સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માયા – બ્રહ્મવેદાંતજી

     જીવનથી ભાગવાનું નથી.  જીવન અનુભવ લેવા માટે છે. વ્યર્થતાનો બોધ જાતે થવો જોઇએ. ઓશો કહે છે તેમ

मानो मत.
जानो

     બધું મિથ્યા છે, બધું માયા છે, એમ માની પ્રમાદમાં સરકી જવાય છે. અનુભવમાંથી સમજ પ્રગટે છે. સમજથી જીવનમાં ક્રાંતિ આવે છે. સંભાવનાઓ પડી છે, ફ્લાવરિંગ થશે.

         કોઇ આપણને બાંધતું નથી, આપણે બંધાવા માંગીએ છીએ. કુદરતે આંખો રુપ જોવા આપી છે. સામે અનંત દ્રશ્યો અને સુંદરતા સર્જ્યા છે. કાન અવાજ-સંગીત સાંભળવા આપ્યા છે. અનંત વાઇબેશન્સ, ગુંજનો સર્જ્યા છે. જીભ રસાસ્વાદ માટે આપી છે. અનંત રસથાળ બનાવ્યા છે. નાક સુગંધના આસ્વાદ માટે આપેલ છે. સુગંધની વિવિધતાનો ક્રિએશનમાં કોઇ પાર નથી. ચામડી સ્પર્શ માટે આપી છે. બહારના જગતમાં સંપર્કમાં આવવા અનંત દ્વાર બનાવ્યા છે..જુઓ, ચારેબાજુ  રસથાળ છે. આ વાસ્તવિક જગત છે.

      રસ લેવામાં વાંધો નથી, રાગનો વાંધો છે, આસક્તિનો વાંધો છે. ફરીને ફરી ક્યારે મળે ? બધુ મારી માલકિયતમાં ક્યારે અને કેવી રીતે આવી જાય ? એવો રાગ જન્મે છે, એવો મોહ જન્મે છે, તેનો વાંધો છે.

       તાદાત્મ્ય, રાગ, મોહ જન્મે એટલે ચિત્ત ભટક્યા કરે. જીવન ક્ષણિક છે, પરિવર્તનશીલ છે – એનો બોધ રાખી રસ લેવો. મોહ અને માયા – ‘હું’ અને ‘મારુ’, ‘અહંતા’ અને ‘મમતા’ હોય ત્યાં મોહ હોય, નિદ્રા જેવું. જે નથી છતા સાચુ લાગે ત્યાં માયા હોય, ભ્રમણા જેવુ.

         મોહમાયા બારામાં જાણવાથી કે ચર્ચા કરવાથી છુટાતુ નથી. ભીતર બોધ, જાગ્રતિ, અવેરનેસ હોય તો દેખાય. અંધારા રુમમાં પ્રકાશ કરીએ તો સઘળુ દેખાય. તેમ ભીતર પ્રકાશ આવે તો કોઇને પુછવું ન પડે. સીધેસીધું દેખાય. બિનજરુરી અથડામણોમાંથી છુટકારો સહજ થાય.

         કુદરતે બનાવેલા વાસ્તવિક જગતથી ક્યાંય દુર આપણે નિર્મીત કરેલા વ્યવહારિક જગતમાં એટલા બધા ઉલઝી ગયા છીએ કે કેટલાય સમય સુધી આપણને આપણા શરીરનો પણ બોધ રહેતો નથી. જીવ અને આત્મતત્વની વાત કોને કરવી?

~ બ્રહ્મવેદાંતજી

Advertisements

5 responses to “માયા – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju October 26, 2016 at 6:55 am

  ભીતર બોધ, જાગ્રતિ, અવેરનેસ હોય તો દેખાય. અંધારા રુમમાં પ્રકાશ કરીએ તો સઘળુ દેખાય. તેમ ભીતર પ્રકાશ આવે તો કોઇને પુછવું ન પડે. સીધેસીધું દેખાય. બિનજરુરી અથડામણોમાંથી છુટકારો સહજ થાય.
  ક્ષણે ક્ષણે સાવધાન રહેવું જરુરી

 2. La' Kant " કંઈક " October 26, 2016 at 7:52 am

  “જીવ અને આત્મતત્વની વાત કોને કરવી?”
  બેહોશી જ છે આસપાસ લગભગ !
  બહુ બેસીને ‘” મનની તશરીફ” એ -લા’ લાલ-લાલ-લાલ થઇ જાય
  સોચવાનું માર્યાદિત થાય તો રાહત !?

 3. La' Kant " કંઈક " December 30, 2016 at 6:24 am

  Ok……script gets converted automatically,some TECH.compatibility of FORMATit appears….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: