સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નિવૃત્તિ અને પ્રવૃત્તિ – બ્રહ્મવેદાંતજી

    ચિત્ત વર્તમાનમાં ઠહેરે, ધીરે ધીરે તેનો લય થાય, તરંગો અને એનર્જિનું જગત પાર થાય, શૂન્યના પ્રદેશમાં પ્રવેશ થાય ત્યારે ‘સ્વ’દર્શન, આત્મદર્શન અનુભવાય.

     નિવૃત્તિ એટલે વૃત્તિ ઉઠે નહી એવી ભિતરી દશા. પ્રવૃત્તિ છોડી દઈ ભાગી છુટવાથી નિવૃત્તિ ન થાય. વૃત્તિ ઊઠવાનાં કારણો બદલાય પણ સ્થિતિ ન બને; પરિસ્થિતી બદલવાની નથી, સ્થિતિ બદલવાની છે.

    જાગવાનું છે કે જાણકારી મેળવવાનું લક્ષ્ય છે તે તપાસો. જાગવાનું હોય તો જીવન ઊર્જાના વપરાશને જોઇ લેવો પડે. કંઇક બનવું છે, કંઇક મેળવવું છે, કંઇક કલ્પનાનું જગત છે, કોઇ માની લીધેલું ધ્યેય છે તે મેળવવું જ છે – આવી દોડમાં જીવન ઊર્જા ખર્ચાતી હોય, તો સાવધાન થઈ જવું. કુદરતે બનાવેલા વાસ્તવિક જગતને છોડી એક કાલ્પનિક જગતમાં, માણસે ઉભા કરેલા જગતમાં, મન વડે ઉભા થયેલા જગતમાં આપાધાપી થતી હશે તો જીવન ઊર્જા ખુબ ખર્ચાતી રહેશે.

     જાગવાનુ લક્ષ્ય હોય તો સૌ પ્રથમ એવી ફોલ્સ પર્સનાલિટીમાંથી, એવા ઇલ્યુઝરી જગતમાંથી બહાર આવી જવું પડે. તે પછી પર્સનાલિટીના જગતમાં, વ્યવહારના જગતમાં વપરાતી અને વેડફાતી જીવન ઊર્જાને જોઇ લેવી પડે. આપણે કેટલાયે
મુખોટા પહેરી માણસે ઉભા કરેલા જગતમાં જીવવું પડે છે. મુખોટાને પર્સોના કહે; તે ઉપરથી શબ્દ બન્યો પર્સનાલિટી. જુદા જુદા મુખોટા પહેરી ક્યાંક બાપ, ક્યાંક પુત્ર, ક્યાંક પતિ, ક્યાંક પત્નિ, ક્યાંક શેઠ, ક્યાંક નોકર, ક્યાંક સાહેબ, ક્યાંક આસિસ્ટંટ બનતા રહેવુ પડે છે. વ્યવહારના નામે ખુબ આપાધાપી કરવી પડે છે. ખુબ જીવન ઊર્જા વેડફાય છે. ઇલ્યુઝરી, ભ્રામક જગત તો છોડવું જ પડે. ત્યાં વેડફાતી જીવન ઊર્જા નર્યો વ્યય છે. પર્સનાલિટીના જગતમાં વેડફાતી અને વપરાતી જીવન ઊર્જાનુ નિયમન કરવુ પડે પછી એસેન્સનું જગત આવે.

     એસેન્સનું જગત – જીવ ધરાય એવી પ્રવૃતિઓનુ જગત. ધીમેધીમે બિનજરુરી આપાધાપીમાંથી નીકળતા જવુ પડે અને જીવનમાં રસ આવે તેવી પ્રવૃત્તિઓમાં જીવન ઊર્જા વધુ ને વધુ વાળવી પડે.

યાદ રહે….

બિનજરુરી આપાધાપીમાંથી મુક્ત થવાનુ છે.
આળસ અને નિષ્ક્રીયતા લાવવાનાં નથી.

      જીવનમાં રસ આવશે તો એક હાર્મની પ્રગટશે. જીવન મધુરું બનશે. તે પછી ભીતર ભાન વધુ ને વધુ પ્રગટે તે માટે શું પ્રયત્નો કરવા તે સમજવું સરળ પડશે.

     કાલ્પનિક જગત અને વ્યવહારિક જગત ખુબ ઊર્જા માંગી લે છે. પોતાના જીવનમાં રસ આવે એવા પ્રયત્નો માટે પણ સમય અને ઊર્જા આપી શકાતાં નથી એવુ જીવન બની ગયું છે ત્યાં અંતરયાત્રાની વાત ક્યાં કરવી ? કોને કરવી?

…… બ્રહ્મવેદાંતજી

Advertisements

2 responses to “નિવૃત્તિ અને પ્રવૃત્તિ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju October 22, 2016 at 7:30 am

  જીવનમાં રસ આવશે તો એક હાર્મની પ્રગટશે. જીવન મધુરું બનશે. તે પછી ભીતર ભાન વધુ ને વધુ પ્રગટે તે માટે શું પ્રયત્નો કરવા તે સમજવું સરળ પડશે.

  sસચોટ વાત

 2. Vinod R. Patel October 22, 2016 at 11:44 am

  ધ્યાન અને પ્રવૃત્તિ અંગે સ્વામી બ્રહ્મવેદાંતજીનું જ એક અવતરણ ….

  “ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી.
  જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.”

  નિવૃત્તિકાળમાં કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાંથી જે શક્ય હોય અને જે કરવાથી ધ્યાનની સ્થિતિનો અનુભવ થાય એને પસંદ કરી એમાં પ્રવૃત્ત થવાથી પાછલું જીવન અર્થમય અને સેવા મય બની શકે છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: