આખા દિવસની કાળી મજૂરી પછી રામદુલાર બશેર લોટ ખરીદવા કરિયાણાની સ્થાનિક દુકાને ઊભો હતો. લોટ મળતાં તેણે પસીનાથી રેબઝેબ બંડીના ખિસ્સામાંથી, ધૂળથી ખરડાયેલું, પ્લાસ્ટિકનું કાર્ડ કાઢ્યું અને ધોતીના છેડેથી લૂછી, લાલાજીને આપ્યું. લાલાજીએ એના મશીનમાં ફેરવી, હસતા ચહેરે રામદુલારને કાર્ડ પાછું આપ્યું. એ જ સાંજે ૮૦૦ કિલોમિટર દૂર રામકિશન પણ ચુનીલાલની કરિયાણની દુકાનેથી અડધો શેર દાળ ખરીદી આમ જ કાર્ડ આપી, વિદાય થયો. રામદુલાર બિહારના મધુબની જિલ્લામાં આવેલા બસોપટ્ટી ગામનો રહેવાસી છે. રામકિશન ઝારખંડના ગિરિદિહ જિલ્લાના ગાવા ગામમાં રહે છે, અને આ વાત ઓગસ્ટ મહિનાની ત્રીજી તારીખની છે.
બિહારના ગોહરા ગામના રહેવાસી રોહિત કુમાર કહે છે કે, ‘અમારાથી સૌથી નજીકનું એ.ટી.એમ. ૧૦ કિલોમિટર દૂર છે. અને ત્યાં જઈએ ત્યારે બેન્કોમાં લાંબી લાઈનોની બબાલ વેઠવી પડે છે.‘ આવો જ આનંદ પશ્ચિમ બંગાળના ફલકટા ગામના કરિયાણાના વેપારી પ્રસેનજિત સૂત્રધારે પણ વ્યક્ત કર્યો હતો.
આ વાત છે – મોટી નોટોની બબાલથી ઘણા પહેલાંની! આવા દસ લાખ ઘરાકો ‘નોવો –પે’ કાર્ડ વાપરી ખરીદી કરે છે. એમને આવી સવલત પૂરી પાડતા ૪૪,૦૦૦ રિટેલ વેપારીઓ પણ આખા દેશમાં ઠેર ઠેર હાજર છે. રોકડ રકમનો વપરાશ ઘટાડવાની સરકારી નેમ માટે ‘નોવો-પે’ આશાનું એક કિરણ છે. જૂની ચલણી નોટો રદ થયા પછી, માત્ર બે જ અઠવાડિયામાં આ માટે ‘નોવો-પે’ને ઘણી બધી બેન્કોની લીલી ઝંડી મળી ગઈ છે.
નોવો-પે કાર્ડ અને એ માટેની આ મોબાઈલ ‘એપ’ આ રહ્યાં –
નોવો-પેની સવલત આપતી બે દુકાનો……
માત્ર આધાર કાર્ડ પરથી આ સવલત હવે મળી શકે છે. એ સાથે ડિપોઝિટ કરવાની, રોકડ રકમ મેળવવાની અને બીજી સવલતો પણ આ મહેનતકશ આદમીઓ માટે હવે હાથવગી થઈ ગઈ છે. ઘણી બેન્કોએ પણ આ માટે સહકારનો હાથ લાંબો કર્યો છે. ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બીજા ૧૬ રાજ્યોમાં ‘નોવો-પે’ ફેલાઈ ગયું છે.
પણ આ એમ ને એમ નથી બન્યું. ૨૦૧૨થી આમ થાય, તે માટે શ્રીકાન્ત અને તેના સાથીદારો બન્ગલરૂમાં વિખ્યાત અબજોપતિ વિનોદ ખોસલાની ‘ખોસલા લેબ’ ખાતે જહેમત ઊઠાવી રહ્યા હતા.
કોણ શ્રીકાન્ત? આ જણ
શ્રીકાન્ત નાદમુનિ
સાવ અજાણ્યું નામ નહીં વારૂ? ભાગ્યે જ કોઈ એના વિશે જાણતું હશે. પણ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની, ગાંધીજીના ફોટાવાળી નોટો ગેરકાયદેસર બની ગઈ એના બે વર્ષ પહેલાં આ જણે રોકડ રકમને રામ રામ કરતી પદ્ધતિ શરૂ કરી હતી. અને તે પણ મુંબાઈ, દિલ્હી કે બન્ગલુરૂ જેવાં મોટાં શહેરો માટે જ નહીં; બસોપટ્ટી અને ગાવા ગામના આવા છેવાડાના આમ(!) આદમીઓ માટે પણ.
રામદુલાર અને રામકિશનની રોજગારી પણ હવે તેમના બેન્ક ખાતામાં જમા થાય છે. તેમને હવે રસ્તામાં લુખ્ખાઓથી લૂંટાઈ જવાનો ડર પણ દૂર થઈ ગયો છે. હવે એમનાં ઝૂંપડામાં ચોરી થવાની દહેશત વિના, આખા દિવસની મજૂરી બાદ તે લોકો ચેનથી ઊંઘી શકે છે.
ન માની શકાય તેવી આ વાત જાણીને નવાઈ લાગી ને? પણ, અબજો રૂપિયાના માર્કેટની આ શક્યતા વિશે દૂરંદેશી ધરાવતા વિનોદ ખોસલાએ ‘આધાર’ કાર્ડ બનાવવાનું પાયાનું કામ કરનાર અને ઝળહળતી કારકિર્દીવાળા શ્રીકાન્તનું હીર પારખી, ‘ખોસલા લેબ’માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આધાર કાર્ડના પ્રોજેક્ટના પ્રણેતા નંદન નિલેકાનીએ પણ આ કામની ઉપયોગિતા સમજી શ્રીકાન્તને શુભેચ્છા સાથે આ માટે પરવાનગી આપી હતી.
શ્રીકાન્તની સાથે તેજસ્વી કારકિર્દીવાળા શ્રીધર રાવ, ગૌતમ બંદોપાધ્યાય અને શંકર બાલી પણ છે. અને હવે તે લોકો નોવો-પે નામની કંપનીનું સંચાલન કરી રહ્યા છે.
શ્રીકાન્તની ઝળહળતી કારકિર્દી ની ટૂંક ઝલક –
માયસોર યુનિવર્સિટીમાંથી E. ( Electronics)
૧૯૮૭ – લુઇસિયાના યુનિવસિટીમાંથી S. ( Elect. Engg.)
ભારતમાં ગ્રામ વિસ્તારમાંથી રોકડ ને રામ રામ થાય એવો સમય આટલો જલ્દી આવશે એની કલ્પના થોડા વર્ષો પહેલાં ક્યાં હતી ! ટેકનોલોજીની આ હરણફાળની અસર આશ્ચર્ય જનક છે. શ્રીકાન્ત જેવા ટેકનીશીયનો ને સલામ.
ભારતમાં ગ્રામ વિસ્તારમાંથી રોકડ ને રામ રામ થાય એવો સમય આટલો જલ્દી આવશે એની કલ્પના થોડા વર્ષો પહેલાં ક્યાં હતી ! ટેકનોલોજીની આ હરણફાળની અસર આશ્ચર્ય જનક છે. શ્રીકાન્ત જેવા ટેકનીશીયનો ને સલામ.
બહુ સુંદર જાણકારી આપી છે.