સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

થર – એક અવલોકન

ઘણા વખત પછી…. અવલોકન ચાળો !

આ જણના વ્હાલા ‘સ્ક્રેચ’ પર એક સાવ સાદો પ્રોજેક્ટ કાલે બનાવ્યો. આ રહ્યો…

layer1

આ ચિત્ર પર ક્લિક કરો.

      ‘સ્ક્રેચ’ માં બે પરિમાણ વાળા પ્રોજેક્ટો જ બનાવી શકાય છે. એમાં ત્રીજું પરિમાણ દેખાય, એવી ચીજો, આકૃતિઓ, પાત્રો બતાવવાં હોય તો, બહુ જ મગજમારી કરવી પડે. પણ જેઓ પ્રોગ્રામિંગ વિશે જાણે છે, તેમને ખબર છે કે, આવા બે પરિમાણ વાળા પ્રોજેક્ટોમાં પણ ઘણા બધા ‘થર’ રાખવામાં આવતા હોય છે. દા.ત.  સ્ટેજ અને તેની આગળ હલન ચલન કરતી આકૃતિઓ.

ઉપર બતાવેલા પ્રોજેક્ટમાં આટલા થર છે.

  1. ચાવી
  2. પડદો
  3. બિલાડી
  4. દિવાલ
  5. બોલ
  6. સ્ટેજ પરનું લખાણ
  7. છેક પાછળ – સ્ટેજ

આ પ્રોજેક્ટ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ આપણે આ સાતે ય પડ અલગ અલગ છે – એ અનુભવી શકીએ છીએ.

અને હવે, અવલોકન કાળ –

      આપણા હોવાપણામાં પણ થરના થર બાઝેલા હોય છે. સાત કે સિત્તેર નહીં પણ ઘણા બધા. આપણને એ બધા ય થરની પાછળ રહેલા, આપણા અસલી હોવાપણાનો અહેસાસ તો સતત થતો જ રહે છે. એને ગમે તે નામ આપીએ, આત્મા, ચૈત્ય તત્વ, ઈશ્વરનો અંશ વિ.વિ..

       પણ એવું કાંઈક હોય છે તો ખરું જ. 

      ઉપરના પ્રોજેક્ટમાં તો ચાવી પર ક્લિક કરીએ અને પડદો ખૂલે એટલે છેક પાછળના થરમાં આવેલ સ્ટેજ તરત નજરે પડી જાય છે. એ તો સતત હાજર દેખાય જ છે.

        પણ આપણા હોવાપણાનું એ પાયાનું થર સતત અનુભવાવા છતાં દબાયેલું જ રહે છે. એની સાથે આપણે સતત રહી શકીએ, એવી ચાવી મળી જાય તો?

    માનીતી કવિતા …

અંદર તો એવું અજવાળું , અજવાળું

અહીં ક્લિક કરો

Advertisements

One response to “થર – એક અવલોકન

  1. P. K. Davda ફેબ્રુવારી 12, 2017 પર 10:31 એ એમ (am)

    ઘણુંક ઘણું ભાંગવું , ઘણ ઉઠાવ , મારી ભૂજા!
    ઘણુંક ઘણું તોડવું , તું ફટકાર ઘા , ઓ ભૂજા !
    અનંત થર માનવી હૃદયન ચિત કાર્ય ચડ્યા
    જડત્વ યુગ જીર્ણના , તું ધધડાવી દે ઘાવ ત્યાં

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: