સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તપ – બ્રહ્મવેદાંતજી

       સાદા સીધા લોકોને બધાં હેરાન કેમ કરે છે ? ફળવાળા ઝાડ પર જ લોકો પથ્થર કેમ મારે છે ?

       એક સાદો નિયમ સમજો કે, સોનાને બધા તપાવે છે, પિત્તળને કોઇ તપાવતું નથી. નિશાળે બેસે તેને પ્રશ્નો પૂછાય, રખડે એને કોણ પૂછે? જીવનમાં જે રખડેલા છે, ભટકતા છે તેમને કોઇ પ્રોબ્લેમ આવતા નથી. અને પ્રોબ્લેમ આવે તો પણ એ શું કરી શકે ? હું બગીચામાં ઝાડ પાસે બેસું છું. ઝાડ ઉપર વાંદરો ડાળી તોડી નાખે છે. મને પીડા થાય છે કે, માંડ ઊછરતા ઝાડને વાંદરો તોડી નાખે છે. પણ પછી નિરીક્ષણમાં આવ્યુ કે, જ્યાં ડાળી તુટે છે, ત્યાં બીજી ત્રણ ડાળીઓ પ્રગટે છે ! અને રહસ્યમય નિયમ સમજમાં આવે છે. બચપણમાં જેને મુશ્કેલી પડે છે, તેને ખુબ મળે છે ! ગુર્જિએફ અને આપણા ઋષિમુનિઓ તપવાનું કહે છે – વોલન્ટરી સફરિંગ.

       પહેલા ગર્ભશ્રીમંતો અને રાજાઓ પોતાના સંતાનને ગુરુકૂળમાં મોકલતા. આપણે ઉલટું કરીએ છીએ. આશ્રમમાંથી છોકરાઓને પાછા બોલાવીએ છીએ ! આશ્રમમાં તપવાનું છે. રોટલા તપે તો સ્વાદ આવે. અને જીવનમાં આપણે જાતે તપતા નથી તો કુદરત આપણને તપાવે છે ! જ્યારે કુદરત તપાવે તો તેને મોજથી સ્વીકારીએ તો તે તપ થઈ જાય છે. નાના બાળકને ઉછેરવામાં મા-બાપે ઉજાગરા કરવા પડે છે. ભારે જવાબદારી છે, છતાં સમજપૂર્વક મોજથી ઉછેરીએ, તો પરિણામ અતિ શુભ આવે છે.

       કોઇ પણ પરિસ્થિતિ કાયમ ટકતી નથી. શ્રી રામદુલારે બાપુએ સાધના માટે બે સૂત્રો આપ્યા છે – પ્રતીક્ષા અને તિતિક્ષા. આપણે જ્યારે થાકી જઈએ છીએ, ત્યારે આવા પ્રશ્નો ઊઠે છે. પણ ચૂલા પર રોટલી ફુલકું ન બને ત્યાં સુધી તેને તપાવવી પડે. માખણ ન નીકળે ત્યાં સુધી છાશને વલોવવી પડે. અધુરિયો જીવ ઝાડ પર પથ્થર નાખીને ફળ તોડે છે, અને ખાય છે. પણ એ છોકરમત છે.

      ઝાડ પર ફળ પાકે તે સાથે આપોઆપ ખરી પડે છે. આ કુદરતનો નિયમ છે.

…..બ્રહ્મવેદાંતજી

2 responses to “તપ – બ્રહ્મવેદાંતજી

  1. La' Kant " કંઈક " ડિસેમ્બર 13, 2016 પર 9:50 એ એમ (am)


    *​*Jay ho.*” સુ.જા મહારાજ , સુંદર
    “….*પ્રતીક્ષા……………………………………………………………..
    અને તિતિક્ષા……………………………

    **Dt- ***La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**

    *​ *
    *============================================================*

    2016-12-12 11:41 GMT+05:30 સૂરસાધના :

    > સુરેશ posted: ” સાદા સીધા લોકોને બધાં હેરાન કેમ કરે છે ? ફળવાળા ઝાડ
    > પર જ લોકો પથ્થર કેમ મારે છે ? એક સાદો નિયમ સમજો કે, સોનાને બધા તપાવે
    > છે, પિત્તળને કોઇ તપાવતું નથી. નિશાળે બેસે તેને પ્રશ્નો પૂછાય, રખડે એને કોણ
    > પૂછે? જીવનમાં જે રખડેલા છે, ભટકતા છે તેમને ક”
    >

  2. pravinshastri ડિસેમ્બર 15, 2016 પર 8:50 એ એમ (am)

    અરે ભાઈ, મારે તમારા સારા ફળો પથરા મારીને નથી તોડવા. હળવે રહીને તે ફેસબુક પર મૂકવા છે પણ શેર નું બટન જ નથી મળતું. આખી લિન્ક ફેસબુક પર ચીપકાવી દૌં છું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: