સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરિવર્તનનો શહેનશાહ

     ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંતની જગતને ભેટ ધરનાર ચાર્લ્સ ડાર્વિનની જીવનકથા છેલ્લા થોડાક દિવસથી વાંચી રહ્યો હતો. કાલે રાતે જ પૂરી કરી.

ea4fe11daf6d651463298c56d52ed5b2

     ‘પરિવર્તન’ આ લખનારનો પ્રિય વિષય છે.  ૧૩  લેખ પરિવર્તન વિશે લખ્યા. આ રહ્યા.

1 –  પ્રાસ્તાવિક

2 – બીગ બેન્ગ

 3 – હીમકણિકા

4 – ઉલ્કાપાત

5 – સફેદ રેતી

6 – પર્ણાન્કુર

7 – અમેરીકાની ગાંધીગીરીને સ્વીકૃતિ

8 – Who moved my cheese

9 – આર્બોરેટમ

10 – ખગ્રાસ સુર્યગ્રહણ

11 – નૈરોબિયન ગુજરાતી

12 –  ગરાજ સેલ

13 – બારીમાંથી અવલોકન

    માટે ડાર્વિન પણ પ્રિય હોય જ. એના જીવન વિશે લખવા માંડીએ તો એક આખે આખું પુસ્તક લખવું પડે , અને તો પણ ઋષિ જેવા એ માણસને ન્યાય ન આપી શકીએ.

   અહીં થોડીક લિન્ક આપીને જ એ લખવા પર પૂર્ણ વિરામ.

વિકિપિડિયા પર         બાયોગ્રાફી પર       બીબીસી પર

એકે એક સ્રોત પર એટલી બધી માહિતી છે કે, બીજે ક્યાંય જવું જ ન પડે.

     અને એટલું બધું ન વાંચવું હોય તો, ઉત્ક્રાન્તિ વિશે સાત વિડિયોની સરસ મઝાની વિડિયો શ્રેણીનો આ પહેલો ભાગ તો જોજો જ.

      જેમ જેમ આપણે ડાર્વિનના જીવનમાં ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ એ મહાન માણસને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પડે એવું અદભૂત જીવન.

     પણ અહીં  એ  જીવન ચરિત્ર વાંચીને ઉપજેલા , મનની અંદર ને અંદર જ ન સમાવી શકાય તેવા, પ્રચંડ પ્રભંજન જેવા વિચારોને મોકળા મૂકી દેવા સિવાય આ ‘પ્રસવ વેદના’ નો કોઈ ઈલાજ નથી એમ  લાગતાં ..

આ જીવનાવલોકન !

      ખ્રિસ્તી ચર્ચની જડતા રેનેસાં બાદ કાંકરી કાંકરી કરીને ખરવા લાગી. પણ છેલ્લે બાકી રહી ગયેલ ખંડેરને ડાર્વિનના કાળના વૈજ્ઞાનિકો ‘મોટી બહેન’ તરીકે સાચવી રાખવામાં જ શાણપણ સમજતા હતા. ‘એને વિતાડીને શું ફાયદો?’ એવી મનોવૃત્તિ એ કાળના મોટા ગજાના પ્રકૃતિવિદોમાં હતી.

ડાર્વિને એ છેલ્લી કાંગરી પણ તહસ નહસ કરી નાંખી.  

       આટલી મોટી સફળતા મળ્યા બાદ, વિશ્વ ભરમાંથી અદભૂત પ્રેમ, સન્માન, માન્યતા, ઈનામ  અકરામ અને પ્રતિષ્ઠા પામ્યા છતાં એ ઋષિ જેવો માણસ નમ્રતાની મૂર્તિ જેવો જ  રહ્યો. ઉત્ક્રાન્તિવાદને સ્વીકૃતિ મળ્યા પછી કોઈ માન અકરામ , વાહ! વાહ! ની લાલસા વિના તે પોતાના ઘર ‘ડાઉન હાઉસ’ માં  વીસ વર્ષ પડ્યો રહ્યો.  એનું છેલ્લું સંશોધન ‘માટીના કીડા( earthworm) ‘ના જીવન વિશે હતું ! તેનું છેલ્લું પુસ્તક પોતાની આત્મકથા હતી, જેમાંથી એની વિનમ્રતા છતી થાય છે. જીવનના રહસ્યોનો તાગ પામવાના ધખારામાં તે જીવનનું સૌંદર્ય ન માણી શક્યો, સુમધુર કવિતાઓથી વિમુખ બની ગયો – તેનો એને અફસોસ હતો.

     પણ એ ઈતિહાસની વધારે વાત નથી કરવી.

    વાત એ કરવી છે કે, ‘ઈશ્વરની મહાન તાકાત’ની માન્યતાને આમૂલ ફંગોળી દેવા છતાં, એનો અંગત વિશ્વાસ હતો કે,

જીવનની પ્રક્રિયાને મળેલી
અદભૂત ભેટ
‘પરિવર્તિત’
થવાની કાબેલિયત છે.

કોઈ પણ જીવનની સંભાવના છે
– પરિવર્તન

——–

अलं अनेन ।

6 responses to “પરિવર્તનનો શહેનશાહ

 1. pravina એપ્રિલ 1, 2017 પર 9:25 એ એમ (am)

  જો જગતમાં “પરિવર્તન”નો સિધ્ધાંત ન હોત તો માનવી ‘માનવ થવાને બદલે દાનવ’ થવાની પ્રક્રિયામાં સદા તત્પર બન્યો હોત.

  • સુરેશ એપ્રિલ 1, 2017 પર 9:30 એ એમ (am)

   સરસ વિચાર. પણ મજાની વાત એ છે કે, નખશીશ વૈજ્ઞાનિક ડાર્વિનનો પણ એ વિશ્વાસ હતો.
   ‘કહેવાતા’ રેશનાલિસ્ટોએ ડાર્વિનના જીવન વિશે રેશનલ વિચાર કરતા થવું પડે તેવું જીવન.

   હજુ એ જીવનકથા વાંચ્યાનો નશો ઊતર્યો નથી !

 2. Vinod R. Patel એપ્રિલ 1, 2017 પર 12:34 પી એમ(pm)

  ડાર્વિન અને એના સિદ્ધાંતો પર સુંદર અભ્યાસપૂર્ણ લેખ અન્રે માહિતી .

  માત્ર પરિવર્તન જ કાયમી હોય છે , બાકી બધું પરિવર્તનશીલ છે.

  માનવીનું વર્તન વિચિત્ર છે કે પરિવર્તનને એ ઓળખી નથી શકતો. પરિવર્તન ધીમું હશે પણ એનું આખરી પરિણામ મોટું હોય છે.જન્મથી મરણ સુધી કેટલું બધું ધીમું પરિવર્તન થતું હોય છે . પણ એના દરેક તબકકે પરિવર્તનનું પરિણામ જોઈ શકાય છે.

 3. pragnaju એપ્રિલ 3, 2017 પર 3:15 પી એમ(pm)

  સૌથી અગત્યની હૃદય પરિવર્તન થવાના કારણે કરેલી સાધના પણ સફળ નહીં થાય માટે અહંકારને ઓગળી, મળેલી શક્તિ, સત્તા, સંપત્તિનો બીજાના આંસુ લુછવા અાદિ સત્કાર્યોમાં સદ વ્યય કરો

 4. harnishjani52012 એપ્રિલ 3, 2017 પર 7:14 પી એમ(pm)

  સુરશદાદા ૧૯૩૦ સુી ડાર્વિની થિયરિ સ્કુલોમાં ભણાવવાની મનાઈ હતી. અને શિક્ષકોને જેલ થતી હતી.હજુ
  બહુ સુધર્યું નથી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: