સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રતા,मैत्री, Friendship, دوستی

૫. માર્ચ -૧૯૪૩ થી ૨૦૧૭

          ૭૪ વર્ષની યાત્રા પૂરી થઈ. દર વર્ષની જેમ અનેક આત્મીય જનો, સંબંધીઓ અને મિત્રોના શુભેચ્છા સંદેશ મળ્યા. સૌનો હૃદય પૂર્વક આભાર.  ઘરનાં બધાં ‘On the border’ માં સાથે જમ્યા…એમના પ્રેમનો પણ દિલી સ્વીકાર.

sbj_bd

દર વર્ષે જન્મદિન આવે છે.
આમ સંદેશા મળે છે.
મન પ્રસન્ન થઈ જાય છે.

       આ પ્રક્રિયાની શરૂઆત ૧૯૯૩માં થઈ હતી. કોલેજકાળના સહાધ્યાયી શ્રી.  છબીલદાસ શાહનાં પત્ની અનીલાબેને ૫, માર્ચ -૧૯૯૩ના દિવસે સવારના સાડા પાંચ વાગે ફોન કરેલો. જન્મદિનની મુબારકબાદીનો એ પહેલો સંદેશ. આળસ મરડીને, છબીલદાસ પણ મુબારકબાદી પાઠવવામાં જોડાયા. એ પહેલાં આવું કરવાનો રિવાજ જ ન હતો. પણ એ ફોને જે મધુર ભાવો સર્જ્યા એના પડઘા શમી ન ગયા –  દ્વિગુણિત, ત્રિગુણિત, અનેક ગુણિત થઈ વધતા જ ગયા, વધતા જ ગયા. અનીલાભાભીના એ ભાવે રોપેલો સદભાવનાનો છોડ સરસ પાંગર્યો.

    પણ આ સાલ થોડીક જૂદી છે. ખાસ પ્રયોજન સાથે આ અંગત બાબત અહીં જાહેર કરવા માટે એક ખાસ કારણ છે, એક મકસદ છે.   આપણે સૌ આપણા આત્મીય જનો, સંબંધીઓ, મિત્રોનાં પ્રેમ અને લાગણીનો આમ પડઘો પાડીએ અને ઋણસ્વીકાર કરીએ એ યોગ્ય જ છે. પણ આ ઉદાત્ત પ્રક્રિયા વિસ્તારી પણ શકાય, એ ‘આગાજ઼ે દોસ્તી’ના સમાચાર જાણવા મળ્યા ત્યારે ખબર પડી – અને તે પણ દુશ્મન ગણાતા દેશની સાવ અજાણી વ્યક્તિઓ તરફ દોસ્તીનો હાથ લાંબો કરવાના સમાચાર.  એ લેખમાં પાકિસ્તાનની એ દીકરીને નમસ્કાર કર્યા.

     ગઈકાલે જ વેબ ગુર્જરી પર એ સરસ મજાની વાત જાહેર કરી.

dosti

આ ચિત્ર પર ક્લિક કરો.

એમાંથી….. આ ઝળહળતો દિપક…

image_thumb-2

 • આપણે આવા ‘પાક’ જુસ્સાનો પડઘો પાડવાનું શીખીએ તો?

 • પ્રેમ અને સદભાવની લાગણીને અનેક ગણી વિસ્તારીએ તો?

 • વિશ્વને ધિક્કાર, પૂર્વગ્રહો અને હિંસાથી મુક્ત બનાવવાના આવા ગોવર્ધન ઊંચકવા જેવા પ્રયત્નોમાં આપણી આંગળીનો નાનકડો ટેકો આપીએ તો? 

Advertisements

6 responses to “મિત્રતા,मैत्री, Friendship, دوستی

 1. Qasim Abbas માર્ચ 6, 2017 પર 10:05 એ એમ (am)

  Shreeman Suresh Bhai,

  Happy Birthday. Many Happy Returns of the Day.

  Qasim Abbas

  Canada.

  ==========================================================

  ________________________________

 2. અક્ષયપાત્ર/Axaypatra માર્ચ 6, 2017 પર 11:13 એ એમ (am)

  Happy belated birthday Sureshbhai,

  Your thoughts always provoke positive thinking. Enjoy your life and share enjoyment with
  People like us.
  Many happy returns of the day!
  -Rekha
  Sent from my iPhone

  >

 3. profitfromprices માર્ચ 6, 2017 પર 4:03 પી એમ(pm)

  બહુ સરસ. બહુ સારી અને એકદમ સાચી વાત 🙂

 4. readsetu માર્ચ 13, 2017 પર 4:46 એ એમ (am)

  હજી પણ જન્મદિનની શુભેચ્છાઓ તો આપી જ શકાય ને ! માત્ર 8 દિવસ મોડી છું. આવડા મોટા જનમારામાં આઠ દિવસની શું વિસાત ! સાચું ને મિત્રો ! તમે સો વરસ વટી જવાના છો સુરેશભાઇ…
  લતા હિરાણી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: