સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવાઈ સાયકલ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

tp1

       તે દિવસે  દસમા ધોરણની વિદ્યાર્થિની,  તેજસ્વિની પ્રિયદર્શિની તેની નિશાળેથી ઘેર પાછી આવી રહી હતી. તેની સાયકલમાં હવા ઓછી હતી. નિશાળની નજીક આવેલી સાયકલ રિપેર કરવાની દુકાને તે ઊભી રહી. હવા ભરનાર છોકરો બીજા કામમાં વ્યસ્ત હતો, એટલે તેજસ્વિનીને થોડીક રાહ જોવાની હતી. સ્વાભાવિક રીતે તેજસ્વિનીની નજર તે છોકરા તરફ હતી.

    તેજસ્વિનીને તો મઝા પડી ગઈ. સાયકલના એક ટાયરમાં ગાંઠ પડી ગયેલી હતી. તે છોકરો હવા ભરવાની ટોટીના છેડે એક પાઈપ લગાવીને ટાયરની અંદર હવા છોડતો હતો. ટાયર કુદંકુદા કરી રહ્યું હતું! ધીમે ધીમે ટાયર સીધું થઈ ગયું. પછી છોકરાએ તેજસ્વિનીનું કામ હાથ પર લીધું. હવા ભરાઈ ગઈ. એને જરૂરી સિક્કા આપી તેજસ્વિની ઘર જવા ઉપડી. ઘર ઊંચાણવાળા વિસ્તારમાં હતું અને સાયકલના પેડલ મારતાં તેજસ્વિનીને થાક લાગવા માંડ્યો. ઘેર પહોંચીને તેજસ્વિની શ્વાસ ખાવા બેઠી ન બેઠી અને તેના ફળદ્રુપ ભેજામાં ચમકારો થયો,

   ‘આ હવા ટાયરમાં હવા ભરી શકે, ટાયરને સીધું કરી શકે –
તો પછી એ પેડલ ના મારી શકે
?’

   રાતે સૂતાં પણ એના મનમાં આ જ વિચાર ઘુમરાયા કર્યો. સવારમાં નાસ્તો કરતી વખતે તેણે આ વિચાર તેના બાપુ – નટવર ગોછાયતને કહ્યો. નટવરે એના વિચારને હસી ન કાઢ્યો પણ ઉલટાંનું કહ્યું કે, તેમના એક કૌટુંબિક મિત્રની કલર કામ કરવાની દુકાનેથી કોમ્પ્રેસ્ડ એર ભરવાનું સિલિન્ડર ક્યાંથી મળે – તેની તપાસ કરી લાવશે.

   આ વાતને અઠવાડિયું થયું , અને તેજસ્વિનીના ઘરના આંગણામાં સરસ મજાનું એક સિલિન્ડર હાજર થઈ ગયું. નટવરના બીજા એક મિત્ર મશીનરીના ભાગ બનાવવાના કારખાનાના માલિક હતા. તેમની પાસે જાતજાતની મશીનરી હતી. તેમણે તેજસ્વિનીના સ્કેચ મુજબ  ઢાંકી રાખે તેવા કવર  સાથેનો અને સાયકલના પેડલની સ્પિન્ડલ પર લગાવી શકાય તેવો એક પંખો  બનાવી આપ્યો.

  અને તેજસ્વિનીની પ્રયોગશાળા ધમધોકાર કામ કરતી થઈ ગઈ. ઘણી બધી નિષ્ફળતાઓ પછી, હવાના સિલિન્ડરનો વાલ્વ ખોલતાં જ  સ્ટેન્ડ પર ચઢાવેલી સાયકલનું પાછલું પૈડું સરસરાટ ગોળ ફરવા લાગ્યું. તેજસ્વિની તો આનંદમાં ગોળ ફુદરડીઓ ફરવા લાગી. વાલ્વ બંધ કરી, તે સાયકલની સીટ ઉપર બેસી ગઈ, અને સાચવીને વાલ્વ ખોલ્યો. અને વાહ! તેજસ્વિનીની સાયકલ તો બાપુ! દોડી.

tp2

       થોડાક જ અઠવાડિયાં અને ઉડીશા રાજ્યના રૂરકેલા શહેરની તેજસ્વિની આખા રાજ્યમાં જાણીતી બની ગઈ. ભુવનેશ્વરમાં ભરાયેલા પ્રદર્શનમાં પણ તેજસ્વિનીની સાયકલ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી.

tp3

      તેજસ્વિનીએ તેની ડિઝાઈનમાં, સાયકલના કેરિયર પર  ૧૦ કિલોગ્રામ જેટલી હવા સંઘરી શકે તેવો સિલિન્ડર બાંધી દીધો હતો. સિલિન્ડર પર હવા ચાલુ બંધ કરવાનો વાલ્વ, સેફ્ટી વાલ્વ અને હવા ભરવા માટેનો નળ છે. રબર અને સ્ટીલના વાયરના સંયોજનથી બનેલી,મજબૂત ટોટી વડે હવા પેડલની જગ્યાએ ગોઠવેલ એરગન સુધી પહોંચી જાય છે. એરગનમાંથી સ્પિન્ડલ પર રાખેલ છ બ્લેડ વાળા, બંધ પંખા પર હવા ફેંકાય છે, અને સાયકલની ચેનને ફેરવે છે. ૬૦ કિ.મિ. સુધી પેડલ માર્યા વિના, આ સાયકલ પર  મુસાફરી કરી શકાય છે.

  હવામાં કાર્બન ડાયોક્સાઈડ અને અવાજનું  પ્રદૂષણ ફેલાવતા મોટર વાહનોનો સરસ મજાનો વિકલ્પ આ ૧૪ વર્ષની કિશોરીએ ગોતી કાઢ્યો છે. આવી ડિઝાઈનથી જો સ્કૂટરો બનાવવામાં આવે તો યુવાનો અને યુવતિઓ માટે બહુ ઓછા ખર્ચ વાળી સુવિધા થઈ જાય.

 

સંદર્ભ –

http://eodisha.org/odia-girl-invents-bicycle-without-pedals-can-travel-60km-10kg-air/

https://updateodisha.com/2016/11/02/odisha-girl-invents-air-bike-can-travel-60km-10kg-compressed-air-17208/

https://www.telegraphindia.com/1161102/jsp/odisha/story_116842.jsp#.WJosADsrLIU

https://yourstory.com/2017/01/odisha-fuel-free-bike/

 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: