સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જ્ઞાન, ધ્યાન, ભાન- બ્રહ્મવેદાંતજી

      નો-સેલ્ફ, નિર્વાણ, નથીંગનેસ  એમ કહે. કારણ કે એ ‘થીંગ’ નથી. પ્રાપ્ત કરવાનું કોઇ ઓબ્જેક્ટ નથી. શૂન્યમાં ઊતરવાની વાત છે. શૂન્યમાં ઓગળવાની વાત છે. ચિત્તના ચૈતન્યમાં સંપૂર્ણ લયની વાત છે. જ્ઞાન, ભાન અને ધ્યાનની યાત્રા જયાં પૂરી થાય છે, ત્યાંની વાત છે. યાત્રાની શરૂઆત તો આપણે જ્યાં હોઇએ ત્યાંથી જ કરવી પડે. અત્યારે, આ ક્ષણે આપણુ ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે, તે જોવામાં આવે છે ? તટસ્થ ભાવે જોતાં જોતાં, જોનારો પ્રગટ થશે. અંતે તો જોનારાને જોવાનો…દેખ  લે દેખનહારા !

ભીતરની યાત્રા લાંબી લાગે છે; છે નહીં.

     અંતઃકરણના ચાર ઘટકો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના ભટકાવને કારણે આમ લાગે છે.

     મોહ અને માયા, તાદાત્મ્ય અને ભ્રમણા, હું અને મારું, ગહેરું આઇડેન્ટિફિકેશન. ‘છે’ એ સાચું ભાસે. આઇડેન્ટિફિકેશન તૂટે તો જ ખરી ‘AM’ness જન્મે. તે એમનેસ ઘનીભૂત થાય ત્યારે ‘IS’ness જન્મે. આ ‘IS’ ness ના વિસર્જનની, નિર્વાણની વાતો ખૂબ થાય છે. અત્યારે તો વર્તમાન ક્ષણમાં થોડી સેકંડોનો ઠહેરાવ પણ મુશ્કેલ છે.

        હજી કર્તા ખુબ સક્રીય છે.  ડિઝાયર ટુ ડુ, ડિઝાયર ટુ બીકમ, ડિઝાયર ટુ પઝેસ, અહંકારનુ સામ્રાજ્ય ! ઇગો પેસીવ થાય તો સેલ્ફ પરખાય. શરીરમાં વ્યાધિ, હ્રદયમાં આધિ, વિચારો માં ઉપાધિ. ફક્ત સમાધિની વાતોથી કાંઈ ન વળે.

       જે છીએ, જ્યાં છીએ તેનો સહજ સ્વીકાર કરી ત્યાંથી જ યાત્રાની શરૂઆત કરવી પડે. નહીં તો ભ્રમણાની યાત્રા ખૂબ લાંબી થઈ જાય, ભીતરની અતૃપ્તિ ત્યાંની ત્યાં રહે.

 • જ્ઞાન – KNOWLEDGE
 • ધ્યાન – ATTENTION
 • ભાન – AWARENESS
 • – આ ત્રણેય વધવા જોઇએ.

    જ્ઞાન હોય પણ ધ્યાન ન હોય તો સામે સત્ય હોય તો પણ દેખાય નહી. ધ્યાન હોય પણ જ્ઞાન ન હોય તો સત્ય ઓળખી ન શકાય. બાળક જેવુ જ્ઞાન હોય, ધ્યાન હોય, પણ તે તરફ ભાન ન હોય !

      ત્રણેયની સમ્યક યાત્રા, સહજ અવસ્થા, ભીતર તૃપ્તિ.

….બ્રહ્મવેદાંતજી

3 responses to “જ્ઞાન, ધ્યાન, ભાન- બ્રહ્મવેદાંતજી

 1. સુરેશ નવેમ્બર 12, 2016 પર 10:05 એ એમ (am)

  જ્ઞાન હોય પણ ધ્યાન ન હોય તો સામે સત્ય હોય તો પણ દેખાય નહી. ધ્યાન હોય પણ જ્ઞાન ન હોય તો સત્ય ઓળખી ન શકાય. બાળક જેવુ જ્ઞાન હોય, ધ્યાન હોય, પણ તે તરફ ભાન ન હોય !

  ત્રણેયની સમ્યક યાત્રા, સહજ અવસ્થા, ભીતર તૃપ્તિ.

  વન્ડર ફુલ

 2. pragnaju નવેમ્બર 12, 2016 પર 1:46 પી એમ(pm)

  ત્રણેયની સમ્યક યાત્રા, સહજ અવસ્થા, ભીતર તૃપ્તિ.
  સુત્રાત્મક સુંદર વિચાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: