સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિધિઓ – બ્રહ્મવેદાંતજી

       ભીતર જાગૃતિની યાત્રા ચાલુ થાય ત્યારે સ્થુળ શરીર, ભાવ જગત અને વિચાર જગત વિરોધ ઊભા કરશે. હેબિટમાંથી મુક્ત થવું એટલું સરળ નથી. વિરોધના કારણે પીડા જન્મશે. આવી પીડા સાધકે ઝીલવાની છે. આવી પીડાથી ભાગવાનું નથી, પણ જાગવાનું છે. પીડાને સફરિંગ કહે છે. જાગૃતિ માટેની સફરિંગને કોન્શીયસ સફરિંગ કહે. અનનેસેસરી સફરિંગ અને નેસેસરી સફરિંગ  તો સંસારવ્યવહારમાં સતત ભોગવાતી હોય છે.  પણ જાગૃતિ વધારવા કોન્શિયસ સફરિંગમાંથી પસાર થવું પડે છે. આપણે ત્યાં એને તપ કહે.

    જાગૃતિ વધારવા વિધિઓ તો ઘણી આપવામાં આવે છે. પણ ચાલાક મન તેને મિકેનિકલ કરી નાંખે છે. શરીર વિધિ કરી નાંખે અને જીવ ભટકવા ચાલ્યો જાય ! સમાજ પ્રચારમાં, દેહ આચારમાં અને જીવ વિચારમાં ચાલ્યો જાય ! ધર્મના નામે આવું ઘણું ચાલ્યા કરે છે. પણ મનુષ્યનું રૂપાંતરણ અટકી જાય છે.

    ખેડૂત વાવણી કરે. છોડ ધીરે ધીરે મોટો થાય. ડુંડા બેસે. છોડનો કાળક્રમ પૂરો થાય. ડુંડા બેસે પણ તેમા દાણા ન બેઠા હોય તો ખેડુતને કેવી પીડા થાય? આખી સાઇકલ, મોસમ વ્યર્થ ગઇ. આપણો પણ આવો કાળક્રમ છે.

     આપણા ઋષિ મુનિઓએ અદભુત રહસ્યો માણ્યાં છે. ‘ઉર્ધ્વમુલ, અધઃ શાખા’ એમ કહે છે. મહા શૂન્યમાં શુદ્ધ ચૈતન્યનો વાસ. ત્યાંથી આદ્યશક્તિ ઉદભવી. શક્તિના સ્પંદનોમાંથી ઉદભવ્યો નાદ.  નાદનુ એટમિક સ્ટ્રકચર. નાદમાંથી સ્વર જન્મ્યા. સ્વર સાથે વ્યંજનના ઉપયોગથી બન્યા શબ્દો. શબ્દો અને વ્યાકરણની બની ભાષા.  ભાવને, પ્રતીતિને વ્યક્ત કરવા બની ભાષા. વાણી અને વિચારો ખૂબ હોય પણ ભાવ ન હોય, ભીતરની પ્રતીતિ ન હોય, તો જટિલતા વધી જાય.

     કોરા શબ્દોનો ફુગાવો.  વિચારોનાં વાદળાં. ચારે બાજુ જીવને ઝંઝાવાત. રસવિહીન જગત.

     મહાશૂન્યમાં આપણું ઘર. રિટર્ન-ટુ-સોર્સ, ફરી ત્યાં પ્રસ્થાપિત થવું હોય,  તો જે નિયમોથી બંધાયા છીએ, એ જ નિયમોથી છુટકારો. પછી ભીતરની અતૃપ્તિ શમે. અનુભવ અને પ્રતીતિના જગતમાં પુનઃપ્રવેશ અત્યંત જરુરી.

     વિજ્ઞાન ભૈરવ તંત્રમાં ૧૧૨ વિધિ આપી છે. આપણે શિબિરોમાં જોઇ ગયા.  શ્વાસના સહારે, પ્રાણના સહારે, ઇન્દ્રિયોની સંવેદનાઓને સહારે, શુન્યતાના સહારે, ભાવના સહારે અંતરયાત્રા શરુ થઈ શકે તે માટે વિધિઓ અપાઇ છે.

      ભાષા અને શબ્દો ખૂબ મહત્વના માધ્યમ છે. કોરા શબ્દો પ્રાણહીન છે. શબ્દો સાથે ધબકતા પ્રાણ ભળે તો પ્રાણવાન સાહિત્ય પ્રગટે.

       શબ્દો સાથે છલકાતો ભાવ હોય તો કાવ્યો, લાગણીભર્યુ સાહિત્ય પ્રગટે. શબ્દો સાથે જ્ઞાન, દર્શન સંલગ્ન થાય તો સૂત્રો જન્મે; યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, શિવસૂત્ર જન્મે. શબ્દો સાથે અસ્મિતાનો બોધ ભળે ત્યારે વર્ણવાય આત્મતત્વની અનુભૂતિ, અહમ્ બ્રહ્માસ્મિ અને તત્વમસિ ની ઘોષણા, ઉપનિષદો.

….. બ્રહ્મવેદાંતજી

Advertisements

2 responses to “વિધિઓ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju ઓક્ટોબર 31, 2016 પર 6:05 એ એમ (am)

  શબ્દનો મહિમા કઈ સંસ્કૃતિએ નથી કર્યો?
  પણ સરવાળે તો

  નેતિ..નેતિ…જ !

 2. La' Kant " કંઈક " નવેમ્બર 2, 2016 પર 6:58 એ એમ (am)

  “વાણી અને વિચારો ખૂબ હોય પણ ભાવ ન હોય, ભીતરની પ્રતીતિ ન હોય, તો જટિલતા વધી જાય.”
  શબ્દને ‘બ્રહ્મ’ પણ કહેવાયો છે ને?” સ્વામી આનંદ અને મકરંદ દવે “[ હિમાંશી શેલત દ્વારા સંકલિત ] ના પત્રોમાં આની જીકર સારી રીતે થઇ છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: