ઇન્દ્રિયો દ્વારા જે ઇમ્પલ્સિસ ભીતર દાખલ થઈ જાય છે, તેમાં ઊંચા ગ્રેડનો પ્રાણ, સૂક્ષ્મ એનર્જિ હોય છે. આ સૂક્ષ્મ એનર્જિનું સેન્સિંગ અને પછી ફિલિંગમાં રૂપાંતરણ થવું જોઇએ. પોતાની સાચી હાજરી અનુભવમાં ન આવતી હોય તેવા સમયે આ સૂક્ષ્મ એનર્જિ ભીતર પચતી નથી. આ સૂક્ષ્મ એનર્જિ મળરૂપે બહાર નીકળી જાય છે. આ ન પચેલો સૂક્ષ્મ પ્રાણ વિચારો રૂપે સતત વહેતો રહે છે. સતત વિચારો આવે છે, તેનું આ કારણ છે.
પોતાની હાજરી અનુભવાય તો આ સૂક્ષ્મ પ્રાણ ભીતર પચી શકે, તેને ઇમ્પ્રેશન ફૂડ કહે.
જાગવાની વિધી કરવાની છે. વિધિ લક્ષ્ય નથી. જાગરણ લક્ષ્ય છે. બોધ લક્ષ્ય છે.
વિધિ ચાલતી રહે, અને જીવ ભટકવા ચાલી જાય, તો વિધિ અર્થહીન બની જાય. છાશ વલોવવાની છે. માખણ છૂટું પાડવાનું છે. છાશમાં ફક્ત ફીણ-ફીણ થઈ જાય તો પ્રોસેસ અધૂરી. ઘણા સાધકો ખૂબ મહેનત કરે છે. ફીણ ફીણ થઈ જાય છે. ખરાબ અને વાસી ખોરાક સ્થૂળ શરીરમાં લઈએ તો સ્થૂળ શરીર માંદું પડે. ખરાબ અને વાસી ઇમ્પ્રેશન્સ સૂક્ષ્મ શરીરમાં લઈએ તો સૂક્ષ્મ શરીર, જીવ માંદો પડે. આખા દિવસની દિનચર્યા પર નજર રાખો. ખરાખોટા સમાચાર, કૂથલી, નિંદા, કેવો ખરાબ અને વાસી ખોરાક આપણા સૂક્ષ્મ શરીરને આપીએ છીએ તે જુઓ.
સૂક્ષ્મ શરીરની બીમારીને કારણે જીવ આટલી બધી પીડા અનુભવે છે. ભીતર જાગૃતિ વધતી જાય, તેમ તેમ ચિત્તનો ઠહેરાવ વધે. ચિત્ત લય પામતું જાય. વર્તમાન ક્ષણમાં વધુ ને વધુ રહી શકાય. પોતાની સાચી હાજરી અનુભવાય. હાજરી અનુભવાય તો ઇન્દ્રિયો દ્વારા આવતા સૂક્ષ્મ પ્રાણ ડાઇજેસ્ટ થઈ શકે. સંવેદનાઓનો રસ પ્રગટે.
- ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં ઇન્દ્રિયોનો રસ
- મુવિંગ સેન્ટરમાં કળા-કારીગરીનો રસ
- ફિલીંગ સેન્ટરમાં પ્રેમ-દયા-લાગણીનો રસ
- થિન્કિન્ગ સેન્ટરમાં જ્ઞાનનો રસ
કુદરત અખુટ ઇમ્પ્રેશન ફુડ આપતી રહે છે. ચારે બાજુ સુંદર ક્રિએશન છે, સુંદર દ્રશ્યો છે, રમણીય રંગોની વિવિધતા છે, સ્વરોની મહેફીલ છે, અદભુત નાદ છે, સંગીત અને વાઇબ્રેશન્સની ન કલ્પી શકાય એવી વિવિધતા છે, સુગંધોની દુનિયા ભરી પડી છે, વિવિધ સ્વાદથી ભરેલા રસથાળ છે. અને માણસ બેહોશ છે.
ઇમ્પલ્સિસ તો આવતા રહે છે. પણ લે કોણ ? ચાવે કોણ ? બેહોશીના કારણે સ્મૃતિ આધારિત, મિકેનિકલ ઓટો-રિફ્લેક્સિસથી ચાલતો રોબોટિક વ્યવહાર થઈ જાય છે. આને આપણે જીવન સમજીએ છીએ !
ભીતરની યાત્રા જેમ જેમ થતી જશે તેમ તેમ ગહેરા ભાવનો, પ્રેમનો, અનુગ્રહનો અનુભવ, નવા નવા દર્શન અને જ્ઞાનનો અનુભવ થતો જશે. હાજરી નહી હોય તો યંત્રમાનવ !
જીવન ઉર્જાની ચહલપહલ, સ્થુળ દેહ ક્યાંક, સુક્ષ્મ દેહ ક્યાંક અને જોનારો ગુમ.
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
ભીતરની યાત્રા જેમ જેમ થતી જશે તેમ તેમ ગહેરા ભાવનો, પ્રેમનો, અનુગ્રહનો અનુભવ, નવા નવા દર્શન અને જ્ઞાનનો અનુભવ થતો જશે.
SARAS