સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રસ અને રોગ – બ્રહ્મવેદાંતજી

    વિવિધ રચનાઓ ભરેલી આ દુનિયામાં ખેંચાણ તો થવાનું. ઓબ્જેક્ટમાં દ્રષ્ટિ જાય તેનો વાંધો નથી. ઓબ્જેક્ટમાં દ્રષ્ટિ ફસાયેલી રહે તેનો વાંધો છે – રસનો વાંધો નથી,  રોગનો વાંધો છે. કોઇ એવી વ્યવસ્થા કરવી પડે, જેથી ભીતરની યાત્રા બારામાં, ‘સ્વ’દર્શનના લક્ષ્ય બારામાં આપણી યાદ બની રહે. આપણે જોઇશું તો તરત સમજમાં આવી જશે કે, લક્ષ્ય વારંવાર ભુલાઇ જવાય છે.

     મંદિર, પૂજા, પ્રાર્થના, તિર્થયાત્રાઓ, આશ્રમો મદદરૂપ થઈ શકે.  પણ સાવધાની ન રહે, તો ત્યાંય ચિત્તનું ભટકન ઘટવાની જગ્યાએ વધી પડે, લક્ષ્ય ચૂકી જવાય. સંસારનો બોજો હોય તેમાં સાધનાનો બોજો આવી પડે

સારા કામ કરશું તો સારા થઈશું એમ નહીં,
પણ સારા થઈશું તો સારાં કામ થશે.

     પ્રકૃતિમાં જે શીખવા માંગે છે તેની પરીક્ષા લેવામાં આવે છે. પણ જે શીખવાડવા માંગે છે તેને પ્રકૃતિ શિક્ષા કરી શીખવાડે છે. વિજ્ઞાન ‘HOW’ નો ઉત્તર આપે છે. ‘WHY’ નો ઉત્તર તેના માટે કઠીન કામ છે – ઉપાય કરી લેવા, ઉપાધિ કરવી નહીં. પ્યાસ છે કે પ્યાસની ભ્રમણા છે – એ કોણ નક્કી કરે ? આપણે આપણી જાતને જોઇ લેવી પડે. ઘણી વાર ભ્રમણાની યાત્રા ખૂબ લાંબી થઈ જાય છે.

 • આત્મતત્વ સદાય વર્તમાનમાં છે.
 • સ્થૂળ શરીર સદાય વર્તમાનમાં છે.
 • સુક્ષ્મ શરીર સતત ભટકતુ રહે છે.
 • આ ત્રણેયને એક લાઇનમાં લાવી દો
 • – એ સાધના.

     ચિત્ત પોતાના સ્વરૂપમાં જવા ટેવાયેલું નથી. ચિત્ત ચૈતન્યને મળે અને ત્યાં ઓગળી જાય તેમ કરવાનુ છે. સતત અભ્યાસ જરુરી. આ છે ભીતરની યાત્રાનુ સારસૂત્ર.

….. બ્રહ્મવેદાંતજી

Advertisements

One response to “રસ અને રોગ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju November 7, 2016 at 7:16 am

  ધન્ય ધન્ય
  સરળ સમજ
  આત્મતત્વ સદાય વર્તમાનમાં છે.
  સ્થૂળ શરીર સદાય વર્તમાનમાં છે.
  સુક્ષ્મ શરીર સતત ભટકતુ રહે છે.
  આ ત્રણેયને એક લાઇનમાં લાવી દો
  – એ સાધના.
  ચિત્ત પોતાના સ્વરૂપમાં જવા ટેવાયેલું નથી. ચિત્ત ચૈતન્યને મળે અને ત્યાં ઓગળી જાય તેમ કરવાનુ છે. સતત અભ્યાસ જરુરી. આ છે ભીતરની યાત્રાનુ સારસૂત્ર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: