સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જરૂરિયાતો અને કામનાઓ – બ્રહ્મવેદાંતજી

        સામે સંસાર છે. પ્રસંગો સામે આવે છે. પ્રકૃતિ કંઇક કરાવવા માગે છે. પ્રકૃતિના પરિબળો આપણી પાસે જવાબ માગે છે – એ આપણી જવાબદારી. એબિલિટી ટુ રિસ્પોન્સ. રિસ્પોન્સિબિલિટી. ટોટલ ઇન્વોલ્વમેન્ટ જરુરી છે, એટેચમેન્ટ નહી. આઇડેન્ટીફિકેશન એટલે તાદાત્મ્યપણું નહી, છતા બેદરકારી પણ નહી.

     આપણે ઉભી કરેલી જંજાળ, માની લીધેલી જવાબદારીઓ દુઃખ અને પીડા આપશે. લક્ષ્ય ભીતર જાગૃતિનુ હોય તો બિનજરુરી જીવન ઉર્જા વેડફાતી બંધ કરી તેને ચેનલાઇઝ કરવી પડે. રિએક્શનથી જીવાતું જીવન અને રિસ્પોન્સથી જીવાતુ જીવન; એક મિકેનીકલ છે. બીજુ જાગ્રતિ-સભર છે.

      કુદરત શું કરાવવા માંગે છે તે જુઓ, સ્વીકારો, રિસ્પોન્સ આપો. નીડ એટલે જરુરત. તે એક ચીજ છે, જ્યારે અપેક્ષા, કામના, વાસના બીજી ચીજ છે; બન્ને  વચ્ચેનો તફાવત જાણો. જરુરતના પ્રમાણમાં ઓછી જવાબદારી લઇશુ તો જીવનમાં
બેલેન્સ નહી રહે. મોહ, તાદાત્મ્ય, માન્યતાઓ, કામનાઓ વગેરેના કારણે જરુર કરતા વધારે જવાબદારી લઇશુ તો પણ જીવનમાં બેલેન્સ નહી રહે. વીણાના તાર ઢીલા હોય તો પણ સંગીત ન જન્મે, વીણાના તાર ખુબ કસીને બાંધ્યા હોય તો પણ સંગીત ન જન્મે. પોતાની ટાઇપ પ્રમાણે પોતાના જીવનમાં સમ પકડવો પડે.

     કુટુંબના સભ્યો માટે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, હુંફ, માર્ગદર્શન મળે એ માટે પ્રયત્નશીલ રહીએ. પણ તે સૌની વ્યવહારીક ઇચ્છાઓ, તરંગો, કાલ્પનિક ખ્યાલો અને તેવી માંગણીઓ સંતોષવી એ ફોલ્સ-પર્સનાલિટીનો ભાગ છે.
એ બધા કાર્યોમાં કેટલો સહયોગ આપવો તે વ્યક્તિગત નિર્ણય કરવાનો છે. પોતાનું લક્ષ્ય ભીતર જાગ્રતિનુ હોય તો તેને ન ભુલવુ.

      કુટુંબના સભ્યો પોતાની ઇચ્છા પુરી કરવા પોતે કેટલા પ્રયત્નશીલ છે, પોતે કેટલો ભોગ જાતે આપે છે તેના પ્રમાણમાં સહયોગ આપવો. માની લીધેલી જવાબદારીઓથી મગજ ઉપર બોજો વધશે. જરુરત કરતા ઓછી જવાબદારી લઈશુ તો
હ્રદયમાં ડંખ રહેશે.

      વાસના, વિશ, અને વિલ- એમ ત્રણ શબ્દો છે.

  • વાસના પર્સનાલિટીના જગતમાં ઊભી થાય, મનુષ્ય નિર્મીત જગતની દેન છે.
  • વીશ એટલે ઇચ્છા, એ પ્રાકૃતિક છે; જીવને ઇચ્છા થાય.
  • વીલ અને સંકલ્પ ચૈતન્ય સાથે સંકળાયેલા છે.

કુદરત જરુરત પુરી કરે, ઇચ્છાઓ પણ પુરી કરે, વાસનાઓ નહી. જગતમાં સૌનુ પોષણ થાય છે. કહે છે ને કે ‘કીડીને કણ અને હાથીને મણ’ . એ સત્તા આપી દે છે. કુદરત હાથીને મણ આપે પણ અંબાડી ન આપે !

આપણી સમસ્યાઓ અંબાડીની છે.

….બ્રહ્મવેદાંતજી

17 responses to “જરૂરિયાતો અને કામનાઓ – બ્રહ્મવેદાંતજી

  1. pragnaju ઓક્ટોબર 24, 2016 પર 7:23 એ એમ (am)

    કુટુંબના સભ્યો પોતાની ઇચ્છા પુરી કરવા પોતે કેટલા પ્રયત્નશીલ છે, પોતે કેટલો ભોગ જાતે આપે છે તેના પ્રમાણમાં સહયોગ આપવો. માની લીધેલી જવાબદારીઓથી મગજ ઉપર બોજો વધશે. જરુરત કરતા ઓછી જવાબદારી લઈશુ તો હ્રદયમાં ડંખ રહેશે.
    પ્રમાણ==આમા હજુ ચોક્કસ નક્કી નથી કરી શકાતું અને હ્રદયમાં અવારનવાર ગ્લાની થાય

    • Sharad Shah ઓક્ટોબર 25, 2016 પર 7:41 એ એમ (am)

      પ્રજ્ઞાબેન;
      સાચી વાત છે.પ્રમાણભાન નથી રહેતું. આપણી આવી અનેક સમસ્યાઓ છે. પણ જેમ જેમ આપણી ભિતરના આવા રોગ દેખાવા માંડે છે તેમ તેમ તેનુ વિસર્જન થવા માંડે છે. આપણી પાસે કેવળ રોગોને દુર કરવા માટેની એક જ ઉર્જા છે એટેન્શન. જેમ જેમ ભિતરની તરફ આપણું એટેન્શન જતું જાય તેમ તેમ વ્યાધી મુક્ત થવાય છે આ હું મારા અનુભવે કહું છું. આ પ્રક્રિયા ધૈર્ય માંગી લે છે. જન્મો જન્મોના રોગો છે જલ્દી જતાં નથી અને ક્યારેક હતાશા અનુભવાય છે અને જ્યારે આવી હતાશા આવે છે ત્યારે સતગુરુનો સાથ હોય તો તેવા ફેઈઝમાંથી બહાર આવી જવાય છે. એકવાર સતગુરુ હાથ પકડે છે પછી તે જ્યાંસુધી યાત્રા પુરી ન કરીએ ત્યાંસુધી તે છોડતો નથી.દેહ બદલાતા રહે સમય બદલાતો રહે પણ સતગુરુ કો અને કોઈ સ્વરુપે સદા આપણી પાછળ ઊભો જ હોય છે. આપણને ખબર નથી પણ કોઈને કોઈ જન્મમાં કોઈ સતગુરુના ચરણે અવશ્ય બેઠા હોઈશું અને તેનું જ પરિણામ છે આ જન્મમાં અને આ જમાનામાં પણ ભિતર એક પ્યાસ ઊઠે છે અને ક્યાંક ને ક્યાંકથી માર્ગદર્શન મળે જ છે. પછી તે માર્ગદર્શન દેનાર ગમે તે દેહ ધરી આવે. આ સત્ય છે અને મારો અનુભવ પણ.

  2. Vimala Gohil ઓક્ટોબર 24, 2016 પર 6:48 પી એમ(pm)

    “કુટુંબના સભ્યો માટે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, હુંફ, માર્ગદર્શન મળે એ માટે પ્રયત્નશીલ રહીએ. પણ તે સૌની વ્યવહારીક ઇચ્છાઓ, તરંગો, કાલ્પનિક ખ્યાલો અને તેવી માંગણીઓ સંતોષવી એ ફોલ્સ-પર્સનાલિટીનો ભાગ છે”.
    “કુટુંબના સભ્યો પોતાની ઇચ્છા પુરી કરવા પોતે કેટલા પ્રયત્નશીલ છે, પોતે કેટલો ભોગ જાતે આપે છે તેના પ્રમાણમાં સહયોગ આપવો”.

  3. La' Kant " કંઈક " ઓક્ટોબર 25, 2016 પર 5:42 એ એમ (am)

    આજકાલ ભીતર ચાલી રહેલી પ્રોસેસ-પ્રક્રિયા નો એક ભાગ એટલે….ચંચુપાત !

    માર્વ્રેલસ …ઉત્તમ …. વાતો, યુ આર એ ગુડ સમરાઈઝર ! i salute again
    Su.Ja. Grandpa.

    “વાસના પર્સનાલિટીના જગતમાં ઊભી થાય, મનુષ્ય નિર્મીત જગતની દેન છે.//વીશ
    એટલે ઇચ્છા, એ પ્રાકૃતિક છે; જીવને ઇચ્છા થાય. // વીલ અને સંકલ્પ
    ચૈતન્ય સાથે સંકળાયેલા છે.”[બ્ર,વે.જી ]

    ફરીથી વિચાર કરો….અન્ય બે-ચાર કોમ્પીટન્ટ લોકોને પૂછો …
    વાસના એ આહાર,કંપની,સંજોગો સંચિત કર્મો,કલ્ચર અને સંસ્કાર ની વાત/મુદ્દો નહિ ?
    “વિલ/ (?) ઈચ્છા = ક્યાંથી આવે છે? દિલ & દિમાગ બેયના સમન્વય ,બેલેન્સિંગ પછી !
    “વીલ” તો …….. વાર્સાખત/વસીયાતનામું નહી ?

    “સંકલ્પ ચૈતન્ય સાથે સંકળાયેલા છે.” …આ વ્યક્તિગત અંગત આત્મ-વિશ્વાસ
    સાથે વધુ સંકળાયેલું તત્વ નથી? તમને તમારી “કેપેસીટી/ કેપેબીલીટી”
    વિરુદ્ધ સંકલ્પ અન્ય કોઈ લેવડાવી શકે ?
    સંકલ્પ તો ” અંતરતમની વાત !
    [ એઝ એ પાર્ટ ઓફ …..વન સીન્સ્યર એફર્ટ ….યુ મે ….ઓલ્સો બી ઓપન ટુ ચેક ઓન
    ” In coversation with ધી મિસ્ટિક/Mystic -કે..વી કામત ‘Sadhguru JAGGI
    VAASUDEV’ ( ENDORSED BY Sha. Sha.)of Coimbatore Tamilnadu INDIA.
    He has TREMENDOUS CLARITY OF THOUGHT. Not just UPADESH or
    Philosophical Approach
    ” .A Scientific way of putting things STRAIGHT……” just see
    lt many videos are available on you tube .

  4. Sharad Shah ઓક્ટોબર 25, 2016 પર 7:27 એ એમ (am)

    To La’kantbhai;
    Sea is sour. you may taste the water of the sea from anywhere you like. There can not be any difference between masters. They are all same. The difference is only in their expression and to whom they speak.
    NB: Also check your Gujarati script.

  5. La' Kant " કંઈક " ઓક્ટોબર 26, 2016 પર 6:41 એ એમ (am)

    આજકાલ ભીતર ચાલી રહેલી પ્રોસેસ-પ્રક્રિયા નો એક ભાગ એટલે….ચંચુપાત !

    માર્વ્રેલસ …ઉત્તમ …. વાતો, યુ આર એ ગુડ સમરાઈઝર ! i salute again
    Su.Ja. Grandpa.

