સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વર્તમાનમાં જીવન – બ્રહ્મવેદાંતજી

     ઓશોએ સરસ ઉપાય બતાવ્યો છે. શરીરમાં લોહી દોડે છે તેને આપણે દોડવા દઈએ છીએ. એવી રીતે વિચાર ચાલે છે, તો ચાલવા દો. વિચાર જિદ્દી છે. જેમ જેમ કાઢવા જઈએ તેમ તેમ ફરી ફરીને પાછા આવ્યા કરે છે. આપણે જે કરવાનું છે તે – તેને ચાલવા દઈએ. તેનાથી દૂર ચાલ્યા જવાનું છે. ઓશો કહે છે

 ‘તૈરો મત; બહો’.

      વિચારનો પ્રવાહ ચાલતો હોય તો સાથે વહેવું, કરવું કશું નહીં. તટ ઉપર ઊભા રહીને નદીના પ્રવાહને જોઇએ છીએ, એમ જોતા રહેવું. સારા કે ખરાબ – જે કંઇ વિચાર આવે તેને જોઇ લો. આવતા વિચાર સાથે રાગ કે દ્વેષ ન રાખવો. ખરાબ કે ભયના વિચારથી ભયભીત થઈ જવાય છે; તેથી જે વિચાર આવે તે ભલે આવે, તેને માણવા. જે કંઇ વિચાર આવે તેની સાથે વહેતાં જવું. પ્રયોગ કરવાથી ખ્યાલ આવશે કે વિચારપ્રક્રિયા સાથે કેવો વ્યવહાર કરવો. જીવવા માટે વિચાર પ્રક્રિયાને કેળવવી પડે.

     વિચાર મોટે ભાગે ભુત કે ભવિષ્યકાળના આવે છે. વર્તમાનમાં રહેવાનું શરુ કરીએ, એટલે વિચારનું જોર ઓછું થઈ જશે. વર્તમાનમાં રહેવું એ એક કળા છે. વર્તમાનમાં જે કંઇ સામે આવે તેનો સ્વીકાર કરવો. ગમે તે આવે, પણ તેનું ભાન હોવું જોઇએ. આ ભાન રહે તેને ‘અવેરનેસ’ કહે છે. પસંદગી પ્રત્યે સભાન રહેવાનું છે. જોવું.. પણ કંઇ પસંદગી ન કરવી. ધ્યાનમાં પસંદગી ન હોય.

       ભીતરમાં એક સત્તા પ્રકાશમાન છે. તેમાં જે કંઇ વિચાર આવે, જે કંઇ થાય, કરવાનું કશું નથી. કૃષ્ણમૂર્તિ તેને ‘ચોઇસલેસ અવેરનેસ’ – પસંદગી વગરનું અવધાન કહે છે. શ્રી કૃષ્ણ તેને સાક્ષી કહે છે – જે કંઇ છે તેને માત્ર જોયા કરવાનું.

      ઉપનિષદમાં એક કથા છે. એક ઝાડની ડાળી ઉપર બે પંખી બેઠાં છે. એક પંખી ઊડાઊડ કરે છે, અને બીજું તે જોયા કરે છે. રૂપક છે. આપણું ચિત્ત ભટક્યા કરે તે વ્યવહારિક છે.  અંદર એક સત્તા છે, એક સ્વરુપ છે જે માત્ર જોયા કરે છે. જે જોયા કરે છે, તે આપણું અસલ સ્વરૂપ છે.

     ઓશોને કોઇએ પ્રશ્ન પુછ્યો કે, “તમારો ટેસ્ટ શું છે ?”

     ઓશોએ કહ્યુ ‘સાદગી મને ગમે છે, પણ પસંદ હું ઉત્તમ કરું છું’.

      આપણને વર્તમાનમાં જે ક્ષણ મળી છે, તેમાંથી મોજ લઈ લેવી. હું વર્તમાનમાં જે સામે આવે તેની સાથે દિલથી વાતો કરી લઉં છું. તમે પણ જાગૃતિ સાથે વર્તમાનની મોજ લઈ લો.

…. બ્રહ્મવેદાંતજી

2 responses to “વર્તમાનમાં જીવન – બ્રહ્મવેદાંતજી

  1. La' Kant " કંઈક " November 30, 2016 at 6:45 am

    *
    *Dt- ​30.11.16*

    **Dear Aatman “​ Su.Ja.​ ” *

    ​Jio Jio ..jio…​

    **La’Kant / L.M.Thakkar , *[ +91 9819083606 – With WhatsApp’.]*
    **Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
    journey ahead** *
    **You MAY SEE-**
    -<https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
    >**
    *————————————————————————————————————————————————————————————————-*
    *Kindly remove my name and address,**email ID** before forwarding this
    e-mail. We have no control over who will see forwarded messages! This keeps
    all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers.**.
    To forward use Bcc mode. If you do not want to receive my future emails,
    please feel free to inform me or you may block my email ID. Thanks*
    *============================================================*

    2016-11-30 11:56 GMT+05:30 સૂરસાધના :

    > સુરેશ posted: ” ઓશોએ સરસ ઉપાય બતાવ્યો છે. શરીરમાં લોહી દોડે છે તેને
    > આપણે દોડવા દઈએ છીએ. એવી રીતે વિચાર ચાલે છે, તો ચાલવા દો. વિચાર જિદ્દી છે.
    > જેમ જેમ કાઢવા જઈએ તેમ તેમ ફરી ફરીને પાછા આવ્યા કરે છે. આપણે જે કરવાનું છે
    > તે – તેને ચાલવા દઈએ. તેનાથી દૂર ચાલ્યા જવાનું છે. ”
    >

  2. pragnaju November 30, 2016 at 7:54 am

    ‘વિચારનો પ્રવાહ ચાલતો હોય તો સાથે વહેવું, કરવું કશું નહીં. તટ ઉપર ઊભા રહીને નદીના પ્રવાહને જોઇએ છીએ, એમ જોતા રહેવું. સારા કે ખરાબ – જે કંઇ વિચાર આવે તેને જોઇ લો. આવતા વિચાર સાથે રાગ કે દ્વેષ ન રાખવો. ખરાબ કે ભયના વિચારથી ભયભીત થઈ જવાય છે; તેથી જે વિચાર આવે તે ભલે આવે, તેને માણવા.’ સચોટ ઉપાય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: