સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હું અને ફોન!

      ‘હું’ વિશે તો અહીં બૌ બૌ લખ્યું , પણ ફોન પર ભાગ્યે જ વાત કરનાર આ જણ આ વિષય પર કાંક લખે એ આઠમી અજાયબી જ ગણાય ને? ! જો કે, ખાસ લખવાનું પણ નથી. નીચેના ચિત્ર પર ક્લિક કરી. આઈફોનના પહેલા લોન્ચ વખતની અને પછી આ સદીની અજાયબી જેવી આ બલા દુનિયાના ખૂણે ખૂણે  શી રીતે પહોંચી ગઈ, એ અંગે મસ્ત વાતો મમળાવો.iphone

અને ચપટીક ફિલસુફીની વાત…

steve-jobs-an-extraordinary-career1

   ‘આઈફોન’ બનાવવાનો વિચાર જેને આવ્યો અને અદભૂત ગણાય એવું એ વિચારનું જેણે અમલીકરણ કર્યું – એ સ્વ. સ્ટીવ જોબ્સ ભારતીય તત્વજ્ઞાન અને રાજયોગનો આશક હતો !

Advertisements

4 responses to “હું અને ફોન!

 1. pravinshastri જાન્યુઆરી 10, 2017 પર 10:28 એ એમ (am)

  જાની બાબુ, જીભ પર આંગળી ભીની કરીને ગળે લગાવીને કસમસે, હાચ્ચી વાત ખાનગીમાં કઈ દઉં તો મારા પોઈરાઓએ આઈ ફોન આપેલો છે એનો ૧૦૦% યુઝ તો થતો જ નથી. સાલું સમજ પડે તો કરું ને? બિચારો સ્ટિવ બીજા વીશ પચ્ચી વરહ ખેંચી કાઢતે તો એ મને કેટલો કન્ફ્યુઝ કરતે!!! ભગવાન એના આત્માને શાંતિ અર્પે.
  [સરસ માહિતી જનક લેખ છે]

  • સુરેશ જાન્યુઆરી 10, 2017 પર 4:02 પી એમ(pm)

   વાત સાચી અને ખોટી. આપણા જેવા માટે ઠીક છે, પણ સ્માર્ટ ફોન / ટેબ્લેટ/ આઈપેડ વિ. મોબાઈલ સાધનોએ દુનિયા બદલી નાંખી છે. ત્રણ દાખલા….

   ૧) મારા બ્લોગિંગ સુવર્ણ કાળ વખતે જ્યોતિ મને હમ્મેશ ‘લખાપટ્ટી’ છોડી વાહણ માંજવા તાકીદ કરતી. હવે રાતના ૯-૩૦ વાગે મારો સુવાનો ટેમ થઈ ગયો હોય, પણ દીકરાઓએ અપાવેલ એના આઈપેડ પર દેશના સમાચાર/ ગુજરાતી નાટકો / હનુમાન ચાલિસા મોટા અવાજે હાલતા હોય છે ! અને આપડામાં એ લબાચા બંધ કરવાનું કહેવાની હિમ્મત હોતી’શ વળી કંઈ !
   ૨) અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં ભજનની ચોપડીઓ હવે લાવતા નથી. આખી ચોપડીનાં pdf પાનાં સભ્યોના સ્માર્ટ ફોનમાં હાજર હોય છે.
   ૩) આઈફોનની મા આઈપોડ જન્મી અને સંગીતની દુનિયામાં ધરતી કંપ થઈ ગયો. આ જણ પણ એનો આશક અની ગયો હતો !
   ————–
   જૂની એક વાત યાદ આવી ગઈ (છેક માર્ચ – ૨૦૦૭ ની)
   શનીવારની સવારે અમે ઘરમાં ગુજરાતી, મસાલાવાળી ચા પીધા પછીની નીરાંતે બેઠાં હતાં. અને મારા નવા આઈપોડની ચર્ચા કરતા હતા. મારા પહેલા રેડીયોના અને ટેપરેકોર્ડરના અનુભવો વાગોળતાં જમાનો કેવો બદલાઈ ગયો છે તેની રસીક ચર્ચા ચાલતી હતી.

   જીવનના સંઘર્ષોમાં વ્યસ્ત મારા દીકરાએ કહ્યું – ” મને એમ થાય કે, આ બધા સાધનોની જેમ જીંદગીમાં પણ ફાસ્ટ ફોર્વર્ડ થઇ શકતું હોય તો કેવું સારું ? ”

   મારી દીકરી, જેને જગજીતસીંહનું ગાયેલું ગીત ” યે કાગઝકી કશ્તી, યે બારીશકા પાની… ” બહુ પ્રીય છે, તેણે કહ્યું : ” મને તો જીંદગી રીવાઈન્ડ કરવાનું બહુ ગમે. એ બાળપણ પાછું માણી શકાય.”

   મારાથી બોલ્યા વીના ન રહેવાયું ; ” મને તો ‘ પ્લે’ બટન જ ગમે. જેવું હોય તેવું, પણ સંગીત તો તેમાંથી જ માણી શકાય ને !! ” અને પછી હરીન્દ્ર દવેની કવીતા યાદ કરી:

   ‘ચાલ વરસાદની મોસમ છે, વરસતાં જઇએ.

   રાગ છેડ્યો છે રૂદનનો, છતાં હસતાં જઇએ.’
   ———-
   જો કે, આ વાત બ્લોગિત કરવાનો મૂળ ઉદ્દેશ હતો…

   દિવ્યતાની ઝલકે સ્ટીવને આઈપોડ, આઈફોન, આઈપેડ વિ. સ્માર્ટ સાધનો બનાવી શકવાની સ્માર્ટતા આપી હોય એમ ના બને? !

 2. pragnaju જાન્યુઆરી 10, 2017 પર 2:20 પી એમ(pm)

  જાણીતી વાત ફરી માણી
  મા શ્રી પ્રવિણભાઇની વાત -ઘણાનો અનુભવ ! તેનો લાભ લઇ હવે જે વાતે ફોન વપરાય છે તેવો સ્માર્ટ ફોન ઓછા ભાવમા વેચાય છે! તે કહે છે- ફોનકી બાતમેં મૈં તેરા બાપ હૂં!
  સ્વ. સ્ટીવ જોબ્સ ભારતીય તત્વજ્ઞાન અને રાજયોગનો આશક હતો !
  તેને કેન્સર થયું ત્યારે હીમાલય પ્રદેશમા સંતો પાસે તત્વજ્ઞાન અને રાજયોગ નો અભ્યાસ કરતો હતો.આને કારણે તે ડોકટરોની ધારણા કરતા વધુ જીવ્યો. કહેવાય છે સંતે તેને પ્રસાદમા સફરજન આપ્યું અને તે પ્રસાદ તરત આરોગવાનું કહ્યું…તેણે એપલનો થોડો ભાગ ગ્રહણ કર્યા બાદ એને ઘણું સારુ લાગ્યુ અને બાકીના ઍપલને કંપનીનો લોગો બનાવ્યો.તેણે આવી જ તત્વજ્ઞાનની વાત તેના છેલ્લા પ્રવચનમા કહી…
  Steve Jobs: How to live before you die | TED Talk | TED.com
  Video for last lecture of Steve Jobs▶ 15:04
  https://www.ted.com/…/steve_jobs_how_to_live_bef…
  At his Stanford University commencement speech, Steve Jobs, CEO and co-founder of Apple and Pixar …

 3. Vinod R. Patel જાન્યુઆરી 10, 2017 પર 3:08 પી એમ(pm)

  આજે તો ફોન સ્માર્ટ થઇ ગયા છે અને માણસો મુર્ખ બન્યા છે.! ખાધેલા એપલના લોગો સાથે સ્ટીવ જોબ્સ નું બાળક “એપલ ” આજે ધૂમ કમાણી કરી રહ્યું છે. એના નવા અવતારો બદલાયા કરે છે.
  એપલના જનક સ્ટીવ જોબ્સનું જીવન ખુબ જ પ્રેરક છે.
  Steve Jobs Speech-Stay Hungry Stay Foolish in Hindi

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: