સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એકલતા અને શોખ – બ્રહ્મવેદાંતજી

     અસ્તિત્વમાં બધાં એકબીજા સાથે જોડાયેલાં છે. બીજને ધરતીમાં વાવવાથી તે ધરતી અને આકાશ બન્ને સાથે સંબંધ સ્થાપિત કરે છે, તેથી તે ખીલે છે. આપણે ધરતીનું જોડાણ ગુમાવીએ છીએ. આપણા બનાવેલા રીત-રિવાજ, ભાષા અને નિયમોને કારણે જીવ ગુંચવાતો જાય છે. મનુષ્ય રમત બનાવે છે રમવા માટે, પરંતુ તેને અહંકાર અને કામના પકડી લે છે.

    વ્યક્તિ ધ્યાનમાં ઊંડી ઊતરે ત્યારે તેને એકલવાયું ક્યારે ય ન લાગે કારણ કે, ધ્યાન અને પ્રેમ એક જ સિક્કાની બે બાજુઓ છે. મનુષ્ય સંસારમાં સામાજિક પ્રાણી છે. માણસો સમૂહમાં રહીને એકબીજા સાથે લડે છે, ઝઘડે છે, ભાષણો આપે છે, સંસારની જવાબદારીઓ વહન કરે છે. એકલો પડે ત્યારે બારીબારણા બંધ કરે, કેસેટનો સહારો લે…અને નિંદર આવે તો સૂઈ જાય. નિંદર આવવી એ કુદરતી છે પણ આ બધામાં એકલતા લાગે તો રસ્તો ચુકાઇ ગયો.

     એકલવાયું લાગે તો એને જોવું. સંસારનો તાપ આકરો છે, પણ જાત સાથે રહેવું તે એનાથી પણ આકરું છે. બહુ વસમું લાગે છે. આપણો ઉછેર સમાજની વચ્ચે થાય છે. મજુરી કરતી સ્ત્રી બાળકને ખવડાવી-ધવડાવીને કુદરતના ભરોસે મુકી દે છે. આવા બાળકને એકલવાયા હોવાના સંસ્કાર પડે છે. તેને એકલવાયું લાગે જ નહી. પડ્યે  પડ્યે તારા જુએ, ઝાડ જુએ, ઊડતા પંખીઓ જુએ, પંખીઓ સાથે વાતો કરે. પ્રતીતિની દ્રષ્ટિએ એનો જીવાત્મા સમૃદ્ધ હોય છે. શહેરમાં ઊછરતા બાળકને બંધ ફ્લેટમાં ઉછરવું પડે છે, તે બહાર નીકળી ન શકે. એટલે તેને એકલા રહેવાના સંસ્કાર મળતા નથી. તેનામાં સમાજની વચ્ચે રહેવાના જ સંસ્કાર પડે છે. પછી એકલા રહેવામાં તેને પીડા થાય છે.

       ધીરે ધીરે પોતાની જાત સાથે રહેવાનો અભ્યાસ કરવો જરુરી છે. પોતાની અંદરથી મોજ લેવી એ એક કળા છે, જે શીખવી પડે છે. પોતાના શોખ શોધી લેવા પડે. સવારથી સાંજ સુધી એવી પ્રવૃત્તિઓ કરીએ કે મોજ આવે. ભીતરમાં જીવીએ. દરેક પરિસ્થિતિમાં મોજ આવે છે.

      ધ્યાનની અવસ્થામાં રહેવા માટે કોઇ શોખ કેળવવો, પણ તે પોતાને માટે. જે કંઈ કરીએ તે મોજથી કરીએ. એકલા રહીને ધરાઇ જઈએ ત્યારે સમાજમાં- બહાર આવી શકાય. બધા સામાજિક પ્રાણી છે; અને આપણે એમાંના એક છીએ. ભીતરમાં એક તત્વ એવું છે, જે જોયા કરે છે અને પ્રકાશ પણ આપે છે.

    એક વાર તે પકડતા આવડે તો પછી યાત્રા સડસડાટ થાય છે !

…… બ્રહ્મવેદાંતજી

Advertisements

3 responses to “એકલતા અને શોખ – બ્રહ્મવેદાંતજી

 1. Jayshree Desai November 21, 2016 at 9:11 am

  Sureshbhai. Namaskar.jeevandarshan articles are very soothing.From where do u get all these? A ny book of Shree Brahmvedant swamiji
  .????

 2. pragnaju November 21, 2016 at 4:57 pm

  જે કંઈ કરીએ તે મોજથી કરીએ. એકલા રહીને ધરાઇ જઈએ ત્યારે સમાજમાં- બહાર આવી શકાય.
  સચોટ વાત

 3. La' Kant " કંઈક " November 22, 2016 at 7:35 am

  “સુ.જા. દાદૂ , અભિનંદન .
  ” સ્ક્રેચ ” જેવી પરાક્રમી પ્રવૃત્તિ છોડી , કંઈક’ વધુ અર્થપૂર્ણ કાર્ય …. [ યથા-શક્તિ-મતિ ગતિ પકડી છે .]
  તેનો સહ-આનંદ ! બેહતર ધ્યેય લક્ષી આયામ જીવનનો !
  વિચાર ઉપસે છે . :- ‘ આપણને ત્રણેયને કુદરતે કેમ/શામાટે? ભેગા કર્યા ? ‘કંઈક’ અવળી/ઉલટી કે જુદી દિશાનું સુઝે છે ક્યારેક ! વધુ નાવીન્યપૂર્ણ મળી જાય છે / પમાય છે ,તેની આનંદ મ્હાણ ઓછી નથી !

  “એકલા રહીને ધરાઇ જઈએ ત્યારે સમાજમાં- બહાર આવી શકાય.”..+.”એક વાર તે પકડતા આવડે તો પછી યાત્રા સડસડાટ થાય છે !” તમારી મૂકેલી વાત-મુદ્દો સાવ સાચો !
  “પકડતા આવડી જાય (?)” પકડવા-છોડવાનો આયાસ જ અર્થહીન ! ભ્રમ-પૂર્ણ એપ્રોચ ન કહેવાય ?
  ” જે છે તેને” સમજવું,જોતાં રે’વું,માણવું ! એ જ અગત્યનું નહીં ?’ ઇનર એન્જીનીયરીંગ’નો તાગ મેળવવો ,અનુભવી જોવું .વધુ અગત્યનું !

  ભીતર-બહારના નિયમો તાત્ત્વિક રીતે વિપરીત જ હોવાના ! કુદરતી એક પ્રક્રિયા સહજ ઘટે છે…. એકલા રહીએ….તો બાહ્યના ‘પ્રલોભનો ‘ પડકારતા ઉભાજ હોય છે ! તમારું ભીતરનું પોત કેટલું ‘સઘન/ગાઢ/ઘટ્ટ ‘ કે ‘પાતળું’ છે તેની ઉપર પકડાયેલું,ઝીલાયેલું ટકી શકવાની અવધિ આધારિત હોય છે ! [તમે ‘કંઈ યે ‘પકડી શક્યા?]
  તમે આયાસપૂર્વક કંઈ કરો ત્યારે ,વિરુદ્ધ દિશાનું પ્રત્યાઘાતી પરિબળ “રિફ્લેક્ષ- -એક્શન” ની જેમ , ” સાથે સાથે જ ઇમર્જ” (simultaneously upsurge) થતું હોય છે …. બેલેન્સિંગ/સમતુલા ખાતર .એવું અનુભવાયું છે . સૂક્ષ્મ શક્તિ ની ચાલ જ એવી ! તમે શરીર સંકલ્પ-પૂર્વક ડાબે ઝુકાવો તો શુક્ષ્મ શરીર તરત જ ઉલટી દિશામાં વાલી સમતોલ રાખવાની પ્રક્રિયા શરુ કરી ડે,તમે પડી ન જાઓ એટલે આ કુદરતનું ,એક સ્વયં-સંચાલિત પ્રક્રિયાગત તત્વ તમે માર્ક કર્યું છે? બીજું તમે એક શુભ સંકલ્પ કરો અને તમારા શ્રધ્ધા-વિશ્વાસ ચકાસવા( કેટલા પાકા છે ?) ચેલેન્જ/પડકાર/અવરોધ/અડચણ પણ આવવાના જ એની પણ ખાતરી અને તૈયારી રાખવી પડે તમારી ‘દૃઢતા ની કસોટી/પરીક્ષા થાય જ !……
  એકલા રહેવાનો ચસ્કો-નશો-વ્યાસન તો ઉદ્દાત તત્ત્વ ! ભીનાશ-રહિતતા (સૂકાપણું) / ડ્રાયનેસ ન હોય ‘સુખાનંદ’ પૂલક્ભાવ હોય તે ‘વૃતિ-પ્રવૃત્તિ ‘ સારી જ .પ્લેઝર પણ જરૂરી ,પણ એ ‘આનંદ’ હોય તો બેહતર,યોગ્ય નહીં ?

  ‘I CELEBRATE MY SOLITUDE’ ,ENJOY. બ્લીસ્ફૂલનેસ ECSTASY -આહલાદ માત્ર …. એ કાયમ ન ટકે દેહમાં ! એ ક્ષણિક જ હોય !

  “ધ્યાનની અવસ્થામાં રહેવા માટે કોઇ શોખ કેળવવો, પણ તે પોતાને માટે. જે કંઈ કરીએ તે મોજથી કરીએ.”
  ધ્યાન સહજ ઘટે ને? ” અવસ્થામાં રહેવાનું ” સ-પ્રયત્ન ? અસહજ /અકુદરતી નહીં ? શોખીયા પ્રવૃત્તિ ,એક આભાસ આપે, ‘ફોકસ્ડ અટેનશન’ હોઈ શકે ,પણ “ધ્યાનમાં કેવી રીતે કેવી રીતે સહાયક બને ?
  ‘ ધ્યાન ‘ એ તો , ‘અકળ ચૈતન્ય શક્તિ’ સાથે યોગ સધાયાનું – [સંલગ્ન થયાનું મેહસૂસ થવું તે જ! ]પ્રમાણ ! ( જે માત્ર અનુભૂતિ જ હોય (FEEL કરી શકાય રોકડો “એહસાસ” જ !)

  તમારા અને શરદભાયાની વાતોનો ઇન્તેઝાર તો સ્વાભાવિકપણે રહે જ …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: