સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આતશ બુઝાઈ ગયો.

હવે તે નથી.

yatin_1

યતિન પી. ધોળકિયા

દેહાંત – ૧૭ ઓક્ટોબર – ૨૦૧૬

કમનસીબે માંડ ૬૨ વર્ષની વયે એ આતશ બુઝાઈ ગયો.

કયો આતશ?

આ આતશ – આશરે ઈ.સ. ૧૯૭૮

      યતિન મારા દીકરા સમાન તો નહીં પણ નાના ભાઈ સમાન હતો, એટલે એને માટે તુંકારો જ કરીશ. તેણે મારી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. (આસિસ્ટન્ટ જેવો શબ્દ નથી વાપરવો.) ૧૧૦ મે.વો.ના ત્રણ પ્રોજેક્ટોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તેણે અમારી ટીમમાં પ્રાણ રેડીને કામ કર્યું હતું. એના પ્રાણની એક ચિનગારી…

   અને ત્યાં જ મને એક લોકલ કન્ટ્રોલ પેનલની પાછળના ભાગના બારણાંની તરડમાંથી લાઈટ આવતી દેખાઈ. હું તે તરફ વળ્યો. બારણું ખોલીને જોયું તો એ સાવ નાનકડી જગ્યામાં ટૂંટીયું વાળીને યતિન વાયરોનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. તે જ્યાં કામ કરતો હતો તે તો ખુલ્લી જગા હતી. એક બાજુએ 12 મીટર નીચે અમારી સરહદની બીજી બાજુએ સાબરમતી નદી હતી. બીજી બાજુએ, બીજી ટીમોના ટેસ્ટિંગ કામ માટે કુલિંંગ ટાવર અને તેને આનુશંગિક એક મોટો પમ્પ ચાલુ હતાં. બન્ને બાજુથી સૂસવાટા મારતો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આ બન્ને ઠંડાગાર પવનથી રક્ષણ મેળવવા તે પેનલ બંધ કરી, અંદર ભરાઈ, કામ કરી રહ્યો હતો.

—–

બીજા દિવસની સવારે

       બાજુમાં બેઠેલા બીજા ખાતાના અધિકારીઓ પણ અમારા ઈલેક્ટ્રિકલ વિભાગની ગઈકાલની વ્યથાઓથી માહિતગાર હતા. બધાએ આકસ્મિક જ એક સાથે તાળીઓ પાડી, મારા વક્તવ્યને વધાવી લીધું. ત્યાં જ ઓપરેશનના ઈન ચાર્જ અધિકારીએ મારું ધ્યાન બહાર ઉભેલા યતિન તરફ દોર્યું. તે મને કાંઈક કહેવા માંગતો હતો. મેં તેને અંદર બોલાવ્યો. તેણે મને કાનમાં ખુશખબરી આપી. તે જે ઈગ્નિશન સરકિટ પર કામ કરી રહ્યો હતો, તે દુરસ્ત થઈ ગઈ હતી. છેલ્લો અવરોધ પણ દૂર થઈ ગયો હતો. મેં આ માહિતી મારા ઉપરીઓને આપી. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે અને મેનેજીંગ ડિરેક્ટરે તેને અભિનંદન આપ્યા.

    હમણાં જ ઓફિસર તરીકે કાયમી થયેલા યતિનને માટે તો આટલા મોટા સાહેબોની દાદ મળે, એ સુવર્ણચન્દ્રક જેવું બહુમાન હતું.

     યતિનનો એ આતશ મેં ૨૦૧૪ની સાલ સુધી પ્રગટેલો નિહાળ્યો છે. ઉતરી ગયેલો અધિકારી કોડીનો એ ન્યાયે કોઈક જ અમારા જેવા સાથે સમ્પર્ક ટકાવી રાખતા હોય છે.પણ નિવૃત્ત થયાને ૧૬ વર્ષ વીત્યા  છતાં, જે કોઈ આવો મિત્ર સંબંધ રાખે – તે આત્મીય જન બની જાય છે. ૨૦૧૪ની એ સાલમાં વિજળી ઘરની એની ઓફિસમાં મળવા ગયો ત્યારે તેણે  ૧૯૭૭ ના એ જ ઉમળકાથી મારો સત્કાર કર્યો હતો. એટલું જ નહીં, એને ઘેર જમવા પણ બોલાવ્યો હતો. તેના ઘરના કોમ્પ્યુટર પર સર્ફિંગ/ કામ કરવા કોઈ પણ સમયે આવી જવા દિલી આમંત્રણ આપ્યું હતું. અને કમસે કમ ત્રણેક વખત મેં એ સવલત માણી હતી.

     કોને ખબર હતી કે, માત્ર બે જ વર્ષમાં એ આતશ બુઝાઈ જશે?

        ખેર…. માળખાં નાશ પામે છે, સમિધ યજ્ઞવેદીમાં આહૂતિ પામે છે;  પણ એ યજ્ઞના આતશની જ્વાળા દરેક જીવંત  શ્વાસ સાથે ભભૂકતી રહે છે. આપણા કોશે કોશના બોઈલરને એ પ્રાણ શક્તિમાન રાખે છે.  કાળના કદી ન અટકતા વહેણ  સાથે વ્યક્તિઓ વિલય પામે છે, પણ એમનાં સંતાન એ જ્વાળાને  પ્રદિપ્ત કરતાં રહે છે.

      યતિનની દીકરી અમેરિકામાં ભણી રહી છે. એ યતિનના જીવન યજ્ઞને આગળ વધારશે જ – એ આપણી શ્રદ્ધા/ આશિષ છે.

ચિ. યતિનનો પ્રાણ પણ ભભૂકતો જ રહેશે.
સન્નિષ્ઠ કર્તવ્યનિષ્ઠાનો અગન કદી બૂઝાતો નથી. 

19 responses to “આતશ બુઝાઈ ગયો.

 1. Vinod R. Patel ઓક્ટોબર 21, 2016 પર 6:22 પી એમ(pm)

  આપના સહ કર્મી સ્વ.યતિન પી. ધોળકિયાને હાર્દિક શ્રધાંજલિ

 2. Anila Patel ઓક્ટોબર 21, 2016 પર 8:39 પી એમ(pm)

  Yatinbhaine hardik shrddhanjli. Prabhu emana aatmane shanti arpe.

 3. pragnaju ઓક્ટોબર 21, 2016 પર 10:08 પી એમ(pm)

  ચિ. યતિનનો પ્રાણ પણ ભભૂકતો જ રહેશે.
  સન્નિષ્ઠ કર્તવ્યનિષ્ઠાનો અગન કદી બૂઝાતો નથી
  સ્વ.યતિન પી. ધોળકિયાને હાર્દિક શ્રધાંજલી

 4. Atul Jani (Agantuk) ઓક્ટોબર 22, 2016 પર 12:15 એ એમ (am)

  હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ

 5. નિરવ ઓક્ટોબર 22, 2016 પર 2:21 એ એમ (am)

  ભાવ અને સંવેદનપૂર્વક તેમનાં અસ્તિત્વને સંભાર્યુ અને સ્મૃતિપટ’માં સંઘર્યું , તે જ સાચી અંજલિ .

 6. ગોવીન્દ મારુ ઓક્ટોબર 22, 2016 પર 6:23 એ એમ (am)

  યતીનભાઈને દીલી ભાવાંજલી…

 7. mhthaker ઓક્ટોબર 22, 2016 પર 6:44 એ એમ (am)

  ખેર…. માળખાં નાશ પામે છે, સમિધ યજ્ઞવેદીમાં આહૂતિ પામે છે; પણ એ યજ્ઞના આતશની જ્વાળા દરેક જીવંત શ્વાસ સાથે ભભૂકતી રહે છે. આપણા કોશે કોશના બોઈલરને એ પ્રાણ શક્તિમાન રાખે છે. કાળના કદી ન અટકતા વહેણ સાથે વ્યક્તિઓ વિલય પામે છે, પણ એમનાં સંતાન એ જ્વાળાને પ્રદિપ્ત કરતાં રહે છે.

  યતિનની દીકરી અમેરિકામાં ભણી રહી છે. એ યતિનના જીવન યજ્ઞને આગળ વધારશે જ – એ આપણી શ્રદ્ધા/ આશિષ છે.
  kharej yatin bhai nu rekha chitra aankh same upasi aavyu..ane aa aatash ni jwala sada bhabhukati raheshe temani dikari ane beeja ghana saga- sambandhi ane mitro dwara..
  bhav bhari Shraddhanjali..dikari ne ane kutumbi janone pan aapana taraf thi aasvasan aapasho jee..

 8. Sharad Shah ઓક્ટોબર 22, 2016 પર 7:57 એ એમ (am)

  ખબર નહી કેમ પણ યતીનભાઈનો ફોટો જોઈ એમ લાગ્યું કે, ” આમને તો હું ઓળખું છું.” અમદાવાદમાં ક્યાંક ભેગા થયા હોઈએ તેવી શક્યતા છે.
  ખેર! એક સહૃદયી મિત્ર આમ આચાનક ચાલ્યો જાય તે દુખદ છે જ. અને ૬૨વર્ષની ઉંમર આજના જમાનામાં દેહ છોડવાની નથી જ. પણ વાસ્તવિકતા એ જ છે કે જેટલા સ્વાસ લઈને આવ્યા છે તેટલા જ લઈ શકવાના છીએ. ન એક વધારે, ન એક ઓછો.પરમાત્મા સદગતને શાંતિ બક્ષે તેવી પ્રાર્થના. આપણા સદભાવ જરુર તેમના સુધી પહોંચશે.

 9. kanakravel ઓક્ટોબર 22, 2016 પર 9:08 એ એમ (am)

  સ્વ.યતિનને ભાવપૂર્ણ પુષ્પાંજલી

 10. harnishjani52012 ઓક્ટોબર 22, 2016 પર 12:33 પી એમ(pm)

  મિત્ર અઅપનું દુખ એ અમારું દુખ.સદગતના આત્માને ઘાંતિ મળે અને ફેમિલીને આ દુખને સહન કરવાની તાકાત મળે.

 11. bhajman ઓક્ટોબર 22, 2016 પર 1:15 પી એમ(pm)

  પરમાત્મા તમારા આત્મીય મિત્રના આત્માને સદગતિ આપે. સન્મિત્રની ખોટ સ્વજનની ખોટ બરાબર છે.

 12. Valibhai Musa ઓક્ટોબર 22, 2016 પર 1:16 પી એમ(pm)

  કર્મવીર અને ઝિંદાદિલ સ્વ. ભાઈશ્રી યતિન ધોળકિયાના આત્માને સ્વર્ગમાં ચિર શાંતિ પ્રાપ્ત થાઓ તેવી અમારી હક તઆલાને દિલી દુઆ.

 13. nabhakashdeep ઓક્ટોબર 22, 2016 પર 6:06 પી એમ(pm)

  કર્મવીર, સાથી કે સહયોગીની સાથે… એક આત્મિયતાનો સેતુ રચી જાણનારું વ્યક્તિત્તવની વિદાય ઉરને કેમ ના સ્પર્શે? તેમના આત્માને અક્ષરસુખ મળે એવી પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 14. Ashok M Vaishnav ઓક્ટોબર 22, 2016 પર 10:57 પી એમ(pm)

  ભાઈશ્રી યતિન ધોળકિયાની મારી યાદ અમારાં તે સમયનાં પોલિટેકનિક સામેની એચ-એલ કોલોનીના વર્ષો સાથે જોડાયેલી છે. જો કે અમે તેમના મોટાભાઈ યોગેન્દ્રભાઈના સમવયસ્ક હતા.

  • સુરેશ ઓક્ટોબર 23, 2016 પર 7:21 એ એમ (am)

   યોગેન્દ્રભાઈ….યેશા કેપેસિટર્સ – વડોદરા. એમને મળેલો છું. અમારા વડોદરા નિવાસ દરમિયાન કદાચ એમના ઘેર પણ ગયેલો છું.

   It is a small world – a big village, and we meet people and then we get separated from them – like particles flowing in the fluid of time in a Brownian motion !

 15. aataawaani નવેમ્બર 8, 2016 પર 8:36 એ એમ (am)

  યતીન ધોળકિયા ને મારા હ્ર્દયની શ્રદ્ધાંજલિ

 16. aataawaani નવેમ્બર 13, 2016 પર 11:14 એ એમ (am)

  આતીશ જોવામાં બુઝાઈ ગયો પણ તે ચળકતો રહ્યો કહેવાય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: