સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મોજ – બ્રહ્મવેદાંતજી

    જે કાયમ છે, એનો સંગ કરીએ તો કાયમ માટે મોજમાં રહી શકાય ! મોજનું કારણ બહાર નથી, પણ તમારી અંદર છે. મને આ પકડાઈ ગયું છે. મોજ છટકી જવાનું કારણ એ છે કે, આપણે પ્રતિબિંબને પકડીએ છીએ. પકડવાનું છે બિંબને. મોજ બહાર નહીં, ભીતરમાં છે. માણસ પૈસા કમાવા દોડ્યે જાય છે. આમ દોડવાથી પૈસા મળે, પરંતુ મોજ ન મળે. સંસાર વ્યવહારમાં બહાર દોડીએ તે ઠીક છે, પરંતુ ધ્યાન ચિત્ત ભીતરમાં રાખવું પડે. બહાર બધી પ્રવૃતિઓ કરીએ, પણ ઘેર આવીએ ત્યારે અંદર ઊતરવું જોઇએ. શ્રીમદ્ રાજચંદ્ર ધંધો કરતા પણ ધંધાનું પતી જાય પછી ભીતરમાં તાર જોડી દેતા. એમની પાસે મોજની આ માસ્ટર-કી હતી.

    ગુર્જિએફ જેને આત્મસ્મરણ કહે છે; આપણે જેને આત્મા કહીએ છીએ – ત્યાં સૂરતા લગાડી દઈએ. સંસારની પ્રવૃતિમાં જરા પીડા જેવું લાગે ત્યારે ભીતરના ધ્યાનનું પાણી પી લેવું –  બહુ મોટી વાત નથી. પણ તકલીફ એ છે કે, આપણી ખોજ ઊંધી દિશામાં છે. આપણે એ દિશાને જ બદલવાની છે. આપણે નાની-નાની વાતમાં ગંભીર થઈ જઈએ છીએ. ગંભીર થવાથી મોજ ક્યાંથી આવે ? આ વાત વિચારવાની નથી, જીવવાની છે. અત્યારે જ જીવી લો. ઠીક લાગે તે કરો, પણ મોજથી કરો. શું કરવું એ મહત્વનું નથી, પણ કઈ રીતે કરો છો, તે મહત્વનું છે.

      મોજ માટે સમજવા કે વિચારવાનું નથી, પણ જીવવાનું છે. ખેતી કરતા હો તો ખેતી; પણ તે મોજથી કરો. લગ્ન કરવા છે, તો મોજથી કરો. આશ્રમમાં રહો, તો મોજથી રહો. મારે ખાવા જોઇએ છે, એમ તમારે પણ ખાવા જોઇએ છે. હું જે કરું છું,  તે મોજથી કરું છું, તમે લમણે હાથ દઈને કરો છો ! સંસારી અને સન્યાસીમાં ફરક માત્ર આ મોજનો છે. હસો, ખેલો, ધ્યાન ધરો. પરમાત્મા તો બધે છે.

    ગાડીમાં બેઠાં પછી બધું જોવાની મજા આવે છે. અને આપણું સ્ટેશન આવે, ત્યારે ઊતરી જવાનું છે.

   તો મોજ માણોને !

…..બ્રહ્મવેદાંતજી

2 responses to “મોજ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju નવેમ્બર 19, 2016 પર 7:56 એ એમ (am)

  ગાડી બેઠાં પછી બધું જોવાની મજા આવે છે. અને આપણું સ્ટેશન આવે, ત્યારે ઊતરી જવાનું છે.

  તો મોજ માણોને !

  Gaman Santhal મોજ મોજ મોજમાં રેવું – YouTube
  Video for મોજમાં▶ 1:33

  Oct 15, 2016 – Uploaded by Superhit Gujarati Song
  Gaman Santhal મોજ મોજ મોજમાં રેવું. Superhit Gujarati Song. SubscribeSubscribedUnsubscribe 00. Loading… Loading ..
  મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
  અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

  સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
  યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
  મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

  ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
  ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
  આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

  લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
  જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

  રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
  કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
  કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

 2. Vinod R. Patel નવેમ્બર 19, 2016 પર 1:40 પી એમ(pm)

  ભીતરમાં જો મોજ ના હોય તો બહારની મોજ એ એક બોજ છે .

  કસ્તુરી મૃગ જેવા છીએ આપણે. બહાર મોજની સુગંધ પામવા માટે બધે ફરી વળીએ છીએ પણ એ સુગંધ કસ્તુરી મૃગની જેમ નાભી- અંતરમાં જ હોય છે.

  ટૂંકો પણ ખુબ જ પ્રેરણાદાયી લેખ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: