સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મસાણમાં મહિલા

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

૧૯૯૩, અમદાવાદ

       કલ્પનાને એની ફોઈ બહુ જ વ્હાલી હતી. બાળવિધવા અને નિઃસંતાન ફોઈ માટે પણ કલ્પના જિગરનો ટૂકડો હતી. તે દિવસે એંશી વર્ષનાં ફોઈબા ગુજરી ગયાં. કુટુમ્બ મોટું હતું. તેમને અગ્નિદાહ કોણ આપે તે માટે ડાઘુઓમાં ચર્ચા શરૂ થઈ. પાછલા રૂમમાં સ્ત્રીઓ શોકમગ્ન થઈ ભેગી થયેલી હતી. કલ્પના પણ તેમની સાથે શોકમગ્ન ચહેરે બેઠી હતી.

     એકાએક કલ્પના ઊભી થઈ, અને ઘરની ઓસરીમાં ઠાઠડી પર શબને બાંધી રહેલા સ્વજનોને સત્તાવાહી સ્વરે કહ્યું,” હું મસાણ આવવાની છું, અને હું જ ફોઈબાને અગ્નિદાહ દઈશ.” એકદમ સન્નાટો વ્યાપી ગયો. કોઈ શાસ્ત્રમાં આ માટે આજ્ઞા ન હતી. પણ કલ્પના બધાંની માનીતી હતી. ઘરમાં એની હાક વાગતી. કોઈ એની ઉપરવટ થવા કાબેલ ન હતા.

    એક વડીલે હિમ્મત કરી કહ્યું, “બેન, ત્યાંનું દૃશ્ય તું સહન નહીં કરી શકે. કદાચ તું ત્યાં બેભાન પણ થઈ જાય અને અમારે નવી ઉપાધિ. વળી ત્યાં રોકકળ થાય તે યોગ્ય પણ ન ગણાય.”

   કલ્પનાને શોકમગ્ન પણ સત્તાવાહી અવાજે કહ્યું, “હું નાની હતી ત્યારથી મારો ઉછેર ફોઈબાએ જ કર્યો છે. મમ્મી તો નિશાળમાં જવાની લ્હાયમાં ક્યાં અમને સમય આપી શકે તેમ જ હતું? એમને ભગવાનને ઘેર જવાની આ છેલ્લી સફરમાં એમને કાંધ આપવાની મારી ફરજ છે, અને હું બીજા કોઈને એ ફરજ સોંપીશ નહીં. અને મારી આંખો ભીની હશે , પણ રોવાનો એક અવાજ મારા હોઠેથી નીકળે તો મને પકડીને મસાણની બહાર લઈ જવાની તમને છૂટ છે. ”

      ઘણી બધી સમજાવટ છતાં કલ્પના ટસની મસ ન થઈ તે ન જ થઈ.  બધાને કલ્પનાની આ મક્કમતા સામે ઝૂકી જવું પડ્યું.  ઠાઠડીનો આગલો છેડો પકડવાની પહેલ પણ કલ્પનાને જ કરી. છેક પોળના નાકે તૈયાર ઊભેલી શબવાહિની સુધી તેણે કોઈને એ સ્થાન લેવા ન દીધું તે ન જ દીધું. ગાડીમાં ફોઈના શબની બાજુમાં પણ તે જ બેસી ગઈ.

    અને… મસાણમાં અગ્નિસંસ્કાર પણ કલ્પનાના હાથે જ દેવાયો.

   અમદાવાદની ઔદિચ્ય બ્રાહ્મણોની મસ મોટી નાતમાં આ ઘટના મહિનાઓ સુધી ચર્ચાતી રહી. પણ કલ્પનાએ એક નવો ચીલો પાડ્યો હતો. તેણે તેનો ધર્મ બજાવ્યો હતો.

૧, નવેમ્બર૨૦૧૬, બનારસ

       વારાણસીના ભદૈની મહોલ્લામાં ચકચાર મચી ગઈ. ૭૦ વર્ષના યોગેશચંદ્ર ઉપાધ્યાય એમની દીકરીના ઘેર ધોલપુર, રાજસ્થાનમાં અવસાન પામ્યા હતા. પવિત્ર ગંગા નદીમાં તેમના છેલ્લા સંસ્કાર કરવા માટે તેમનું શબ તેમના વતન વારાણસીમાં લાવવામાં આવ્યું હતું. પણ આમ તો ઘણા લોકોની અંતિમ યાત્રામાં બનતું જ હતું ને? દરેક હિન્દુની એ કામના હોય છે કે, ગંગા નદીમાં એમનાં અસ્થિ વિસર્જન થાય. પણ વિવાદ બીજી જ બાબત અંગે હતો.

     શું હતો એ વિવાદ? અને શું હતી તે અભુતપૂર્વ ઘટના?

g1

      યોગેશચંદ્ર રાજસ્થાનના ધોલપુરમાં એમની દીકરી ગરિમા સાથે  ઘણા વખતથી રહેતા હતા. પણ ઘણા વખતથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ગરિમાએ બાપુના ઈલાજ માટે ઘણી બધી જહેમત અને ખર્ચ ઊઠાવ્યા હતા. પણ તેમની ઇચ્છા વતનમાં પાછા ફરવાની હતી. બનારસમાં જ રહેતી તેમની બીજી ચાર દીકરીઓનો પણ આગ્રહ હતો કે, છેલ્લા દિવસોમાં બાપુ વતનમાં રહે તો તેમના જીવને ટાઢક વળે. પણ તેમની એ આશા નીરાશામાં પલટાઈ ગઈ. પોલિસ ખાતામાં અફસર એવી ગરિમાને ઘેર જ યોગેશ ચન્દ્ર અવસાન પામ્યા.

     બહોળા કુટુમ્બમાં એમને અગ્નિસંસ્કાર આપનારાઓની કમી ન હતી. પણ પાંચે દીકરીઓનો આગ્રહ હતો કે,

     ‘આખી જિંદગી અમારા ઉછેર અને ઘડતર કરનાર અને અમારા લગ્ન પ્રસંગો ઉત્સાહથી ઉકેલનાર બાપુના જીવનના છેલ્લા પથ પર કાંધ આપવાની અમારી સહિયારી ફરજ અને જવાબદારી છે. બીજા કોઈને એ કામ ન જ સોંપાય.’

     બાપુને સૌથી વહાલી ગરિમા તો ઠાઠડીની આગળ જ બેસી ગઈ, અને સત્તાવાહી સ્વરે કહ્યું, ‘ આ જમણો અને આગળનો છેડો તો હું જ કાંધે લેવાની.”

   ઉત્તર પ્રદેશના રૂઢિચુસ્ત  સમાજ માટે પાંચ પાંચ મહિલાઓનો આ આગ્રહ વજ્રઘાત સમાન હતો. ઘણી આનાકાની અને ઉગ્ર ચર્ચાના અંતે હાજર રહેલા બધા ડાઘુઓને આ સકારણ નારી હઠ આગળ ઝૂક્યા સિવાય બીજો કોઈ આરો જ ન હતો.

     છેવટે ગંગાનદીના હરિશ્ચન્દ્ર ઘાટ તરફ યોગેશચંદ્રના જીવનની આખરી સફર ચાર ચાર દીકરીઓની કાંધ પર શરૂ થઈ, ત્યારે જ આ વિવાદનો અંત આવ્યો.

g2g3

      અને……. હિન્દુ સમાજના છિન્ન ભિન્ન થઈ રહેલા/ ગયેલા રિવાજોમાં એકનો ઉમેરો થઈ ગયો. હવે ‘પું’નામના નર્કની દિશામાંથી જીવાત્માને સ્વર્ગારોહણ કરાવવાના પુત્રોના હક અને ફરજમાં પુત્રીઓ પણ સહભાગી બની હતી. તેમનો આ વિશેષાધિકાર હિન્દુઓની પવિત્ર ગંગાનદીના કાંઠે અને એવા જ મહત્વના ધામ વારાણસીમાં  સ્થાપિત થયો હતો.

સંદર્ભ –

https://www.sabrangindia.in/article/betiyo-ne-uthai-pita-ki-arthi

http://www.nationaldastak.com/story/view/slap-on-conservatism

………………………

      કદાચ આ વિષયાંતર લાગે પણ થોડાક હળવા, નીચેના હાસ્યલેખ તરફ પણ જરાક નજર નાંખી લેજો! ઠીક લાગે તો  ‘નર્કસ્થ’ બનવા વિશે વિચારવાનું શરૂ કરી દેજો  !

નર્કસ્થ

Advertisements

One response to “મસાણમાં મહિલા

 1. readsetu જુલાઇ 3, 2017 પર 4:38 એ એમ (am)

  આ તમે સરસ કામ કરો છો. આવી પ્રેરક કથાઓને અહીં સુલભ કરી દેવાનું.
  બીજી વાત.
  સ્વર્ગસ્થ અને નર્કસ્થ વચ્ચે એક
  મધ્યસ્થ
  હોવું જોઈએ.
  જે ન તો રામ છે, ન રાવણ.
  બિચારા આપણા જેવા જીવો.
  જિંદગી આખી ખોટું કરવાથી સંભાળીને જીવતા…તોય ક્યારેક…લપસી પડતા..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: