સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કક્કાનો કારીગર

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

sp1sp2

      સત્ય વાત તો એ છે સત્ય! કે તમે ડોક્ટર બનતાં બનતાં કક્કાના કારીગર બની ગયા. આમ તો તમે રાજસ્થાનના નાગૌડ ગામમાં ભણતા હતા ત્યારે ડોક્ટર બનવાના સપનાં સેવતા હતા. પણ     ડોક્ટર બનવાનું ક્યાં એટલું સહેલું હોય છે? રાતોની રાતો ઉજાગરા કર્યા અને ચાના કોણ જાણે કેટલાય કપ તમારી પતલી કમરમાં રેડાઈ ગયા, પણ મુઆ એ માર્ક ૮૦ ટકાની નીચે જ રહ્યા.

    પણ સામાન્ય કારકિર્દીની ગલીઓમાં ખોવાઈ જવાનું તમારા સત્યાગ્રહી(!) સ્વભાવને અનુકૂળ ન હતું. કળાના રસિયા એવા તમે કળાની તાલીમ આપતી દેશની જાતજાતની સંસ્થાઓમાં નસીબ અજમાવવા અરજીઓના વિમાન મોકલવાનું શરૂ કર્યું. છેવટે તમારું ભવિતવ્ય તમને સાબરમતીના કિનારે ‘નેશનલ ડિઝાઈન ઇન્સ્ટિટ્યૂટ’ – અમદાવાદમાં ખેંચી લાવ્યું.  આમ તો ત્યાં પણ તમારું ચિત્ત એનિમેશન વિ. ને લગતા ‘મોશન ગ્રાફિક્સ’માં વધારે હતું. પણ સ્નાતક બન્યા બાદ તમને ઠેઠ જર્મનીની વિશ્વ વિખ્યાત ‘લિનોટાઈપ’ કમ્પનીમાં એપ્રેન્ટિસ બનવાની તક મળી. તમે એ તક ઝડપી લીધી અને એક નવા વળાંક પર તમે જર્મન કકકો ઘૂંટતા થઈ ગયા!

      ત્યાં તમારા કળાકાર જીવને અક્ષરોના વળાંકોમાં રહેલું સૌંદર્ય સ્પર્શી ગયું તમારા જીવનનો માર્ગ હવે તમને મળી ગયો. એ પછીની છલાંગમાં તમે ‘ડાલ્ટન માગ’, લન્ડન પહોંચી ગયા. ત્યાં તમારી મુલાકાત નેધરલેન્ડના પિટર બિલાક સાથે થઈ. પિટર રોમન ફોન્ટની ડિઝાઈનનો નિષ્ણાત હતો, પણ તેને વિકાસ પામી રહેલા ભારતની ભાષાઓનું જ્ઞાન હોય તેવા નિષ્ણાતની જરૂર હતી. પહેલી મુલાકાતે જ આ કલાકાર – વેપારી સાથે તમારી મિત્રતા જામી ગઈ. એની સાથે ભાગીદારીમાં તમે ઇન્ડિયન ટાઈપ ફાઉન્ડ્રીની સ્થાપના કરી. તેના કાર્યક્ષેત્ર તરીકે તમે બન્નેએ અમદાવાદ પસંદ કર્યું, અને ૨૦૦૯ની સાલમાં તમારી યાત્રા ફરી પાછા સાબરમતીના કાંઠે આવી પહોંચી.

sp3

      ૨૦૧૦ની સાલમાં સ્ટાર ઇન્ડિયા કમ્પની માટે ખાસ ફોન્ટ બનાવવાનું કામ તમને મળ્યું. ૨૦૧૧ ની સાલમાં  જાપાનની ‘સોની’ કમ્પની માટે પણ તમે ખાસ ફોન્ટ બનાવી આપ્યા. ૨૦૧૪માં પિટર તો નીકળી ગયો. પણ ‘એપલ’ કમ્પનીએ ઘણી મોટી રકમ આપી બે TTF  ફોન્ટ તમારી પાસેથી ખરીદી લીધા અને એ આઘાતને ભુલાવી દીધો. હવે કક્કાની કારીગીરીની દિશામાં તમારી ગાડી પૂરપાટ દોડવા લાગી. એપલ, સ્ટાર ટીવી, સમસંગ જેવી ખમતીધર કમ્પનીઓની ઘરાકી તમારી કમ્પનીના મુગટના મણિ જેવી બની રહી. સાથે સાથે નજીવી કિમ્મતમાં વેચી શકાય તેવા રિટેલ ફોન્ટ પણ તમે બનાવવા લાગ્યા.

    તમારા જ શબ્દોમાં …

     “લેટિન ભાષાઓના ફોન્ટનો એક સેટ બનાવ્યો હોય તો નહીંવત ફેરફાર સાથે મોટા ભાગની યુરોપિયન ભાષાઓમાં વાપરી શકાય છે. પણ ભારતની દરેક ભાષા માટે અલગ કામ કરવું પડે છે. અક્ષરો તો વ્યક્તિના અવાજ જેવા હોય છે! ફોન્ટ જોઈ શકાય તેવો અવાજ હોય છે!“

sp4

      આજની તારીખમાં સત્યની કમ્પનીએ ભારતીય અને અન્ય ભાષાઓમાં ૨૦૦ જેટલા ફોન્ટ બનાવ્યા છે, જેમાંના ૧૦૦ ફોન્ટ સ્પેશિયલ ઓર્ડરથી બનાવેલા છે.  ઘર આંગણાંની વાત કરીએ તો એકત્ર ફાઉન્ડેશને કોઈ જાતની ફી વિના ગુજરાતીઓને ‘એકત્ર’ ફોન્ટ આપ્યા છે

ekatra

આ ચિત્ર પર ક્લિક કરો.

        યુનિકોડ ફોન્ટ અંગે અભ્યાસપૂર્ણ લેખ – માવજી ભાઈ મુંબાઈવાળાની પરબમાં આ રહ્યો.  એમાં આપણને ઘણી બધી જાતના ગુજરાતી ફોન્ટ વિના મૂલ્યે પ્રાપ્ય છે.  એમાં એક ‘નકામો ફોન્ટ’ પણ છે!

mavji

આ ચિત્ર પર ક્લિક કરો.

માવજીભાઈના શબ્દોમાં

     તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ૧૯૯૧ની સાલમાં અમેરિકામાં પ્રથમ વખત યુનિકોડના ધારા ધોરણો ઘડાયા ત્યારે તેમાં જગતભરની જે જે ભાષાઓ અને લિપિ આવરી લેવાઈ તેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ છેક ૧૯૯૧ સાલથી જ ગુજરાતી યુનિકોડ ફોન્ટના ધારા ધોરણ ઉપલબ્ધ છે. પરંતુ ૧૯૯૧થી ૨૦૧૬ સુધીના ૨૫ વર્ષમાં ગુજરાતી ભાષા માટે ૨૫ ફ્રી યુનિકોડ ફોન્ટ પણ ઉપલબ્ધ બન્યા નથી.

સાભાર – સોહિણી ડે, Better India

http://www.thebetterindia.com/98296/indian-type-foundry-satya-rajpurohit/

Indian type foundry ની વેબ સાઈટ –

https://www.indiantypefoundry.com/about

One response to “કક્કાનો કારીગર

  1. Pingback: 1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: