સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રેમ – બ્રહ્મવેદાંતજી

     ટૂંકમાં કહેવું હોય તો પ્રેમ એ પરમાત્મા છે. ચુંબકના મેગ્નેટિઝમને કારણે લોઢું ખેંચાય છે. ફૂલ ઊગતા સૂર્ય તરફ જાય એ પણ મેગ્નેટિઝમ છે; પણ એ બાયો-મેગ્નેટિઝમ છે. વીજળીનો પ્રવાહ જ્યાં જ્યાં હોય ત્યાં હંમેશાં મેગ્નેટિઝમ હોય છે. આપણને બહારની વીજળીનો ખ્યાલ છે. દરેકના શરીરમાં પણ મેગ્નેટિટીઝમ,  બાયો-ઇલેક્ટ્રિસિટી છે. આપણે તેને પ્રાણ કહીએ છીએ. પણ આપણે આ પ્રાણને બહુ ઓળખતા નથી, અને બહારની ઇલેક્ટ્રિસિટીને પણ ક્યાં ઓળખીએ છીએ ? સ્વિચ જ દબાવતાં આવડે છે!

     જ્યાં ખોરાક છે ત્યાં કુદરતે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ કરેલ છે. જે વસ્તુ ભાવતી હોય ત્યાં આપણુ ચિત્ત ખેંચાય છે અને ચોંટી જાય છે ! આ મેગ્નેટિઝમ છે. આપણને એટલી ખબર પડે કે, જીવ ચોંટી ગયો છે અને હવે ઉખડી ગયો ! વસ્તુમાં જીવ ચોંટે અને ઉખડી પણ જાય છે. આપણા મેગ્નેટિઝમમાં ભરતી અને ઓટ આવ્યા કરે  છે.

     સંસારી જીવ ગમે તે ભાવને પ્રેમનુ નામ આપી દે છે. તે શરીરને ‘હું’ કહે છે, અને ‘અહમ્’ ને આત્મા કહે છે. એને તો એક કપ આઇસક્રીમ ખાવા મળે તો કહેશે આનંદ આવી ગયો ! આનંદ તો આત્માની અનુભૂતિ થવાથી આવે. સંસારી જીવો એકબીજાને ઘડીક મળે તો કહેશે આનંદ આવી ગયો. પણ ચિત્ત આત્મસ્મરણમાં જાય તો જ સાચો આનંદ થાય. આપણે ભૂખ-તરસની તૃપ્તિ અને ઇન્દ્રિયના વિષયની તૃપ્તિને આનંદ કહીએ છીએ. જ્યાં ખેચાણ થાય તેને પ્રેમ કહીએ છીએ. પ્રેમ શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે !

       પ્રેમતત્વ તો દિવ્ય છે. તે સર્વવ્યાપી છે. પ્રેમતત્વ એવું છે કે, તેમાં ક્યારેય ગાંઠ પડતી નથી. ગાંઠ અહમ્ ને પડે. આત્મા એ પરમાત્માનો અંશ છે. પ્રેમ એ પરમાત્મા છે, ત્યાં ક્યારેય ગાંઠ ન પડે. આપણે પ્રેમના નામે છેતરાઇએ છીએ. શરીર અને ઇન્દ્રિયોના આકર્ષણને પ્રેમ કહીએ છીએ. આ આકર્ષણમાં ઊબ આવે છે. પ્રેમમાં ક્યારેય ઊબ આવતી નથી. પ્રેમ શાશ્વત છે. તે ક્યારેય મરતો નથી પણ વધતો જાય છે. પ્રેમની પ્રતીતિ થાય તો મન નિષ્કામ અને નિર્વિચાર બની જાય. બુદ્ધિ નિશ્ચલ બની જાય. જ્યાં પ્રેમતત્વ હોય ત્યાં અહમ્ ક્યારેય હોઇ શકે નહી.

     ફરીને કહું, પ્રેમ એ પરમાત્માનુ સ્વરૂપ છે.

…..બ્રહ્મવેદાંતજી

5 responses to “પ્રેમ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju નવેમ્બર 16, 2016 પર 7:32 એ એમ (am)

  પ્રેમ એટલે – મગજમાં સેંકડો તરંગ જાગે
  હૈ ઇશ્ક નહીં આસાન ઇતના સમઝ લીજીયે
  યે આગકા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ ! ગાલિબ
  ખુશરો દરિયા પ્રેમકા ઉલ્ટી ઉસકી ધાર
  જો ઉતરા સો ડૂબ ગયા જો ડૂબા સો પાર ! ખુશરો
  એકાદ હોય તો તેને છુપાવી શકું ‘મરીઝ’ ,
  આ તો પ્રેમ છે એનાં પુરાવા હઝાર છે !
  મિલન કરાવે મૈત્રી , જુદાઇ સતાવે પ્રેમ
  હસાવે છે મૈત્રી , રડાવે છે પ્રેમ
  બોલે તે મૈત્રી , ચૂપ રહે એ પ્રેમ તો પણ
  લોકો મૈત્રી છોડીને કેમ કરે છે પ્રેમ ?
  ગમે તેટલી વેદજુની વેદના તો જુની જ હોવાની ,
  રૂપાની દિવડીમાં વાટ તો રૂની જ હોવાની ,
  નહીં મેળ બેસે એમનો કદી કાનુનથી ‘ ઘાયલ ‘
  મહોબ્બતની દલીલો તો ગેરકાનુની જ હોવાની ! ઘાયલ
  પ્રેમનું ગણિત જ અલગ છે – જેટલું જતું કરો તેટલું મેળવો !
  ઇસ દુનિયામેં અય દિલવાલો દિલકા લગાના ખેલ નહીં ,
  ઉલ્ફત કરના ખેલ હૈ લેકીન કરકે નિભાના ખેલ નહીં !
  હોય ઇશારા પ્રેમનાં એના ના કોઇ પીટે ઢોલ ,
  બેઉ ગુમસૂમ સૂનમૂન તોય આંખો બોલે બોલ ! અને
  અમારા દીકરાએ…
  રાજકોટ મહાનગર પાલિકાનાં નાયબ કમિશ્‍નર શ્રી પરેશ વ્‍યાસ ની કલમે આલેખાયેલા ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રેમ વિષેની વિશ્‍વની શ્રેષ્‍ઠ ટૂંકી વાર્તાઓના અનોખા સંગ્રહ ‘પ્રેમ એટલે કે…’
  સાદર વંદન સાથે પૂ બ્રહ્મવેદાંતજી ની સુત્રાત્મક વાત પ્રેમ એ પરમાત્માનુ સ્વરૂપ છે.

 2. chaman નવેમ્બર 16, 2016 પર 10:24 એ એમ (am)

  વાંચીને અમલ કરવું ક્યાં સહેલું છે!
  સુરજ પહેલાં જાગ્યા તો એ વહેલું છે!

  • Sharad Shah નવેમ્બર 16, 2016 પર 11:03 એ એમ (am)

   આપણું દુખ આપણે સહેલું છે.
   દુખનુ કારણ મન રહેલું છે.
   જેમને થયુ આત્મદર્શન તેમણે
   પ્રેમ પરમાત્મા જાણીને કહેલુ છે.
   આપણા માટે તો કોઈએ કહેલું છે.
   જાગ્યા એટલે સવાર, પગલું પહેલુ છે.

 3. Anila Patel નવેમ્બર 16, 2016 પર 10:48 એ એમ (am)

  Prem shashvat chhe pan aham takaray ane prem tootato lage, chitt shant thata premno punrjanm thay. Sacho prem aatmana undanmathi sarjayelo hoy chhe.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: