અસ્તિત્વમાં બધે જીવન ધબકતું છે. પશુ-પક્ષી, કિટકો અને બધી યોનિ જીવે છે. મનુષ્યયોનિને અંતઃકરણ સાથે સૂક્ષ્મ શરીર મળ્યું છે. સૂક્ષ્મ શરીર જીવનને સમજવા માટે આપેલ છે, પણ અહંકારનો એટલો બધો પ્રભાવ છે કે, તે જીવવાનુ ભુલી જાય છે. પ્રકૃતિના નિયમો સમજવા માનવજાત મથામણ કરે છે. બ્રહ્માંડના રહસ્યો ઊકેલવા માટે તે જરૂરી છે. પણ બુદ્ધિના આગ્રહમાં મનુષ્ય જીવન જીવવાનું ભુલી
જાય છે. સમજવાના રસ્તે જાય તે જ્ઞાન અને જીવવાના રસ્તે જાય તે ધ્યાન. ઓશો કહે છે ….
‘સેલીબ્રેટ ધ લાઇફ’
જીવનને ઉત્સવ બનાવો.
જ્યાં સુધી આપણે કોણ છીએ? શા માટે છીએ? શું શા માટે કરીએ છીએ? – એની સમજ ન પડે ત્યાં સુધી ઉત્સવ થઈ શક્તો નથી. આ દુનિયા કોણે બનાવી ? શા માટે બનાવી ? – આવા પ્રશ્નો થતા હોય છે. આપણું ચિત્ત કુદરત તરફ ન જતાં પડોશી તરફ જાય છે – અધર ઓરીએન્ટેડ. પારકી પંચાતને કારણે આપણે ભટકી ગયા છીએ. પહેલાં તો આપણે જીવવાનું છે અને સમજીને જીવવાનું છે. નાનું બાળક સમજ્યા વગર મોજમાં જીવે છે. અને એક અવધૂત સમજણની પાર બોધ સાથે જીવે છે ! જીવન એક રહસ્ય છે. જીવ સમજવાની કોશિષ કરે છે. પણ સમજાતું નથી. પછી ખોજવાની કોશિષ કરે છે. છતાં મળતું નથી.
આપણે જીવવાનું છે અને સમાજમાં રોલ ભજવવાનો છે. દેહ છે તો સંબંધો છે. સંબંધને કારણે પિતા, પુત્ર, મા, બહેનની પ્રતીતિ થાય છે. દેહમાં ‘હું’ની પ્રતીતિ થાય છે. હું પુરુષ છું યા હું સ્ત્રી છું – આ પ્રતીતિ દેહાધ્યાસને કારણે થાય છે. એક પ્રતીતિ દેહના ‘હું’ની થાય છે, બીજી પ્રતીતિ એસ્ટ્રલ બોડી – મનોમય કોષની થાય છે. વિજ્ઞાનમય કોષમાં અહંકાર રસ લે છે. તે લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિમાં બંધાઇ જાય છે. પણ અસલી વિજ્ઞાનમય કોષમાં ‘અમુક ખબર પડે છે અને અમુક ખબર પડતી નથી’ – તેની ખબર પડે છે. અજ્ઞાનનું જ્ઞાન થાય છે. એ સાચું છે કે, જ્યારે જીવ અંદર ઊતરતો જાય અને બહાર જોતો થાય, ત્યારે અસલી – નકલીની ખબર પડે. બધા જીવે છે એની ખબર કોને પડે છે ? જેને એની ખબર પડે છે તે રહસ્યમય છે. આ રહસ્યની ખોજ તે સાધના છે. પણ એ સહેલાઇથી શોધ્યુ જડે તેમ નથી.
સાચો દ્રષ્ટા ક્યારેય દ્રશ્ય બની ન શકે. દ્રષ્ટાને સાક્ષીની ખબર પડે. સાક્ષી પાછળ જતો જાય. શંકરાચાર્ય જેને કહે છે ‘નેતિ..નેતિ…’- એ શોધતાં શોધતાં ગુમ થઈ જવાય તો સાચો રસ્તો સમજવો. અને શોધતાં શોધતાં અટવાઇ જવાય તો સમજવું કે તે અહમ્ નુ બીજું, નકલી રૂપ છે. પોતાની જાતને જાણવી એ અહમ્ નું અસલી રૂપ છે. આ બન્ને ને ઓળખવાની શક્તિને વિવેક કહે છે.
અહંકારનો રસ માદક છે. એમાથી છુંટવુ સહેલુ નથી. છતા જોતાં જોતાં એમાથી છુટી શકાય છે…”
……બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
હું કોણ ?
*એ સાચું છે કે*,
“જ્યારે જીવ અંદર ઊતરતો જાય અને બહાર જોતો થાય, ત્યારે અસલી – નકલીની ખબર પડે.
બધા જીવે છે એની ખબર કોને પડે છે ? જેને એની ખબર પડે છે તે રહસ્યમય છે. આ
રહસ્યની ખોજ તે સાધના છે. પણ એ સહેલાઇથી શોધ્યુ જડે તેમ નથી.”
અનુભવે જ સમજાય….અનુભવાય …ભીતર એહસાસ રહે
*
*Dt- 13.૧૨.૧૬*
**La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**
===================================================================================================================
2016-12-05 11:31 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: ” અસ્તિત્વમાં બધે જીવન ધબકતું છે. પશુ-પક્ષી, કિટકો અને
> બધી યોનિ જીવે છે. મનુષ્યયોનિને અંતઃકરણ સાથે સૂક્ષ્મ શરીર મળ્યું છે. સૂક્ષ્મ
> શરીર જીવનને સમજવા માટે આપેલ છે, પણ અહંકારનો એટલો બધો પ્રભાવ છે કે, તે
> જીવવાનુ ભુલી જાય છે. પ્રકૃતિના નિયમો સમજવા માનવજાત ”
>