વાસ્તવિક જગતને જીવનનાં મૂલ્યો સાથે સંબંધ છે. વ્યવહારિક જગતને પૈસો, કિંમત (પ્રાઇઝ) સાથે સંબંધ છે. પ્રાઇઝ માટે જીવનના મૂલ્યોનો ભોગ આપવો પડે છે, એટલે પીડા થવાની.
પુરુષ અને પ્રકૃતિ – પોતાના હોવાપણા સાથે રહેવાય, મુક્ત રહેવાય તો પુરુષ. નહી તો પ્રકૃતિના વશમાં. પુરુષ અર્થે પ્રયત્ન એટલે પુરુષાર્થ. પશુઓએ પરાધીનતાથી જીવવુ પડે. પશુ શબ્દ પાશમાંથી આવ્યો, પાશ એટલે બાંધવાનુ દોરડુ.
મસ્તી માલિકને હોય.
ગુલામીમાં તો મજબુરી હોય.
વિચારો બહુ ઊઠે છે ? ચિત્ત બહુ ભટકે છે ? શરીર ઉપર આવી જાવ. કોઇ કામ શરુ કરી દો. શરીરની હાજરી સ્પર્શથી અનુભવો. શરીરના લેવલ પર અવેરનેસ ટકતી થાય, પછી વિચારના લેવલ ઉપર અને ઘણા પ્રયાસ પછી ‘ભાવ’ના લેવલ પર અવેરનેસ ટકતી થશે.
ડાયરેક્ટ આત્મતત્વના અનુભવની વાતો ભ્રમણામાં લઈ જશે. આપણી ક્ષમતા હોય ત્યાંથી શરુ કરવું.
પ્યોર અવેરનેસ સીધી અનુભવમાં આવતી નથી. એટલે આધાર લેવો પડે છે. દરેક સ્ટેજ પર જોવાવાળું તત્વ મોજૂદ રહેતુ જાય છે. અંતે શુદ્ધ સ્વરુપે અનુભવી શકાય છે.
શુદ્ધ સત્તાના અનુભવ માટે અદભુત રમત ગોઠવાઈ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને ચાર અંતઃકરણના સાધનો; મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આપ્યા છે. આમ આપણી પાસે કુલ ૧૪ કરણો છે. સામે છે ત્રણ ગુણોની અટપટી ગુંથણી, પાંચ મહાભુત, મનસ, ઇન્ટેલિજન્સ અને ‘એમનેસ’
સૌની પાર છે નિત્ય ઉપસ્થિતી; કોન્શિયસનેસ. શુદ્ધ ‘એમનેસ’ ને અનુભવી ‘ઇઝનેસ’ માં આવો.
દેહી..વિદેહી..મહાવિદેહી..વિકરણ દર્શન; અને અંતે બુંદ સાગરમાં મળી જાય..અલ્ટીમેટ ઓરીજીનલ સોર્સ !
પ્રબુદ્ધ ચેતનાઓ માર્ગદર્શન આપતી રહે છે; રમવું કઈ રીતે? અને છુટવુ કઈ રીતે? યાત્રાની શરુઆત તો જ્યાં બંધાયા છીએ તેને સ્વીકારી, તેને જોઇ, પોતાની મર્યાદા જાણી, જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન લઈને કરીએ તો સરળ પડે.
….બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન હોય પછી તે જાણે…
સરસ .àªàª®à«àª¯à«àª.àªàª¾àª¸ àªàª°à«àª¨à«…….. “મસà«àª¤à« માલિàªàª¨à« હà«àª¯.”
પà«àª°àª¬à«àª¦à«àª§ àªà«àª¤àª¨àª¾àª મારà«àªàª¦àª°à«àª¶àª¨ àªàªªàª¤à« રહૠàªà«; ”
àªàªàªàª¾àª² àªà« માહà«àª²àª®àª¾àª મળૠરહà«àª¯à«àª àªà« ….àªàªàªàª ” àªà«àª¯à«àª¨à«àª¨à«àªà«àªµàª¾àª³à«àª àªàª¾àª®à«àª¯à«àª
àªàªàª¾àª° સà«.àªàª¾.દાદા