    “વાસના પર્સનાલિટીના જગતમાં ઊભી થાય, મનુષ્ય નિર્મીત જગતની દેન છે.//વીશ
    એટલે ઇચ્છા, એ પ્રાકૃતિક છે; જીવને ઇચ્છા થાય. // વીલ અને સંકલ્પ
    ચૈતન્ય સાથે સંકળાયેલા છે.”[બ્ર,વે.જી ]

    ફરીથી વિચાર કરો….અન્ય બે-ચાર કોમ્પીટન્ટ લોકોને પૂછો …
    વાસના એ આહાર,કંપની,સંજોગો સંચિત કર્મો,કલ્ચર અને સંસ્કાર ની વાત/મુદ્દો નહિ ?
    “વિલ/ (?) ઈચ્છા = ક્યાંથી આવે છે? દિલ & દિમાગ બેયના સમન્વય ,બેલેન્સિંગ પછી !
    “વીલ” તો …….. વાર્સાખત/વસીયાતનામું નહી ?

    “સંકલ્પ ચૈતન્ય સાથે સંકળાયેલા છે.” …આ વ્યક્તિગત અંગત આત્મ-વિશ્વાસ
    સાથે વધુ સંકળાયેલું તત્વ નથી? તમને તમારી “કેપેસીટી/ કેપેબીલીટી”
    વિરુદ્ધ સંકલ્પ અન્ય કોઈ લેવડાવી શકે ?
    સંકલ્પ તો ” અંતરતમની વાત !
    [ એઝ એ પાર્ટ ઓફ …..વન સીન્સ્યર એફર્ટ ….યુ મે ….ઓલ્સો બી ઓપન ટુ ચેક ઓન
    ” In coversation with ધી મિસ્ટિક/Mystic -કે..વી કામત ‘Sadhguru JAGGI
    VAASUDEV’ ( ENDORSED BY Sha. Sha.)of Coimbatore Tamilnadu INDIA.
    He has TREMENDOUS CLARITY OF THOUGHT. Not just UPADESH or
    Philosophical Approach
    ” .A Scientific way of putting things STRAIGHT……” just see
    lt many videos are available on you tube .

    • સુરેશ ઓક્ટોબર 26, 2016 પર 6:47 એ એમ (am)

      દિવ્ય વાણી બહુ ગૂઢ હતી! હવે વાત સમજાણી.
      મને બહુ શાસ્ત્રીય વાતો નથી ગમતી. એક જ વાત સમજ પડી છે કે, પ્રેક્ષક બનવા બને તેટલો પ્રયાસ કરવો. જેમ જેમ એ ભાવ વધતો જાય , એમ એમ પડ ખુલવા લાગે છે, અને વાસનાઓનું / કામનાઓનું / મનનું જોર ઓછું થવા લાગે છે, અને આપોઆપ અંતરનો અવાજ સંભળાવા લાગે છે.
      ‘અંતરની વાણી’ એજ દરેક જણનું એ સ્થળ પરનું અને એ ઘડી પરનું સત્ય છે.
      બાકી બીજું બધું જ માયા – પછી એ ગુરૂ વચન હોય કે ગનાન હોય. બધું પારકું – પોતીકું કશુ જ નહીં. પણ એ બધાં પોતીકા ભાવ તરફ આંગળી જરૂર ચીંધે.

      પણ આપણે એ આંગળીઓ જ જોયા કરવાની કે હાલવા માંડવાનું?

  6. La' Kant " કંઈક " ઓક્ટોબર 26, 2016 પર 6:46 એ એમ (am)

    જે ઈ-મેલ મોકલ્યો હતો તે જ કોપી કરી સૂર સાધના પર પેસ્ટ કરી દીધો કદાચ
    વેબસાઈટ પર ફોન્ટ
    ‘કોમ્પેટી બિલીટી ‘ની સમસ્યા હોઈ શકે ?

