આમ તો અહીં અમેરિકામાં દિવાળી જેવા તહેવારોમાં પણ ‘દેશ’ જેવો ઉલ્લાસ હોતો નથી. પણ આજના ગુડી પડવાના તહેવાર નિમિત્તે શ્રી. શ્રી. રવિશ કરનો ‘વિચાર કરતા કરી દે’ તેવો સંદેશ વાંચવા મળ્યો અને વાસંતી વાયરો આ ઘૈડા ખખ્ખ ખોળિયામાં લહેરાતો થઈ ગયો !

આ ચિત્ર પર ક્લિક કરો.
આ સંદેશનો અંતિમ ભાગ –
Let’s welcome the coming New Year with a resolution to do something excellent and to be of use to others. Let’s resolve to be happy and spread happiness.
Taking these few pearls of wisdom and treasuring it is essential to make life a celebration. These are the decorations for celebrating life.
આપણા જીવનનો દરેક દિવસ, દરેક ક્ષણ આ વાસંતી ઉલ્લાસથી સભર બની રહે – ગુડી પડવો – ચેટી ચાંદ , ઉગાડી, નવરેહ, સજીબુ ચૈરોબા * બની રહે તે…
આપણા હાથમાં છે જ.
Ugadi
Sajibu Cheiraoba
Navreh
Like this:
Like Loading...
Related
નેટ મિત્ર શ્રી. હર્ષદ કામદારે મોકલેલી, બહુ ગમી ગયેલી વાર્તા …
———————–
ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ…
અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે”
ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..
બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી…
મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..જલેબી નુ પડીકું..પૂજારી ના પગ પાસે મુક્યુ..
પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન…?
ગરીબ મા એ કહ્યું..”બાપુ જલેબી છે…તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છે એટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!
પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે…એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય….”
પૂજારી એ કહ્યું..”એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!
અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..એ ગરીબ મહીલા એ પડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા…
પૂજારી એ કહ્યુ ”કેમ બેન..!! તમને ઓછું લાગ્યું..?
ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતી એટલું બોલી કે,બાપુ…અમારા ગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોય છે..નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય…?
પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..લાવો બેન..મારે જલેબી ખાવી છે…!!
પેલી બહેન કહે…”પણ બાપુ તમારુ વ્રત તુટશે..”
પૂજારી એ કહ્યુ ”વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે…”
વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ…
કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞા માં અડગ રહેવા છતાં ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ…જગદ્ ગુરૂ કહેવાયા…
વાર્તા હ્રદયસ્પશી છે. મુંબઈમાં ગુડી પડવો મોટો તહેવાર છે. મેં મારી ઓફીસનું ઉદઘાટન ગુડી પડવાને દિવસે કર્યું હતું, અને ગુડી લગાડી હતી.
“વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ…
કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞા માં અડગ રહેવા છતાં ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ…જગદ્ ગુરૂ કહેવાયા…”
સરસ ભાવભીની વાર્તા.
શ્રી. હર્ષદ કામદારે મોકલેલી વાર્તાનો સંદેશ સરસ છે.
ગુડી પડવાનાં અભિનંદન.શ્રી શ્રી રવિશંકરનો આ દિવસ અંગેનો સંદેશ પણ પ્રેરણાદાયી છે.
ગુડી પડવાનાં અભિનંદન
.શ્રી શ્રી રવિશંકરનો આ દિવસ અંગેનો સંદેશ
અને શ્રી. હર્ષદ કામદારે મોકલેલી, બહુ ગમી ગયેલી વાર્તા …
અમને પણ ગમી