મારી મુશ્કેલી એ છે કે, જે વસ્તુ જીવવાની છે, એને કહેવી પડે છે ! બરફીનો ટુકડો ખાવાનો હોય અને એને સમજાવવા જઈએ તો ગોટે ચઢી જવાય. જીવન જીવવા માટે છે. અમુક વાત નથી સમજાતી, માટે તેનુ મૂલ્ય નથી, તેની કિંમત નથી. આપણે જે રીતે જીવીએ છીએ તે જોતાં જીવનનુ મૂલ્ય નથી સમજતા. જીવનનું મૂલ્ય સમજાવવા માટે પ્રવચનો, ઉદાહરણો આપવા પડે છે. સવારથી સાંજ સુધી વ્યવહારો ચાલે છે. ધાર્યું બધું થતુ નથી. બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય, એમાં જીવ બાળવો કે મોજમાં રાખવો એ આપણા હાથમાં છે. બજારમાં દાગીનાથી લઈને દાળીયા સુધી બધું મળે છે. પૈસા ક્યાં વાપરવા; બજારમાંથી શું લેવું તે આપણા હાથમાં છે !
જીવનમાં જે કંઇ પ્રસંગ બને, એમાં જીવ બાળવો ન જોઇએ. આ આપણા હાથમાં છે. જીવનું મૂલ્ય છે. જીવ ન બળે એ માટે સાવધાની રાખવાની છે. ગેસ બળતો હોય તો ઠારી નાંખવાનો છે. આપણને ‘ભાન’ નથી રહેતું એટલે નાની-મોટી વાતોમાં જીવ બાળ્યા કરીએ છીએ. આપણે પગે ચાલતા હોઇએ અને કોઇ ગાડીમાં બેસી પસાર થાય તે જોઇને ઇર્ષ્યા-અદેખાઇ આવે અને જીવ બળે – એ આપણું અજ્ઞાન છે. બીજાના ભાણામાં લાડુ જોઇને જીવ બળે છે. શીખવાનું એટલું જ છે કે આપણા ભાણામાં રોટલી-શાક હોય તેનો અનુગ્રહ માનીને મોજથી ખાઇ લેવું જોઇએ..આ મન થાય અને ખીજ ચડે તો માનવું કે રસ્તો ચૂકાઇ ગયો !
અંદર જ્યારે ઇર્ષ્યા હોય ત્યારે ભાન નથી રહેતું કે, શું બોલાઇ જાય છે? જીવનમાં સરળતા આવે ત્યારે જીવવાની મજા આવે છે. જીવ શા માટે બાળવો ? પરિસ્થિતિઓ સ્થિર નથી, તે બદલાયે જાય છે. જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ તો આવે. ચીજવસ્તુઓના ભાવ વધે, સારી રીતે રહેવા ન મળે, કોઇ અપમાન કરે…આવું બધું તો થયા કરે. પણ આપણે દ્રષ્ટાભાવથી જોયા કરવાનું છે. જીવ બળ્યા વિના ન રહે, તો સાવધાનીથી ત્યાંથી દૂર હટી જવું. અદેખાઇ કે ઇર્ષ્યા ન આવે એવી સ્થિતિ તો ધ્યાનની અમુક અવસ્થા પછી જ આવે છે.
વારંવાર મોજ લેવાનો અભ્યાસ કરવો. એકલા હોઇએ તો એકલાનો અને સાથે હોઇએ તો સાથેનો આનંદ લઈ લેવો. આનંદ લેતાં ન આવડે તો જીવ તો બાળવો જ નહી. ન ગમે તેની ઉપેક્ષા કરવી. બીજાના સુખમાં આપણું સુખ છે, એની પ્રતીતિ કરીને મૈત્રીભાવ કેળવવો. દુલા કાગે કહ્યું છે;
‘તારા આંગણે કોઇ આશાભર્યો આવે તો આવકારો મીઠો આપજે’.
કોઇની સાથે વિચાર કે ભાવથી ન ફાવે તો ભલે ન ફાવે, પણ જીવ ન બાળવો. જમવામાં દૂધપાક અને ચટણી પીરસાય. ચટણી ન ફાવે તો એકબાજુ મુકી દેવી ! નકારાત્મક ભાવને વ્યક્ત ન કરવો. જીવનમાં જે કંઈ ઘટના બને તે ઘટનામાંથી મોજ લઈ લેવી.
એક વાર જીવવાની નેક આવી જાય પછી તો કુદરત મદદ કરે છે !
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીએ મારા મનની જ વાત કરી. અને તે અંગત રુચિની. દરેકના. જીવનમાં એવી ઘણી ઘણી વાતો, જે સામાન્યરીતે મોટા જનસમાજને ગમતી હોય પણ, સરસ હોય પણ રુચિ ન હોય. રુચિ નથી…કશો વાંધો નહિ. માનસશાસ્ત્ર ભણ્યા વગર પણ કહી શકાય કે જો તમને રસ ન હોય તો એમાં ગિલ્ટી ફિલિંગ ન રાખવી જોઈએ કે બધાને ગમ છે અને મને કેમ નથી ગમતું. નથી ગમતું….બસ નથી ગમતું. એમાં દેખાદેખીનો અપરાધ ભાવ ન હોવો જોઈએ. જો અપરાધભાવ આવશે તો તમારા મન પર અન્યનું આધિપત્ય આવી જશે. હું રોટલી અને ગરમ દાળ ખાવાને ટેવાયલો છું અને મને સૌરાસ્ટ્રનો બાજરાનો રોટલો ને ઑળો નથી ભાવતો. તો હું વિનય પૂર્વક બાજુ પર મૂકી દઉં. સવામીજીએ સરસ વાત કરી. સુરેશભાઈ આ તમે અડધી રાત્રે જાગીને પોસ્ટ કર્યું?
thanks for sharing very useful thoughts 🙂 made my day. thanks