ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્ય રસિક વ્યક્તિ અમદાવાદની છોરી, ચિર-પ્રવાસિની, પ્રીતિ સેનગુપ્તા વિશે નહીં જાણતી હોય. જે ન જાણતાં હોય તેમની જાણ સારૂ, એમનો ટૂંક પરિચય આ રહ્યો –
https://sureshbjani.wordpress.com/2007/05/29/preeti_sengupta/
પણ આ વાત એ પ્રીતિબેનની નથી. જો કે, જેમની વાત કરવાની છે – તે મહેર બેન પારસી છે – એટલે એવણ પણ ગુજરાતી જ ને?! લગભગ પ્રીતિબેનની જ ઉમરનાં મહેરબેને પ્રીતિબેનની ઘણાં પહેલાં એન્ટાર્કટિકાની ધરતી પર પગ મુકેલો!
મુંબાઈમાં ૧૯૪૫માં જન્મેલી મહેર સુખી પણ મધ્યમ વર્ગના , પારસી કુટુમ્બનું એક માત્ર સંતાન છે . પંચગીનીના મનોરમ્ય અને આહ્લાદક વાતાવરણમાં આવેલ સેન્ટ જોસેફ કોન્વેન્ટમાં તેનો શાળા કાળ ગયો છે . મુંબાઈની સોફિયા કોલેજમાંથી તેણે બી . એ . કરેલું છે , અને મુંબાઈની સરકારી લો કોલેજમાંથી એલ . એલ . બી .
પણ આ અલગારી રખડપટ્ટીના રસિયા જીવને ચીલાચાલુ કારકિર્દી થોડી જ પસંદ આવે ? ઊડવા મળે માટે તેને એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ બનવાનું વધારે પસંદ પડ્યું ! ૧૯૬૫ ના એ જમાનામાં સૌને આ અજાયબી જેવું લાગતું . મુક્ત મનના એમનાં માવતરના આશિર્વાદ અને શુભેચ્છા વગર આ શક્ય ન જ બન્યું હોત . નૈરોબી , જાપાન , ન્યુયોર્કના રૂટ પર મહેરબેન સાત વર્ષ ઊડતાં રહ્યાં .
મહેરબેનનું આખું નામ છે – મહેર હેરોઇસ મુસ . પણ એમના અંતરંગ વર્તુળમાં સૌ એમને ‘ મેગેલન ’ મહેર ના હુલામણા નામે બોલાવે છે . આ ઉપનામ પણ એકદમ વ્યાજબી જ છે . ૭૨ વર્ષના આયખામાં મહેરે ૧૮૦ દેશો સર કરી લીધા છે ! એમના ભરચક ભરાઈ ગયેલા ૧૮ પાસપોર્ટોની આ થોકડી આનો સજ્જડ પુરાવો છે –
૧૯૭૨ માં એમની બદલી એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે થઈ . પણ તેમની ચિત્તવૃત્તિને એ અનુકૂળ ન હતું . આથી તેમણે એર લાઈન્સના પ્રવાસન વિભાગમાં (tourism deptt.) જોડાવાનું વધારે પસંદ કર્યું . બૌદ્ધ ધર્મના પ્રવાસીઓને આકર્ષવાના પ્રોજેક્ટ હેઠળ તેમની પહેલી નિમણુંક ગૌતમ બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિની ( નેપાળ ) ખાતે થઈ હતી !
પણ આમાં એર હોસ્ટેસની જેમ ઊડવાની તક તો ક્યાંથી મળે ? મધ્યમ વર્ગની મહેરે એના ઊડવાના અને જગતની અવનવી જગ્યાઓની મુલાકાત લેવાના અભરખા પૂરા કરવા વેકેશનની રજાઓ અને ખર્ચ બચાવવાનું શીખી લીધું . અલબત્ત એર ઇન્ડિયામાં નોકરીના સબબે તેને બહુ ઓછા ભાવમાં એર ટિકિટો મળી જતી , અને Frequent flier discount પણ . હોટલોમાં રહેવા માટે પણ ચિર પ્રવાસી તરીકેની તેની તવારીખ કામમાં લાગતી . કદીક આવા પ્રવાસ માટે કોઈ સ્પોન્સર પણ મળી જતા .
મહેરે મુલાકાત લીધેલી જગ્યાઓનું લિસ્ટ વાંચીએ તો આપણને ચક્કર જ આવી જાય . યુરોપ , એશિયા અને અમેરિકાની ધરતી પરની , પ્રવાસીઓના સ્વર્ગ જેવી જગ્યાઓ તો ખરી જ . પણ એમેઝોનના ગીચ જંગલો , સિનાઈના રણમાં આથડતા બેદૂઈન ભરવાડો , પેરૂની ઈન્કા જાતિનું પવિત્ર સ્થળ મચુ પિચ્છુ , વનુટા ટાપુ પરનો ભભૂકતો જ્વાળામુખી અને કેરિબિયન ટાપુઓની મોહક સૃષ્ટિ પણ આમાંથી બાકાત નથી . કોન્ગોના જંગલોમાં પિગ્મીઓ સાથે કે , કોઈક જ જતું હોય તેવી પેસિફિક મહાસાગરની ઈસ્ટર આઈલેન્ડની ભુલાયેલી સંસ્કૃતિના અવશેષ સમાન જંગલી લોકો સાથે અથવા પપુઆ ન્યુગિનીની સેપિક નદીના કાંઠે માનવભક્ષી આદિવાસીઓ સાથે પણ મહેરે વાતચીત કરી છે . આ એવી જગ્યાઓ છે , જેના વિશે આપણને નેશનલ જ્યોગ્રાફિક કે ડીસ્કવરી ચેનલમાં જ માહિતી મળી શકે .
૧ 3 મી સદીના મહાન યુરોપિયન મુસાફર માર્કો પોલોએ પ્રવાસ કર્યો હતો તે રૂટ પર પાંચ મહિનાની સફરમાં આ મહાન ગુજરાતી મુસાફરણે સમરકંદ , બુખારા , ઉઝબેકિસ્તાન , ગોબીનું રણ , મોન્ગોલિયા અને ચીનના બાઈજિંગની મુલાકાત પણ લીધી છે . આખું તો શું ? – અડધું લિસ્ટ પણ અહીં મુકવામાં આવે , તો બે લેખ જેટલી જગ્યા એ લિસ્ટ જ રોકી લે !
પ્રવાસ ઉપરાંત મહેરે ઘણા સામાયિકોમાં પોતાના પ્રવાસ વર્ણનના લેખ પણ લખ્યા છે . એટલું જ નહીં , અનેક ફોટાઓ અને વિડિયો સાથે પ્રવાસોની માહિતી આપતાં પ્રવચનો પણ મહેર આપી ચુકી છે . યુ – ટ્યુબ પર ઘણા બધા વિડિયો આપણને જોવા મળી જાય તેમ છે . આ જૈફ ઉમરે બાળકોને પ્રવાસ વિશે જ્ઞાન આપતાં પુસ્તકો લખવા માટે મહેર કટિબદ્ધ છે .
પ્રવાસના આ ગાંડા શોખ જેવો જ એનો બીજો શોખ છે – રસોઈ અને ખટસવાદિયાપણું . ફરવા હરવાની સાથે સાથે ખાવા / ખવડાવવાની શોખિન આ મહિલા ૧૮૦ દેશોની વાનગીઓ પણ ચાખી ચુકી છે . એમાં એમેઝોનના જંગલના ઝાડ પરથી વિણેલાં જીવડાંઓમાંથી બનાવેલ વાનગી પણ સામેલ છે ! આ લખનારને ન ગમે તેવી વાત એ છે કે , મહેરને મીઠાઈઓ નથી ભાવતી !
જો કે , એની સૌથી વધારે યાદગાર સફર તો ૧૯૭૬ માં એન્ટાર્કટિકાની જ રહી છે . ત્યાં પહોંચ્યા સુધીની અનેક વિટંબણાઓથી ભરેલી , દિલ ધડકાવી દે તેવી કહાણી આપણે વાંચીએ તો મહેરને સલામ કરવી જ પડે . વિસા ન મળવાના કારણે અને તેના પ્લેનમાં યાંત્રિક ખરાબી થવાના કારણે , તે માડાગાસ્કરમાં સ્ટીમર પકડી ન શકી . પણ કેપટાઉનમાં એ સ્ટીમર પર પહોચીને જ જંપી અને એન્ટાર્કટિકા પર ભારતનો તિરંગો પહેલી વાર ફરક્યો !
મહેરને અફસોસ એ વાતનો છે કે, હજી ૨૫ દેશો બાકી છે, પણ એની આંખે હવે ઝાંખ વળે છે, કાન થોડાક ગીરે મુકેલા છે, અને કરોડ રજ્જુ ચૈઇડ ચૈડ કરે છે!
મહેરના શબ્દોમાં જ સમાપન…
“My ideology has always been to go where nobody has ever been, do what nobody has ever done and never be afraid to ask,”
VIDEO
સંદર્ભ –
http://www.thebetterindia.com/86322/meher-moos-mumbai-first-indian-woman-antarctica-travel/
http://www.cntraveller.in/story/how-did-meher-moos-get-her-18-passports/
https://yourstory.com/2016/04/meher-moos/
Like this: Like Loading...
Related
A Lucky women .An exemple for other women and men .
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર
વાહ, મહેરની મહેર…