સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અતૃપ્તિ – બ્રહ્મવેદાંતજી

   સિક્યોરિટી – બીજને તૂટવું નથી, તો તે સલામત છે. ઇંડાને છોડી પક્ષીને બહાર આવવુ નથી તો તે સલામત છે. પણ લાઇફ પ્રગટ નહીં થાય. ફણગો જ ન ફૂટે તો ફ્લાવરિંગની વાત ક્યાં કરવી ?

     આપણે જીવન ઊર્જાનો ઉપયોગ રસપૂર્વક જીવવા ઓછો કરીએ છીએ. સુખપૂર્વક મરી શકાય તેવાં આયોજનો માટે તેનો ઉપયોગ કરીએ છીએ ! રસમય ક્ષણો સામે આવતી રહે છે, પણ આપણને લાઇફ-ઇન્સ્યોરન્સ ઉપર વધુ ભરોસો છે. વાસ્તવિક જીવન સાથે આપણો મિલાપ હમેશા વાસી હોય છે.

     ખેતરમાં મોલ લહેરાતો હોય, પણ ખેડૂતને એમ જ વિચાર આવતો રહે કે, ‘કેટલો પાક  ઊતરશે? કેવો ભાવ આવશે?’  તો લહેરાતા મોલની ખુશબૂ, તેની ગરીમા, કુદરતના અદભુત ક્રિએશનને એ માણી જ નહીં શકે. આપણા જીવનમાં સતત આવુ થતુ રહે છે –  એ દેખાય છે ?

      સ્વ’બોધની ક્ષમતા હોવા છતા માણસ બેહોશીમાં જીવવાનું પસંદ કરે, તો સજા મળવાની. પ્રકૃતિના ગહેરા નિયમો છે. અત્યારે મળેલા જીવનને સહજ  સ્વીકારો અને ચૈતન્ય તરફ અભિમુખ થાવ. ભાગવાનું નથી, જાગવાનું છે.

     અત્યારે મળેલા જીવનના બારામાં ફરિયાદ કોને કરશો ? અંહી ઇફેક્ટ કોઝ બને છે, અને કોઝ ઇફેક્ટ બને છે. ભીતરમાં જાગૃતિ વધશે, એટલે બધું સાફ સાફ દેખાશે. દેશી ભાષામાં કહે છે ને કે, દિલમાં દીવો કરી લો. ભીતરની જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બહારના જગતમાં કંઇ પણ બની જાવ, કંઈ પણ મેળવી લો, પણ ભીતર કંઇક ખૂટે છે તે અહેસાસ થતો જ રહેશે.

      ચૈતન્ય તત્વ, ડિવાઇન ફ્રેગમેન્ટ, આત્મસત્તા એવા નામથી ઓળખીએ છીએ તે સત્તા તો એવી ને એવી છે.  જીવ-સંસ્કારના માળખાનુ આડે આવરણ છે. જીવન શરુ થાય, સાથે આવેલા સંસ્કારોના પડળો ઊખડે, સાથે સાથે નવા પડળો વીંટળાતા જાય. જાગૃતિ ન હોય તો આમ બની જ જવાનું. જીવન પુરું થાય..નવા માળખાના સંસ્કાર એકત્રિત થાય, નવું બીજ બની જાય..વળી નવી સાઈકલ, નવા ટાઇમ સ્કેલ, નવા પ્લાનમાં ચાલુ થાય.

      આત્મસત્તાની અનુભુતિ થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી મુકી છે. તે સત્તાનું અનુસંધાન નહીં થાય, ત્યાં સુધી બધું મળતું રહેશે, ભોગવાતું રહેશે…પણ કંઇક ખૂટતું રહેશે. ભીતરમાં અતૃપ્તિ અનુભવાતી રહેશે.

….બ્રહ્મવેદાંતજી

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: