સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિશ્વ જળ દિન – ૨૨ , માર્ચ – ૨૦૧૭

        આમ તો આવા ઘણા બધા દિવસો યોજાતા હોય છે. કદાચ રોજ કોઈક ને કોઈક વિષય કે વિશય અંગે દિવસ હશે! એવી બધી બાબતો વિશે અહીં લખવાનું ટાળું છું. પણ મારી ગમતીલી વેબ સાઈટ ‘ The Better India [ TBI ]’ પરથી મજાના સમાચાર મળ્યા અને ગમી ગયા.

અહીંં એ વાંચી લો…

bi2

આ ચિત્ર પર ક્લિક કરો અને એ વેબ સાઈટની મુલાકાત લો.

     ભારતીય રેલ્વે એના કારોબારની વિવિધ જગ્યાઓએ વપરાતા પાણીને ‘Recycle’ કરવાની છે . એના અંદાજના આંકડા આ રહ્યા.

 • રેલ્વેનો પાણી માટેનો ખર્ચ
  • ૪૦૦ કરોડ ₹
 • રેલ્વેને એક લિટર દીઠ ખર્ચ
  • ૭ પૈસા દર લિટરે
 • રિસાયકલ કરાયેલા પાણીને ખરીદવાનો અંદાજી ખર્ચ
  • ૨ પૈસા દર લિટરે
 • ભારત સરકાર દ્વારા પાણી માટે ખર્ચાતી રકમ
  • ૪,૦૦૦ કરોડ ₹.

railways-water-500x282

પણ આ તો સરકારી યોજનાઓની વાત થઈ. એના  તો નીવડે જ વખાણ!

પણ …

        આજના આ દિવસે આપણે આ બાબત પણ થોડુંક વિચારી, આપણા અંગત જીવનમાં ‘પરિવર્તન’ લાવવા પ્રયત્ન કરીએ તો? કરોડ રૂપિયા તો નહીં બચાવી શકીએ,  પણ આપણી કરોડ એમાં વળી પણ નહીં જાય!

      એક અમેરિકન રોજ સવારે ઊઠીને તૈયાર થવા વાપરે ્છે;  એટલું પાણી વિશ્વના અબજો લોકોને અઠવાડિયે એક વાર પણ મળતું નથી!

       અને .. યાદ આવી ગયું – ‘સાબુ ઉપર સાબુ ‘

નીચેના સાબુ પર ક્લિક કરો – આંગળી લપસી નહીં જાય !

soap

એમાં વાપરેલ દુઃસ્વપ્ન જેવા શબ્દો …

 • ખોરાકની અછત
 • પાણીની અછત
 • ઉર્જાની અછત

કારણ?

 • વધતી જતી વસ્તી
 • કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
 • અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
 • જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
 • દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો,
અચૂક અણસાર
.

કેવું દુઃસ્વપ્ન ? આ લખનારની બહુ જ માનીતી સપન – કથા

અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ 

છેવટે .. આ વિડિયો અચૂક જોજો…

Advertisements

2 responses to “વિશ્વ જળ દિન – ૨૨ , માર્ચ – ૨૦૧૭

 1. Vinod R. Patel માર્ચ 22, 2017 પર 12:26 પી એમ(pm)

  પાણીના બચાવ માટે ઉત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીજીએ પૂરું પાડ્યું છે.સાબરમતી આશ્રમ નજીક જ સાબરમતી નદી વહેતી હતી પણ એમણે કહ્યું હતું આ નદીમાંથી એક લોટાથી વધુ પાણી વાપરવાનો મને કોઈ અધિકાર નથી.

  હું ગામડામાં ઉછર્યો છું . મેં મારી નજરે જોયું છે કે આખા ગામની સ્ત્રીઓ દુર ગામના જાહેર કુવા ઉપર જઈને રસ્સીથી પાણી ખેંચીને બે માટલા માથે મુકીને પીવા અને વાપરવા માટે પાણી લાવતી હતી.રોજનો ૭/૨૪ નો આ ક્રમ હતો.

  સુરેશભાઈે, તમે લખ્યું …

  એક અમેરિકન રોજ સવારે ઊઠીને તૈયાર થવા વાપરે છે; એટલું પાણી વિશ્વના અબજો લોકોને અઠવાડિયે એક વાર પણ મળતું નથી!

  તમારી વાત સાચી છે. મારો ઈન્ડિયાનો જ એક અનુભવ કહું…

  હું ૨૦૦૭ માં અમદાવાદ ગયો હતો ત્યારે મારા એક ભાણીયાના ત્યાં થોડા દિવસ માટે રહેવા ગયો હતો.ભાણીયાની વહુ શીયાળાની ઠંડીમાં ગેસ ઉપર એક તપેલીમાં પાણી ગરમ કરીને એક ડોલમાં ગરમ પાણી અને એક ઠંડા પાણીની ડોલ મને નાહવા માટે એના નાના બાથરૂમમાં મૂકી દેતી હતી.હું બન્ને પાણી મિક્સ કરીને થોડો ઘણો સાબુ લગાવીને નાહી લીધાનો સંતોષ મેળવી લેતો હતો.

  અમેરિકા પાછો આવીને મોટા હાઉસના મોટા બાથરૂમમાં ગરમ પાણીના ફુવારા નીચે મીનીટો સુધી બેસી રહેવાનું શરુ થયું કર્યું ત્યારે ઈન્ડિયાનો આ અનુભવ મારા મનમાં રમતો હતો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: