સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે

એક અદભૂત ગજ઼લ …

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે
શરુ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે ?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહિ આવવું, જવું ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર !
અને હું એ ય ન જાણું…. કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે !
હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

jb

આખો કાવ્ય સંગ્રહ વાંચવા અહીં ક્લિક કરો

જેમ જેમ આપણે એ રાસને જોતા થઈએ એમ એમ આ ગજ઼લનો ભાવ જીવનમાં ઊતરતો અનુભવી શકાય છે.

એ રાસ  જ શ્રીકૃષ્ણની રાસ-લીલા હશે ને? 

Advertisements

3 responses to “હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે

 1. Vinod R. Patel માર્ચ 16, 2017 પર 1:39 પી એમ(pm)

  ગઝલ વિષે ગઝલકાર જવાહર બક્ષીએ સરસ કહ્યું છે :

  કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
  મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.

 2. readsetu મે 1, 2017 પર 6:19 એ એમ (am)

  અદભૂત રચના છે…

  2017-03-16 19:29 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: “એક અદભૂત ગજ઼લ … દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે શરુ થયો નથી
  > તોપણ પ્રવાસ ચાલે છે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલેછે ? અહીં ગતિ જ છે વૈભવ
  > વિલાસ ચાલે છે કોઈનું આવવું, નહિ આવવું, જવું ન જવું અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ
  > ચાલે છે દશે દિશામાં સતત એકસામટી જ સફર !”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: