સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધીરજની ઢાલ

dipak4

ગુર્જરી ડાઈજેસ્ટ પર આ બળૂકી રચના વાંચવા મળી અને ….

જોમ અને જોશ આવી ગયાં !

સાથે સાથે ‘શૂન્ય’ સાહેબની ગમતીલી રચના પણ યાદ આવી ગઈ.

દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં !
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે ?

લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય પાલનપુરી

[ સાભારમીતિક્ષા .કોમ ]

અને હવે  –  ગઝલાવલોક્ન

      ‘શૂન્ય’ મારા બહુ માનીતા શાયર છે. એમનો મિજાજ જિંદાદીલ આદમીનો મિજાજ છે –  જીવનના અંતરતમ સુધી લટાર મારી આવેલા ફિલસૂફનો મિજાજ. ખુદ્દારી વાળો જીવ. એમની રચનાઓનું ભાગ્યે જ રસદર્શન કરાવવું પડે. પણ એમની કલ્પના અને નજર એક્સ-રે ને પણ પાછાં  પાડી દે તેવી !

      જીવનની અડાબીડ ગલીઓમાં ગૂંચવાઈ ન હોય, તેવી  વ્યક્તિ ભાગ્યે જ મળે. આપણે જાણી જોઈને શૂળની શૈયા વ્હોરી લેતા હોઈએ છીએ. આપણી જેલ મોટા ભાગે આપણે જ રચેલી હોય છે. બહુ જ જાણીતી અને એક વખતની પ્રિય વ્યક્તિઓ જ આપણને લૂંટી લેતી હોય છે; તલવારના ઘાથી પણ અસહ્ય એવા ‘ઘા’થી એ જ આપણને તહસ-નહસ કરી દેતી હોય છે.

     એવા જીવનમાં જરૂર એક જ હોય છે.

ધીરજની ધીંગી ઢાલ 

પરિચય

3 responses to “ધીરજની ઢાલ

 1. readsetu મે 20, 2017 પર 11:55 એ એમ (am)

  મનેય મજા પડી ગઈ..

  2017-05-18 21:13 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: ” ગુર્જરી ડાઈજેસ્ટ પર આ બળૂકી રચના વાંચવા મળી અને …. જોમ
  > અને જોશ આવી ગયાં ! સાથે સાથે ‘શૂન્ય’ સાહેબની ગમતીલી રચના પણ યાદ આવી ગઈ.
  > દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે ? ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ? શૈયા
  > મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં ! ભોળા હૃદયને જાણ હ”
  >

 2. pragnaju મે 25, 2017 પર 6:03 એ એમ (am)

  સ રસ
  બાળપણમા…
  કેટલી બધી વાડીઓ છે પણ આ ધીરજકાકાની વાડીના જ ફળો કેમ ચોરાય છે?

  કારણ કે શાળામા શીખવવામા આવે છે કે-‘ધીરજના ફળ મીઠા…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: