ખુદનો” સ્સ્સામાંનો કરી જોવો, ” કંઈ પણ ન કર્યા વગર …..”,] બસ પછી તો..”……એ છે – તે જોતા થવાનું છે. ….” આનો પ્રત્યક્ષ મહાવરો કેળવાય છે ….
વિગતે વાત ડીસેમ્બરના મધ્ય પછી.”સુ.જા.grandpaa.” જય હો …
ખુદનો સામનો કરતાં અનેક પર્તો ઉઘડશે …પછે જે છતું થાય,સમજાય, જણાય, મણાય .આત્મસાત થાય તે કદાચ ખરી વાત ! જામે તો જામે ….આનંદ ….
શ્રી. શ્રી. રવિશંકરનો – અહં વિશે સરસ સંદેશ ( દશેરા – ૨૦૧૬ નિમિત્તે)
http://www.artofliving.org/wisdom/message-on-vijaydashami-2016