  7. Sharad Shah ઓક્ટોબર 26, 2016 પર 7:27 એ એમ (am)

    ભુખ લાગે અને ભોજનની ઈચ્છા થાય. પણ ભોજનમાં લાડુ મળે તેવી પણ ઈચ્છા થાય કે લાડુ ખાવાની ઈચ્છા થાય. આ ઈચ્છા મોટીવેટિંગ ફોર્સનુ કામ કરે. પણ જ્યાર ઈચ્છા સાથે આગ્રહ ભળે કે લાડુતો મળવો જ જોઈએ ત્યારે તે કામના કે વાસના બને. અને ન મળે તો પીડા કે દુખ થાય. સંકલ્પ અને જીદ કે હઠ ની વચ્ચે પણ પાતળી ભેદ રેખા છે. મોટેભાગે આપણે હઠને સંકલ્પ સમજતા હોઈએ છીએ. જેમ કે સવારે છ વાગે ઊઠવાનો હું સંકલ્પ કરું અને છ વાગે ઊઠું છું. આ સંકલ્પ છે કે હઠ? એ કળવું મુશ્કેલ બને છે. પણ જો હઠ હોય તો સવારે છ વાગે ન ઊઠી શકવાનો પસ્તાવો આવશે. જ્યારે સંકલ્પ હશે તો ઊઠવા ન ઊઠવાનો પસ્તાવો નહીં હોય.પણ એક બોધપૂર્વકનુ આયોજન કરીને સવારે છ વાગે ઉઠવાનુ ગોઠવી શકાય છે અને તેનુ ધાર્યું પરિણામ મળે છે. શરીરને સાત કલ્લાકનો આરામ અને ઊંઘ જોઈતી હોય તો તે મુજબ ગણતરી કરીને સુઈ શકાય અને સવારે છ વાગે ઉઠી શકાય છે. ગુરુને આ પ્રશન પુછેલ અને જ્વાબ હતો કે જ્યારે યુનિવર્સલ સંકલ્પ સાથે તમારો સંકલ્પ મેળ ખાતો હોય ત્યારે તે સંકલ્પ બને. અર્થાત પરમાત્માની મરજી અને તમારી મરજી સરખી હોય ત્યારે તે સંકલ્પ બને અને પરમાત્માની મરજી વિરુધ્ધની તમારી મરજી હોય ત્યારે તે જીદ કે હઠ બને. હું આવું કાંઈક સમજ્યો હતો. વીલ (વસિયતનામા) સાથે સંકલ્પને કોઈ લેવા દેવા નથી. આ મારી બુધ્ધી પ્રમાણે કહું છું કદાચ હું પુરું ન સમજ્યો હોઊં. જેટલું સમજાણુ તેટલું શેર કરું છું.

  8. Sharad Shah ઓક્ટોબર 26, 2016 પર 7:31 એ એમ (am)

    લા’કાન્તભાઈ;
    તમારું લખાણ અહીં વંચાતું નથી. ઘટતું કરશો. પોસ્ટ્ કર્યા પછી ચેક કરી લેવું.

    • La' Kant " કંઈક " ઓક્ટોબર 27, 2016 પર 8:54 એ એમ (am)

      વીલ (વસિયતનામા) …..તો જોડણી ફેર હતો એ …. કહેલું ! [વિલ( ઈચ્છા) =વિલીન્ગ્નેસ વાળી વાત જ .છે ને?
      હકીકતે “એ ઈ-મેલ” જ હતો . બરોબર જ.” પોસ્ટ કદાચ ‘ ઓટોમેટિક ‘ હશે?! વિમાસુ છું.સુ.જા.ના કહ્યા પ્રમાણે “વિશાલ.નેટ ” નું જ સેટ-અપ છે .કોઈ બીજી ગડબડ-ટેક્નીકલ ફેલસી હહશે !\? …જાવા દ્યોને યાર .
      “‘અંતરની વાણી’ એજ દરેક જણનું એ સ્થળ પરનું અને એ ઘડી પરનું સત્ય છે.”
      એટલેજ કોઈકે કહ્યું છે: જન/જણ જન / જણનું અને ક્ષણ ક્ષણ નું સત્ય જુદું હોઈ શકે .. તમે ” સ્થળ ” ઉમેરી આપ્યું સરસ! .ચોક્કસ .
      “મને બહુ શાસ્ત્રીય વાતો નથી ગમતી. ” ચાલો એનાથી …ગમા-અણગમાથી પર થઈએ ?
      [ આ સીધી પોસ્ટ છે !]
      આનંદ .

      • સુરેશ ઓક્ટોબર 27, 2016 પર 9:00 એ એમ (am)

        “મને બહુ શાસ્ત્રીય વાતો નથી ગમતી. ” ચાલો એનાથી …ગમા-અણગમાથી પર થઈએ ?
        ધ્યાન દોરવા માટે આભાર. કશાયનો દ્વેષ નહીં. એટલું ઉમેરવાનું મન થાય છે કે, એ બહુ ગહન લાગે તો એ સમજવામાં સમય વાપરવાની જગ્યાએ – પ્રેક્ષક બનતાં થઈ જવાના મહાવરા પર વધારે ધ્યાન આપીએ તો?

  9. La' Kant " કંઈક " ઓક્ટોબર 28, 2016 પર 5:14 એ એમ (am)

    ??/ =”એ બહુ ગહન લાગે તો એ સમજવામાં……”સુ;જા;GRANDPAA છે ને?

    • સુરેશ ઓક્ટોબર 28, 2016 પર 6:55 એ એમ (am)

      સુ;જા;GRANDPAA છે ને?
      ————–
      જે પોતે જ ઝાઝું સમજાવામાં ‘સાર’ નથી એમ માને છે – એ સમજાવે?! – એ શું હમજાવવાનો ?!
      જિંદગીની ડિઝાઈન એટલી બધી જટિલ છે કે, ભલભલા વૈજ્ઞાનિકો પણ એના શારીરિક માળખા અને ભલભલા ફિલસૂફો એના ‘કોર’ જેવા ચૈતન્યને સમજવામાં ગોથાં ખાઈ ગયા છે, હજુ ખાય છે, અને હજુ ખાતા જ રહેશે!

      સાત આઠ મહિનાનું બાળક સહેજ ઊંધું કે ચત્તું થવા માંડે એટલે ઊભું થવા સતત મથ્યા કરે છે, અને ચાલતું થાય તો દોડવાની એને લ્હાય / પ્યાસ હોય છે. એ જ રીતે ભલે જીભ લોચા વાળે,’મા’ શબ્દ બરાબર ન બોલાય ત્યા સુધી માત્ર અનુકરણવેડા જેટલી જ આવડતથી બોલતું થઈ જાય છે.

      અંતરયાત્રામાં ફરી પાછા એવા બાળક બની જવાનું છે – એટલી જ સમજ જરૂરી છે. બાકી કુદરતી ડિઝાઈન જ એવી છે કે, ‘આગે આગે ગોરખ જાગે ‘

  10. La' Kant " કંઈક " ઓક્ટોબર 29, 2016 પર 6:50 એ એમ (am)

    “…પ્રેક્ષક બનતાં થઈ જવાના મહાવરા પર વધારે ધ્યાન આપીએ તો?..” વાત તો સાચી જ! .su.ja..grandpaa…..મહા-ખેલાડી ! પ્લેયર….યાર ! “… માંથી . બીજા દસબાર “છે” એમાંથી કોઈ બે-ત્રણ માઈના લાલ ચડિયાતા પણ હોઈ શકે એની શક્યતા નકારી શકાય ? ” તેન્દુલ્કર ગેલા તર…દોન દુસરે આલી ના? …”
    માત્ર અનુકરણવેડા …. તમારાજ કરીએ છીએ .. ‘કંઈક’ નવો ફણગો મૂકવો !” ગોરખાનું કામ જાગવાનું !
    “અંતરયાત્રામાં ફરી પાછા એવા બાળક બની જવાનું છે” ….’ હું કૈન નાં જાણું …’ કહીને હજાર સલાહો પણ આપી દઈયે હોં !