ભલે આઈઝેક ન્યુટને ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં ગુરૂત્વાકર્ષણનાં ખરેખર અસ્તિત્વ ધરાવતાં વમળો શોધી કાઢવામાં વડોદરાના, તરવરિયા તોખાર જેવા, ૨૭ વર્ષના એક છોકરડાએ બહુ જ મહત્વની મદદ કરી છે. ડો. કરણ જાની અમેરિકાના પેન્સિલ્વાનિયા રાજ્યની સંસ્થામાં આ અંગે સંશોધન કરતી ટીમનો એક સભ્ય છે, અને આ શોધમાં તેનું બહુ જ મોટું પ્રદાન છે. આ સંસ્થાએ ૨૦૧૬ માં ગુરૂત્વાકર્ષણનાં વમળો અંગે રજુ કરેલ સંશોધન લેખથી ભૌતિક શાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ મચી જાય તેવાં, વમળો સર્જાયાં છે. કિરણ તે લેખનો સહ-લેખક છે, અને આ માટે તેને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનું પહેલું ઈનામ આપવામાં આવ્યું છે.

આખી વાર્તા અહીં વાંચો….
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