સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બેલેન્સ – બ્રહ્મવેદાંતજી

    ભીતરની જાગૃતિ વગર શાંતિની ઇચ્છા વાંઝણી છે. ભીતરની જાગૃતિ વગર સુખ અને કહેવાતી મસ્તી લાંબો સમય ટકતાં નથી, અંતે બધું ભાંગી પડે છે. મનુષ્યે બુદ્ધિનો વિકાસ ખુબ કર્યો. હવે તેણે ભીતરની જાગૃતિ વધારવાની છે. પૂરી મનુષ્યજાતિ માટે આ તબક્કો હવે બહુ મહત્વનો છે.

     જાગૃતિ વગર ધંધા-ધાપામાં રઝળપાટ, માની લીધેલા માનપાન, સુખવૈભવ; છેવટે એકડા વગરના મીંડા સાબિત થાય છે. માણસ જ્યારે આવી સ્થિતિમાં આવી પડે છે, ત્યારે કારણો શોધે છે. અન્યને દોષિત માને છે. સંસાર પૂરેપૂરો માણવાનો છે. ભાગવાનું નથી. ભીતર જાગૃતિ વધે તે માટે પ્રયત્નો પણ કરવાના છે. જાગૃતિ વધે તેમ તેમ બેહોશી દૂર થાય. અંદર અંધારું ઓછું થાય. પ્રકાશિત બુદ્ધિને બધુ સાફ-સાફ દેખાય. પ્રકાશીત બુદ્ધીને વિવેક
કહે છે.

    પ્રકાશ જેમ જેમ વધતો જાય તેમ તેમ બુધિ નિખરતી જાય. ઉત્તરોત્તર નવાં નવાં દર્શનો થતાં જાય. બિનજરુરી આપાધાપી ઓછી થાય. સ્વ-દર્શનનો માર્ગ ખુલ્લો થાય. બુદ્ધિ પ્રકાશિત થતી જાય તેને શાસ્ત્રીય નામો આપ્યાં છે- વિવેક, મતિ, ધી, પ્રજ્ઞા, મેધા; પ્રકાશનો ઉત્તરોત્તર વધારો.

      ભીતરની અતૃપ્તિ ‘સ્વ’ના દર્શન સુધી કોઇ ને કોઇ સ્વરુપે રહેવાની. જીવન ઊર્જા પ્રયાસ માટે વાપરવી પડશે. અત્યારે તો પુરેપુરી જીવન ઊર્જા  સંસારમાં કંઇક મેળવવા, કંઇક બની જવાના પ્રયાસમાં વપરાઈ રહી છે.

     સમજીએ –

    પૈસા કાં તો વપરાય, કાં વેડફાય, કાં ઇન્વેસ્ટ થાય. આવુ જીવન ઊર્જા બારામાં છે. જીવન ઊર્જા સરપ્લસ હશે તો ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે. જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ સજગતાથી જીવનમાં કરવો પડે. જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ વર્તમાન ક્ષણમાં રહેવા કરવો પડે. વર્તમાન ક્ષણમાં ઠહેરાવ વધશે, તો ચિત્તની ભટકન ઓછી થશે. આ સાધનાની ચાવી છે, ઉત્ક્રાંતિનુ પગથિયું છે.  મનુષ્યની ઊર્ધ્વગામી સંભાવનાઓનુ દ્વાર છે. સૌ પ્રથમ તો જીવન ઊર્જાના બિનજરુરી વ્યયને અટકાવવો પડે.

     રસોઇમાં સપ્રમાણ મીઠું જરુરી. વધુ પણ નહીં, ઓછું પણ નહી. આમ થાય તો રસોઈ સ-રસ થાય. સંગીતમાં સપ્રમાણ સૂર જરુરી. કમ પણ નહીં, તીવ્ર પણ નહીં. આમ થાય તો સંગીત ગમે. આવું જ જીવનના બારામાં છે. જીવન એવું ગોઠવતા રહો કે, આવો સમ ઉપલબ્ધ થાય. જીવન મધુર બને.  સાધનાની ગહેરાઇ પછી સમજાશે. પહેલાં જીવનને મધુરું તો બનાવો, જીવનમાં હાર્મની, બેલેન્સ તો પ્રગટાવો.

     બે પેંગડામાં સ્થિર ઉભા ન રહેવાના કારણે કેટલાય રાજાઓ દ્રૌપદીના સ્વયંવરમાં નીચે પછડાયા હતા. અર્જુનની જેમ સમ પકડાય, બન્ને પલ્લાં સમતોલ થાય તો મત્સ્યવેધ થઈ શકે. સાધનાની ગહેરી વાતો ઋષિમુનીઓ કહી ગયા છે. દ્રૌપદી સેક્સ-એનર્જિનુ પ્રતિક છે. એ એનર્જિ અત્યારે આપણા ઇન્સ્ટિક્ટ, મુવિંગ, સેક્સ, ફિલીંગ અને થીંકીંગ; એમ પાંચ કેન્દ્રો સાથે જોડાયેલી છે. આ એનર્જિના ચેનલાઈઝીંગ દ્વારા કૃષ્ણદર્શન શક્ય બને છે..ગહેરી વાતો છે.

     વિસ્તારથી સમજીશું.

~ બ્રહ્મવેદાંતજી

Advertisements

2 responses to “બેલેન્સ – બ્રહ્મવેદાંતજી

  1. pragnaju October 19, 2016 at 5:41 am

    અર્જુનની જેમ સમ પકડાય, બન્ને પલ્લાં સમતોલ થાય તો મત્સ્યવેધ થઈ શકે.
    સાધનાની ગહેરી વાતો ઋષિમુનીઓ કહી ગયા છે.
    કૃષ્ણદર્શન શક્ય બને

  2. Vimala Gohil October 19, 2016 at 12:41 pm

    “જીવન એવું ગોઠવતા રહો કે, આવો સમ ઉપલબ્ધ થાય. જીવન મધુર બને. સાધનાની ગહેરાઇ પછી સમજાશે. પહેલાં જીવનને મધુરું તો બનાવો, જીવનમાં હાર્મની, બેલેન્સ તો પ્રગટાવો.”

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: