આપણામાં જાતજાતની કામનાઓ પડેલી છે. પાંચ કેન્દ્રો છે. વિચાર કેન્દ્રમા કંઇ સમજવાની, આયોજન કરવાની અને મગજમારી કરવાની કામના હોય. ભાવકેન્દ્રમાં લાગણીના સંબંધો અંગેની કામના હોય. કામકેન્દ્રમાં શરીરની અવસ્થા પ્રમાણે કામના હોય. આ કેન્દ્રમાં વિષય તરફ ચિત્ત જાય તો તરત જ એની સાથે ચોંટી જાય છે.
આપણું અચેતન મન આપણી જાણ બહાર આપણને છેતરતું હોય છે. જાગૃતિપૂર્વક નિરીક્ષણ કરવાથી ખબર પડે. ચેતન મન અને અચેતન મન વચ્ચે વિરોધ હોય. ઉપરથી લક્ષ્ય સાધનાનું હોય અને અંદર કામનાઓ હોય. આપણુ ચિત્ત જ્યાં જોડાયેલું હોય છે, ત્યાંથી કામનાની માંગ ઊઠે છે. આ માંગ પૂરી ન થાય ત્યારે ક્રોધ આવે છે. જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમજવુ કે કોઇ ને કોઇ સ્વરૂપે કામના હોય છે જ. આ એક નિયમ છે. અંદર નેગેટિવિટી આવે તો સમાધાન કરી નાખવું અને જોઇ લેવું કે તેના કારણમાં કામના તો નથી ને ? આ કામના પકડાઇ જાય તો અંદરથી છૂટકારો મળે; અથવા કામનાને જોઇ લેવી અને રાહ જોવી. અંદર સકલ્પશક્તિ હોય તો કામનાને કન્ટ્રોલ કરી શકાય, અન્યથા એ કામના આપણને હેરાન કર્યા કરે છે. બાકી સામાન્ય રીતે કોઇ કામના થતી હોય તો પૂરી કરી લેવી. જાગૃતિપૂર્વક
એમાંથી પસાર થઈ જવું.
બીજી નાજૂક વાત એ છે કે, કામનાને ક્યારેય અંતરાય કે અવરોધરૂપ ન ગણવી. તે એક ઊર્જા છે. આપણે જાગ્યા નથી તેથી તે અંતરાયરૂપ લાગે છે. જીવમાં જાતજાતની કામનાઓ જાગે છે. કામના જાગે એ સાથે જીવ જાગે એવું આયોજન કરી લેવું. કામના જાગે એ સાથે જીવ જાગે તો યાત્રામાં સહયોગી થાય. જીવ જેમ જાગતો જાય એમ જાગૃતિની શક્તિ વધતી જાય છે. જાગૃતિ વધવાની સાથે અંદર વિલ-પાવર, સંકલ્પશક્તિમાં વૃદ્ધિ થાય છે; અને એ સંકલ્પશક્તિના કારણે જીવને ચોંટાડવો કે ન ચોંટાડવો એનો વિવેક આવી જાય છે. કોન્શીયસ એનર્જિ – સભાનતાની ઊર્જા આવતાં જીવનમાં રસ આવે છે. પછી જીવ ગમે ત્યાં જાય નહી.
જીવનમાં એવુ સભાન આયોજન કરી લેવું કે…
કામના જાગે અને તે સાથે જીવ જાગે
કામના જાગે અને જીવ જાગે !
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમજવુ કે કોઇ ને કોઇ સ્વરૂપે કામના હોય છે જ. આ એક નિયમ છે.
સ્વામીજીનું સત્ય નિરીક્ષણ . કામ અને ક્રોધ ચલિત મનમાંથી આવે છે .કામ અને ક્રોધનું મારણ ધ્યાન છે.