સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભીખ

સાભારશ્રી. દિપક બુચ, જયેશ પટેલ, ફેસબુક

fb

આ ચિત્ર પર ક્લિક કરી ‘ફેસબુક’ના એ ગ્રુપની અવશ્ય મુલાકાત લેજો.

ભિખારી સામે આવે, ભીખ માંગે અને આપણે શાણી શિખામણ આપીએ – ‘મહેનત કર’

આ વિડિયો જોયો અને એ નજર બદલાઈ –

 • ભીખ માંગવી વ્યવસાય બની ગયો છે.
 • અંધારી આલમ માટે એ એક કમાવાનો રસ્તો છે.

બધી વાત સાચી – પણ કમ સે કમ …..

આવા એક જ,
ખરેખર જરૂરિયાત વાળા
જણને
મદદ કરવાનો
સંકલ્પ કરીએ તો?

Advertisements

4 responses to “ભીખ

 1. Vinod R. Patel ફેબ્રુવારી 16, 2017 પર 12:24 પી એમ(pm)

  ખુબ જ હ્રુદયસ્પર્શી વાત કહેવાઈ છે આ વિડીયોમાં …જાણે કે એક પ્રેરક વાર્તા !

  નાના માણસોમાં પણ મોટાઈ હજુ બચી છે એ પેલા મૃત છોકરાનો બાપ ભીખ આપનાર માણસને એણે આપેલા પૈસા પાછા આપવા માટે આવે છે.એની આ પ્રમાણિકતાથી એને નોકરી મળી ગઈ !

  આજે દુનિયામાં ઘણું ખરાબ બની રહ્યું છે તો ઘણાં માનવતાનાં કામો પણ થઇ રહ્યાં છે .સકારાત્મક દ્રષ્ટિ
  નો જ સવાલ છે.

  ફેસ બુકનું આ ગ્રુપ -WORLD IS GOOD ની મુલાકાત લેવા જેવી છે. એમાંથી ઘણી સકારાત્મક હકીકતો જાણવા મળે છે.

 2. Vimala Gohil ફેબ્રુવારી 16, 2017 પર 2:36 પી એમ(pm)

  હ્રુદયદ્રાવક અને પ્રેરણાદયક.”WORLD IS GOOD ” ગ્રુપમાં જોડાવા request  પણ મોકલી આપી. ત્યાં સુધી પહોંચવાનો માર્ગ ચીંધવા બદલ અભાર .

 3. સુરેશ ફેબ્રુવારી 16, 2017 પર 4:30 પી એમ(pm)

  મોટા ભાગે આવા વિડિયો ‘વાર્તા’ જ હોય છે. છેલ્લે આવતી ક્રેડિટ આ સાબિત કરે છે. પણ હિંસા, સેક્સ, રાજકારણ, દંભી અધ્યાત્મ, રેશમાલિઝમના વિતંડાવાદ વિ. થી ખદબદતા મિડિયામાં આવી પ્રેરક વાતો જરૂરી છે.

  મિત્રો સાથેનો એક ઈમેલ સંવાદ – અહીં કાયમી સંદર્ભ માટે…..
  ———–
  ચીમન ભાઈ સાથેનો સંવાદ – સૌ મિત્રો સાથે વહેંચું ….
  ———–
  Yes. There are many bogus people. I am also not in favour of encouraging idelness. But there are many … many… many… in India who – if given support – have capacity to rise above poverty line.

  In case you know , ignore this. But Do go through this true story of a Nobel Prize winner.

  https://gadyasoor.wordpress.com/2010/06/25/mohammad_yunus/

  ‘વંચિતોના વાણોતર’ એક બેઠકે વાંચી ગયેલો. ભારત જેવા દેશમાં રાજકારણીઓ, ધાર્મિક/ આધ્યાત્મિક પ્રચારકો કે વાતોનાં વડાં કરનાર વિચારકો કરતાં આવા યુનુસોની વધારે જરૂર નથી લાગતી?

  મને આવી પ્રેરક સત્યકથાઓ ગમે છે.

  https://gadyasoor.wordpress.com/better_india/

 4. pragnaju ફેબ્રુવારી 16, 2017 પર 6:25 પી એમ(pm)

  યાદ આવે બહેરામજી મલબારી
  રાજા રાણા ! અક્કડ શેંના ?
  વિસાત શી તમ રાજ્ય તણી
  કઈ સત્તા પર કૂદકા મારો ?
  લાખ કોટિના ભલે ધણી
  લાખ તો મૂઠી રાખ બરાબર
  ક્રોડ છોડશે સરવાળે
  સત્તા સૂકા ઘાસ બરાબર
  બળી આસપાસે બાળે
  ચક્રવર્તી મહારાજ ચાલિયા
  કાળચક્રની ફેરીએ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  ક્યાં છે રાજ્યરાજન આગળનાં
  દિવ્ય કહું જે દેવસ્થાન
  શોધ્યાં ન મળે સ્થાનદશા કે
  ન મળે શોધ્યાં નામનિશાન
  લેવો દાખલો ઈરાનનો જે
  પૂર્વ પ્રજામાં પામ્યું માન
  ચોગમ જેની ધજા ઊડી રહી
  રૂમ શામ ને હિન્દુસ્તાન
  હાલ વ્હીલું વેરાન ખંડિયેર
  શોક સાડી શું પહેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  ક્યાં જમશેદ ફરેદુન ખુશરો
  ક્યાં અરદેશર બાબેગાન
  રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં
  નહિ તુજને મુજને તેનું ભાન
  ખબર નહિ યુનાની સિકંદર
  કે રૂમી સીઝર ક્યાં ગૂમ
  અવનિ કે આકાશ કહે નહિ
  ભલે ભવ સારો મારો બૂમ
  હશે કહિંક તો હાથ જોડી
  ઊભા કિરતાર કચેરીએ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  રામ કૃષ્ણ નરસિંહ પરશુરામ
  દશ અવતાર થયા અલોપ
  વિક્રમ જેવા વીર રાજનો
  ખમે કાળનો કેવો કોપ
  ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર
  રજપુત વીર શિવાજી ક્યાં
  રાજપાટના ધણી ધુરંધર
  આજ યુદ્ધની બાજી ક્યાં
  રાજમહેલમાં ઢોર ફરે ને
  કબર તો કૂતરે ઘેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  ક્યાં નેપોલિયન ચીલઝડપિયો
  જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ
  અતિલોભનો ભોગ બિચારો
  અંતે વલખા મારે પંડ
  સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ
  સ્વપનાં કે સાચે ઈતિહાસ
  નહિ સમજાતું નિશ્ચયપૂર્વક
  ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્‌વાસ
  વિજયરૂપી એ સડો શું લાગ્યો
  વિજયવાયુ બહુ ઝેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  ક્યાં ગઈ ફૂટડી ક્લિયોપેટ્રા
  ક્યાં છે એન્ટની સહેલાણી
  જંતુ ખાય કે વળગે જાળાં
  ભમરા કીટ કહે કહાણી
  કબર ગીધડાં ખણે ખોતરે
  શિયાળ સમાધિ પર બેસે
  સંત શરમથી નીચું જુએ
  મહારાજા કોને કહેશે
  રાજ્યપતિ રજકણથી નાનો
  છે આયુષ આખેરીએ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ
  કીર્તિકોટ આકાશ ચડ્યા
  ખરતાં ખરતાં પથ્થર બાકી
  ચૂના માટીએ જકડ્યા
  દિલ્હી આગ્રા કનોજ કાશી
  ઉજ્જૈન ઉજ્જ્વળતા નાસી
  રૂમ શામ ને ઈરાન ઉજ્જડ
  રડે ગળામાં લઈ ફાંસી
  તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઈ
  જાણે બધી મશ્કરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા
  નાથદ્વાર ને હરદ્વારી
  ઘરને આંગણે સુરત દેખતાં
  છાતી ધબકે છે મારી
  ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં
  હાય કાળના કાળા કેર
  દખ્ખણને દુઃખમાં દેખી
  શત્રુ આંખ વિષે પણ આવે ફેર
  હજી જોવી શી બાકી નિશાની
  રહી રે વિનાશ કેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  કોટી ગણાં તુંથી મોટા તે
  ખોટા પડી ગયા વિસરાઈ
  શી તારી સત્તા રે રાજા
  સિંહ સમીપ ચકલી તું ભાઈ
  રજકણ તું હિમાલય પાસે
  વાયુ વાય જરી જોર થકી
  ઈશ્વર જાણે ઊડી જશે ક્યા
  શોધ્યો મળવાનો ન નકી
  શક્તિ વહેમ સત્તા પડછાયો
  હા છાયા રૂપેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  દ્રવ્ય મટોડું હિંમત કુમતિ
  ડહાપણ કાદવનું ડહોળું
  માનપાન પાણી પરપોટો
  કુળ અભિમાન કહું પોલું
  આગળ પાછળ જોને રાજા
  સત્તાધિશ કે કોટિપતિ
  રંક ગમે એવો દરદી પણ
  મરશે નહિ તે તારી વતી
  ભૂલાઈ જવું મરવે એ બહુ
  દુઃખ સર્જ્યું કાળ નમેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ
  કુલીન કુળમાં કજાત પુત્રો
  પ્રગટ દિસે આ દુનિયામાં
  બળિયા વંશજ જુઓ બાયલા
  રોગી નિરોગીની જગ્યામાં
  સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ
  નીચેથી ઊપર ચઢતું
  ચઢે તે થકી બમણે વેગે
  પૃથ્વી પર પટકાઈ પડતું
  શી કહું કાળ અજબ બલિહારી
  વિદુરમુખી તુજ લહેરી એ
  સગાં દીઠાં મેં શાહ આલમનાં
  ભીખ માગતાં શેરીએ… ગરીબ મંદિર બહાર જઇ ભીખ માગે છે તો અમીર મંદિરમાં જઇ ભગવાન પાસે ભીખ માગે છે • ગરીબ તે નથી જે વૈભવ વગરનાે છે. પરંતુ ગરીબ તે છે જે ઉત્તમ આચાર વિચાર વગરનો છે. • ચૈનથી જીવવા માટે ચાર રોટલી તથા વેંત જેટલી લંગોટી જ આવશ્યક…! અને આવી મજબુરી

  અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
  પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
  ગગો એનો મુંબઈ ગામે;
  ગીગુભાઈ નાગજી નામે.

  લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
  કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
  સમાચાર સાંભળી તારા;
  રોવું મારે કેટલા દા’ડા?

  ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
  દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
  નિત નવાં લૂગડાં પે’રે
  પાણી જેમ પૈસા વેરે.

  હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
  દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ!
  કાયા તારી રાખજે રૂડી;
  ગરીબની ઈ જ છે મૂડી.

  ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
  જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
  તારે પકવાનનું ભાણું,
  મારે નિત જારનું ખાણું.

  દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ,
  આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
  તારે ગામ વીજળી દીવા,
  મારે આંહીં અંધારાં પીવાં.

  લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
  એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
  હવે નથી જીવવા આરો,
  આવ્યો ભીખ માગવા વારો.
  -ઈન્દુલાલ ગાંધી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: