સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અહં – ૨ , બ્રહ્મવેદાંતજી

અહંના જુદા જુદા આકાર એટલે અહંકાર.
અહંકાર અને વાસ્તવિક હોવાપણાને ઓળખી બતાવે એ જ્ઞાન. 

   અહંકાર બહુરુપિયો છે. તે જરુર પડે પ્રેમી, વિવેકી, તપસ્વી, ભક્ત, જ્ઞાની એવા ઘણા રૂપો લઈ શકે છે. સાધનાના જગતમાં વિશેષ સાવધાની રાખવી પડે. અહંકાર અને શુદ્ધ હોવાપણું અલગ છે. અહંકારે આજે નહી તો કાલે રાજીનામું આપવુ પડશે. થાકે ત્યારે પાકે !

    અહંકાર પાંસેથી કર્તાનુ કામ લેવાનુ છે. ઇન્ડીવિજ્યુઅલની ઓળખ માટે નામ આપવું પડે છે. પણ નામ સર્વસ્વ થઈ બેસે છે. નામ માટે જુઓ, કેટલા ઉપદ્રવ ચાલે છે?  અંતે તો ન નામી – નનામી ! પણ આ બોધ રહેતો નથી.

    ‘મારે કરવું છે, મારે જ કરવું છે, મારા વગર થશે નહીં’ – આમ અહંકાર પ્રભાવ જન્માવે છે. સત્તાનો વિસ્તાર કરે છે. દરેક ક્ષેત્રમાં તે પગદંડો જમાવે છે. સાધનાના ક્ષેત્રમાં પણ તેનો ઉપદ્રવ વિશેષ રહે છે. તેને જુઓ, નીરખો. તેની ચાલને જાણો, પરખો.

    સીધેસીધા અહંકાર ઉપર કામ કરવું મુશ્કેલ છે. સરળતાથી જીવાતું હોય તો ‘હું છું.’ની પ્રતીતિ હ્રદય આગળ હાથ રાખીને થાય છે. પણ અહંકાર વિકૃત થઈ ગયો હોય, રાઈ ચડી ગઈ હોય, ત્યારે પોતાના હોવાનો  મગજમાં ભાસ થાય છે. આવો આભાસી અનુભવ, આવું મગજ લઈ સાધનામાં ઉતરવું મુશ્કેલ છે. એક્ટિવ અહંકાર હોય તો સંકલ્પનો માર્ગ ( યોગ/ ધ્યાન) અને પેસિવ અહંકાર હોય તો સમર્પણનો માર્ગ (ભક્તિ) સરળ પડે. અહમ્ ના સર્જનની પ્રક્રિયા ‘ના’ માંથી જન્મે છે. અહમ્ ના વિસર્જનની પ્રક્રિયા ‘હા’ માંથી જન્મે છે.

     પ્રકૃતિ શું કરાવવા માંગે છે તે સ્વીકારો.  આશ્રમમાં જાય, શિબિરો કરે, વિધિ-વિધાન કરે. પછી અહંકાર પાયસ-ઇગો બની જાય – ‘પવિત્ર અહંકાર’  અહંકારનુ એક નવુ સ્વરુપ.

રોગ ગહેરો થાય.

….બ્રહ્મવેદાંતજી

Advertisements

3 responses to “અહં – ૨ , બ્રહ્મવેદાંતજી

  1. pragnaju ઓક્ટોબર 15, 2016 પર 6:38 એ એમ (am)

    આશ્રમમાં જાય, શિબિરો કરે, વિધિ-વિધાન કરે. પછી અહંકાર પાયસ-ઇગો બની જાય – ‘પવિત્ર અહંકાર’ અહંકારનુ એક નવુ સ્વરુપ….અમારા જેવાની વાત આજે સમજાઇ

  2. Vimala Gohil ઓક્ટોબર 15, 2016 પર 2:50 પી એમ(pm)

    “પ્રકૃતિ શું કરાવવા માંગે છે તે સ્વીકારો.”

  3. smdave1940 ઓક્ટોબર 16, 2016 પર 7:58 પી એમ(pm)

    I think the meaning of “Ahankara” is the feeling of self existence as narrated in Vayu Puranam. In Indian scripture the meaning of Ahankara differs largely. The meaning of Ahankara is to be taken in relevance to where and how it is used.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: