દસમા ધોરણમાં ભણતા, ગુરદાસપુર, પંજાબના રહેવાસી, અંશુલે પણ થ્રી ઇડિયટ્સ પરથી પ્રેરણા લઈ આવું ડ્રોન બનાવ્યું છે –
આ તો ફિલ્લમની, છોકરમતની, છોકરાંઓની રમતની વાત થઈ, પણ IIT, Mumbai ના ચાર હુંશિયાર જણે તો ખરેખર કામમાં લાગે તેવું ‘નેત્ર’ બનાવ્યું છે. ‘રાન્ચો’ને તો આપણે ૨૦૦૯માં જોયો. પણ છેક ૨૦૦૭માં IIT, Mumbai ના ત્રણ જુવાનિયાઓએ રિમોટ કન્ટ્રોલથી ઊડતું એક ‘ડ્રોન’ બનાવ્યું હતું. આ ચાર તરવરિયા તોખાર છે – અંકિત મહેતા, રાહુલ સિંઘ, આશિષ ભટ્ટ, અને વિપુલ જોશી.
‘ડ્રોન’ તરીકે જાણીતા થયેલા આવાં સાધનોનું કાયદેસરનું નામ છે – UAV (Unattended Aerial Vehicle ) ૨૦૦૮ માં ટેક્નોલોજીના શિક્ષણ અને સંશોધન માટે વિશ્વ વિખ્યાત MIT, Boston એ વિશ્વ કક્ષાએ કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજેલી સ્પર્ધામાં આ ચાર જણાએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય હતો, ‘Micro Aerial Vehicle competition’ તેમાં તેમના ડ્રોનને પહેલું ઈનામ મળ્યું હતું.
આ જાણ પરથી થ્રી ઇડિયટ્સના દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ ચેતન ભગતની મૂળ નવલકથા પરથી બનાવેલ ફિલ્મની સ્ક્રિપ્ટમાં આ વાત ઉમેરી હતી. આ ઝળહળતી સફળતાની આવી જ જાણ ભારતના સંરક્ષણ સંશોધન ખાતાને (DRDO) પણ થઈ હતી. તેમણે આ ચાર મિત્રોને જાસૂસી કામ માટે કામમાં લાગે તેવું ડ્રોન અને તેવાં બીજાં સાધનો બનાવવા આમંત્ર્યા હતા.
થ્રી ઇડિયટ્સના ફિલ્મીકરણ ( shooting) વખતે તો એનું બહુ જ પ્રારંભિક મોડલ વપરાયું હતું. પણ.. ‘નેત્ર’ કોઈ પણ રસ્તા પરની ખુલ્લી જગ્યા પરથી ઊડવાનું શરૂ કરી, ૫૦૦ મીટર ઊંચે પહોંચી શકે છે. પાંચ કિલો મિટર દૂર સુધી એ પહોંચી શકે છે. એક કલાક સુધી ઊડી શકે તેટલી તાકાતવાળી, પણ વજનમાં હલકી બેટરીથી તે ચાલે છે. એના પેલોડમાં ઘણાં બધાં આધુનિક સાધનો રાખી શકાય છે. એનું રિમોટ કન્ટ્રોલ વાપરવાનું બહુ જ સરળ છે, અને દસ વર્ષનું બાળક પણ એને સહી સલામત રીતે વાપરી શકે છે. એના વિડિયો કેમેરામાંથી બહુ જ ચોકસાઈ વાળા અને સ્થિર વિડિયો સતત જોઈ શકાય છે. એમાં ગોઠવવામાં આવેલા જીપીએસ ને કારણે એને બહુ જ ચોકસાઈથી ધારેલી જગ્યાએ પહોંચાડી શકાય છે, અથવા ફોકસ કરી શકાય છે. તેની વ્યૂહાત્મક અગત્યના કારણે, એની બનાવટમાં બહુ જ ચિવટ રાખવી જરૂરી છે.
લશ્કરના જાસૂસી કામ ઉપરાંત ‘નેત્ર’ ઘણા બધાં અગત્યનાં કામ કરી શકે છે. ઉત્તરાખંડમાં થયેલી હોનારત વખતે કોઈ પહોંચી ન શકે તેવી જગ્યાઓની ઉપર ઊડીને તેણે જાન માલની સુરક્ષા કરતા જવાનોને બહુ જ મદદરૂપ થાય તેવી માહિતી મેળવી આપી હતી. આજ રીતે ઉત્તરાખંડમાં તરખાટ મચાવી રહેલી એક વાઘણનો પણ તેણે સરસ પીછો કર્યો હતો. એમાં રહેલા થર્મલ સેન્સરની મદદથી છુપાઈ રહેલા ત્રાસવાદીઓનું પગેરૂં પણ ‘નેત્ર’ શોધી શકે છે.
‘નેત્ર’ની બનાવટમાં આવી દસેક અતિ આધુનિક ટેક્નોલોજી વપરાય છે – જેવી કે…
Electronics
Communications
Material science
Aerospace engg
Mechanical engg.
Power electronics
mage processing
Embedded systems, વિ.
આ ચાર મિત્રોએ સાથે મળીને ‘ Indiaforge’ નામની એક કમ્પની સ્થાપી છે. એના સી.ઈ.ઓ. અંકિત મહેતા બહુ પ્રેમથી જણાવે છે કે, ‘અમને ટેક્નોલોજી અને મેનેજમેન્ટનું જે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળ્યું છે – એ જ અમારી સફળતાની પાછળનું અત્યંત મહત્વનું પરિબળ છે. ‘
આપણને ગર્વ થાય કે, આપણો વ્હાલો દેશ અને જેમના માટે આપણે ગૌરવ લવી શકીએ તેવા આવા યુવાનો આવી જણસ પણ બનાવી શકે છે!
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર