સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવનનું લક્ષ્ય – બ્રહ્મવેદાંતજી

       પૈસા કમાઇને જોઇ લીધું હોય, પદ-પ્રતિષ્ઠા મેળવીને જોઇ લીધું હોય, દેવદર્શન, પોથીપુરાણ, જ્ઞાનચર્ચાઓ કરી લીધી હોય પછી પણ, ભીતર અજંપો ચાલુ રહે. અંદર કંઇક ખુટે છે, તેનો અહેસાસ થતો હોય –  તો ખરી પ્યાસ જન્મવાની શક્યતાઓ વધુ.

જીવ થાકે તો પાકે.

      ફોલ્સ-પર્સનાલિટી, કાલ્પનિક, ભ્રામક આપાધાપીમાંથી તો તરત મુકત થવું પડે. એ તો પડછાયાનો પણ પડછાયો છે. પર્સનાલિટી, વ્યવહારિક જગતનો એક ઉપયોગ છે, એની જરુરત છે.  પણ એ જ જીવનનુ લક્ષ્ય નથી. જીવ રસ લઈ શકે તે માટે આયોજન કરવા પર્સનાલિટી સહયોગી બને તે જરુરી. જીવને સંગીતની મોજ હોય, યાત્રાઓ કરવી ગમતી હોય, ચિત્રકામ કે એવી કળાકારીમાં રસ આવતો હોય, જ્ઞાન-વિજ્ઞાન જાણવાનો રસ હોય. દરેક જીવને ક્યાંક તૃપ્તિનો અહેસાસ થાય એ રીતે આયોજન કરવું પડે. પર્સનાલિટીનુ જગત એને સહયોગી બને તે જરુરી.

     સમજીએ  –

     મગફળીના છોડનુ અવલોકન કરો. છોડ સૌ પ્રથમ પાંદડાંઓની ખૂબ વૃદ્ધિ કરે છે. ખૂબ પાન ઊગે છે. ખૂબ સૂર્યનો પ્રકાશ ઝીલાય છે. જીવનની એક સાઈકલ છે, દાણા બનાવવાના છે. પાંદડાં ખૂબ સૂર્યપ્રકાશ ઝીલી વૃદ્ધિ માટે રસ બનાવે છે. રસનો ઉપયોગ મગફળીનો છોડ સીધો દાણા બનાવવા કરતું નથી. છોડ પહેલાં તો મૂળ પાસે ફોતરાં બનાવે છે. ફોતરાંમાં પોલાણ રાખે છે. ફોતરું બની જાય એટલે છોડની ઇન્ટેલિજન્સ હવે ફોતરાં માં જતા રસને રોકે છે અને દાણો બનાવવા લાગે છે. દાણો એનું લક્ષ્ય છે. ફોતરું રક્ષણ માટે જરુરી છે. જાડું અને મોટું ફોતરું લક્ષ્ય નથી.

       માણસ ફોતરું મોટું  ને મોટું કરતો રહે છે, અને દાણો બનાવવાનું ચૂકી જાય છે. વ્યવહારિક જગતમાંથી ઘણું મેળવી લે છે, પણ અતૃપ્ત રહી જાય છે. એવું કેવું પ્લાનિંગ કરીને જીવ્યા કે, ન ભોગવી શક્યા, ન દઈ શક્યા અને જીવ મુંઝાયા કરે છે ? યુવાન શરીર હોય એટલે કલ્પનાની યાત્રાઓ થાય. ઘરડું શરીર થાય ત્યારે સ્મૃતિની યાત્રાઓ થાય. ભીતર સત્તા તરફની યાત્રા રહી જાય છે.

      જીવન ઊર્જાનો વ્યય અટકે, એ પ્રારંભિક જરુરિયાત. શરીર, ભાવ અને વિચારોના સ્તરે સતત  ઊર્જા વેડફાતી રહે છે, તે પહેલાં તો પોતાની સમજમાં આવી જવું  જોઇએ. ખુબ આપાધાપી થાય એટલે પીડા થાય.

 • શરીરની પીડાને વ્યાધિ કહે.
 • ભાવની પીડાને આધિ કહે.
 • વિચારોની પીડાને ઉપાધિ કહે.

     ત્રિવિધ તાપ અને જીવન પુરુ. જીવન અતૃપ્ત. જાગ્રત પુરુષો આ જ પ્રદેશોમાં સંવેદનાઓનુ સુખ, આહ્લાદ અને પ્રસન્નતા અનુભવે છે. આપણી ભૂલ ક્યાં થાય છે, તે માટે જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન જરુરી.

….. બ્રહ્મવેદાંતજી

6 responses to “જીવનનું લક્ષ્ય – બ્રહ્મવેદાંતજી

 1. vinoddhanak ઓક્ટોબર 29, 2016 પર 4:13 એ એમ (am)

  HU MANU CHHU KE

  MANNI KE VICHARONI PIDANE AADHI

  SHRIRNA ROGO ANE DUKHONE VYAADHI

  ANE

  AAPNI KOI BHUL NA HOY KE GUNHO NA HOY CHHTA PN DUKH KE TKLIF AAVE TENE UPADHI

  KHEVAY

 2. La' Kant " કંઈક " ઓક્ટોબર 29, 2016 પર 8:22 એ એમ (am)

  “…..અંદર કંઇક ખુટે છે, તેનો અહેસાસ થતો હોય – તો ખરી પ્યાસ જન્મવાની શક્યતાઓ વધુ.
  જીવ થાકે તો પાકે.ઘરડું શરીર થાય ત્યારે સ્મૃતિની યાત્રાઓ થાય. ભીતર સત્તા તરફની યાત્રા રહી જાય છે.જીવન ઊર્જાનો વ્યય અટકે, એ પ્રારંભિક જરુરિયાત!જાગ્રત પુરુષો આ જ પ્રદેશોમાં સંવેદનાઓનુ સુખ, આહ્લાદ અને પ્રસન્નતા અનુભવે છે. આપણી ભૂલ ક્યાં થાય છે, તે માટે જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન જરુરી. //
  – [….. બ્રહ્મવેદાંતજી]
  [આ વાતો સચોટ સોંસરી પેસી જાય તેવી કામની વાતો ને? શારીરિક પીડાને આધિ કહે./ભાવની પીડાને વ્યાધિ કહે./વિચારોની પીડાને ઉપાધિ કહે. ત્રિવિધ તાપ અને જીવન પુરુ.]
  આ હકીકતને કોઈ જ વીરલો ‘જાગૃત’જીવાત્મા ટાળી શકે !

 3. La' Kant " કંઈક " ઓક્ટોબર 29, 2016 પર 8:22 એ એમ (am)

  “…..અંદર કંઇક ખુટે છે, તેનો અહેસાસ થતો હોય – તો ખરી પ્યાસ જન્મવાની
  શક્યતાઓ વધુ.
  જીવ થાકે તો પાકે.ઘરડું શરીર થાય ત્યારે સ્મૃતિની યાત્રાઓ થાય. ભીતર
  સત્તા તરફની યાત્રા રહી જાય છે.જીવન ઊર્જાનો વ્યય અટકે, એ પ્રારંભિક
  જરુરિયાત!જાગ્રત પુરુષો આ જ પ્રદેશોમાં સંવેદનાઓનુ સુખ, આહ્લાદ અને
  પ્રસન્નતા અનુભવે છે. આપણી ભૂલ ક્યાં થાય છે, તે માટે જાગ્રત ચેતનાઓનુ
  માર્ગદર્શન જરુરી. //
  – [….. બ્રહ્મવેદાંતજી]
  [આ વાતો સચોટ સોંસરી પેસી જાય તેવી કામની વાતો ને? શારીરિક પીડાને આધિ
  કહે./ભાવની પીડાને વ્યાધિ કહે./વિચારોની પીડાને ઉપાધિ કહે. ત્રિવિધ તાપ
  અને જીવન પુરુ.]

 4. pragnaju ઓક્ટોબર 29, 2016 પર 10:02 એ એમ (am)

  જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન…સતત હોવું જોઇએ

 5. Vimala Gohil ઓક્ટોબર 29, 2016 પર 1:24 પી એમ(pm)

  -અંદર કંઇક ખુટે છે, તેનો અહેસાસ થતો હોય – તો ખરી પ્યાસ જન્મવાની શક્યતાઓ વધુ.
  -જીવ થાકે તો પાકે.
  -ઘરડું શરીર થાય ત્યારે સ્મૃતિની યાત્રાઓ થાય.
  -. આપણી ભૂલ ક્યાં થાય છે, તે માટે જાગ્રત ચેતનાઓનુ માર્ગદર્શન જરુરી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: