[મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ]
શતાબ્દીના ડબ્બામાં દાખલ થતી વખતની, સતીશના ચિત્તની બધી કડવાશ હવે ઊભરાઈ આવી. તેણે જુસ્સાથી પ્રતિભાવ આપ્યો,
“ લો! શું વાત કરો છો? તમે જેમ સીડીની ઉપર ચઢતા જાઓ તેમ, થોડું જ જીવન સરળ બનતું જાય છે? ઊલટાની જવાબદારી અને કામના કલાકો અનેક ગણાં વધી જતાં હોય છે. જુઓને , અત્યારે આ મુસાફરીમાંય ક્યાં કામ છોડે છે? ડિઝાઈન અને કોડિંગ? એ તો આખી પ્રક્રિયાના સાવ સરળ હિસ્સા હોય છે. હું તો આખાય પ્રોજેક્ટ માટે જવાબદાર છું. તમે નહીં માનો – આ કેટલું જવાબદારી ભરેલું કામ હોય છે? એમાં તો ઘણી વધારે તાણ પડતી હોય છે. મારી જવાબદારી છે – આ કામ સૌથી ઊંચી ગુણવતા ભર્યું હોવું જોઈએ અને વળી સમયસર પતવું પણ જોઈએ. લો! હવે અમારે કેટલા દબાણ નીચે કામ કરવું પડે છે; તેની વાત કરું. એક બાજુએ અમારો ઘરાક હોય. એની જરૂરિયાતો અને માંગણીઓ છાશવારે બદલાતી જતી હોય. બીજી બાજુએ છેવટનો વપરાશ કરનાર હોય. એના મગજમાં તો કાંઈ બીજું જ હોય! અને તમારો બોસ? એને તો ‘આ બધું તૈયાર કરીને તમે ગઈકાલે કેમ આપી દેતા નથી?’ – તેનો ધખારો હોય!”
હવે સતીશ શ્વાસ ખાવા થંભ્યો. તેના ગુસ્સાની માત્રા થોડી હળવી બની હતી. એના હૈયાની વરાળ નીકળી જવાને કારણે તેને થોડી રાહત લાગી. તેણે જે કહ્યું હતું, તે એક બહુ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરતા, અને સમયની સાથે હોડ બકતા, અને જેની વ્યથાઓને કોઈ સમજી જ શકતું નથી; એવા એક સાચા દિલના જણની રોજની મોંકાણ હતી. જો કે, આ સાવ સાચી હકીકત જણાવવામાં તેણે આટલા બધા ઉશ્કેરાઈ જવાની જરુર ન હતી.
તેણે પોતાની વાત સમાપ્ત કરતાં વિજયી મુદ્રાથી ઉમેર્યું,
” ભાઈ! અગ્નિવર્ષાની જેમ ગોળા વરસતા હોય; તેની સામે ઊભા રહેવું; તેની તમને શી ખબર પડે?“
પેલાએ આંખો બંધ કરી દીધી અને પોતાની સીટ ઉપર બેસી રહ્યો. જાણે કે, એને સતીશની વ્યથાની પ્રતીતિ થઈ રહી હતી. થોડીક વાર પછી તેણે આંખો ઉઘાડી. તેણે બોલવાની શરૂઆત જે શાંતિ ભરેલી ચોક્કસતાથી કરી; તે જોતાં સતીશને નવાઈ લાગવા માંડી.
“ મને ખબર છે, સાહેબ! મને ચોક્કસ ખબર છે. અગ્નિવર્ષાની સામે ઊભા રહેવું તે શું છે; તેની મને બરાબર જાણ છે.”
તે જાણે કે, અતીતમાં સરકી ગયો હતો. જાણે કે, આ ટ્રેન, સતીશ, આજુબાજુના કોઈ મુસાફરો, બારીમાંથી પસાર થતું દ્રશ્ય – કશું જ હવે તેની સામે ન હતું. તે કોઈક જુદી જ ભોમકામાં ગરકી ગયો હોય તેમ, સતીશને લાગ્યું. તે જાણે કે સમયના કોઈ જુદા જ પરિમાણમાં ભમી રહ્યો હતો.
“ તે ઘનઘોર રાતના અંધકારમાં અમને ‘પોઈન્ટ – ૪૮૭૫’ સર કરી લેવા હુકમ મળ્યો; ત્યારે અમે ત્રીસ જણા હતા. ઉપર, એ પોઈન્ટની ઊંચી ટેકરી પરથી દુશ્મનોની ગોળીઓ સતત વરસી રહી હતી. હવે પછીની ગોળી કોની ઉપર અને ક્યારે વરસશે? તેની અમને કશી જાણ થઈ શકે તેમ જ ન હતું. સવારે જ્યારે અમે એ પોઈન્ટ ઉપર તિરંગો લહેરાવ્યો ત્યારે અમે માત્ર ચાર જણા જ બચ્યા હતા. બીજા બધા કામ આવી ગયા હતા. “
સતીશે થોથરાતા અવાજે બોલવા પ્રયત્ન કર્યો,”ત.. ત.. ત.. તમે..?”
“હું કારગીલના પોઈન્ટ – ૪૮૭૫ ઉપર ફરજ બજાવતી ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઈફલનો સુબેદાર સુશાન્ત છું. હવે મને કહેવામાં આવ્યું છે કે, મારી મુદત પુરી થઈ છે; અને હું કોઈ હળવું (સોફ્ટ) કામ કરી શકું છું. પણ સાહેબ! તમે મને કહો, કોઈ મને એવી નોકરી આપે કે, જેનાથી જીવન થોડું સરળ બની જાય? તે વિજયની વહેલી સવારે, મારો એક સાથીદાર સ્નોમાં દુશ્મનની ગોળીથી ઘવાયેલો પડ્યો હતો. અમે એક બન્કરની આડશે સંતાયેલા હતા. એ સૈનિકની નજીક જઈ એને સુરક્ષાવાળી જગ્યાએ લઈ જવાની મારી જવાબદારી હતી. મારા કેપ્ટન સાહેબે મને તેમ કરવાની પરવાનગી ન આપી; અને તે જાતે એ કામ કરવા ગયા.”
તેમણે મને કહ્યુ.” એક સારા સિપાહી તરીકે, દેશની સલામતી અને સુખાકારીને એક નંબરની ગણવાના મેં કસમ ખાધેલા છે. બીજા નંબરે મારા માણસોની સલામતી આવે છે. મારી પોતાની સલામતી હમ્મેશાં અને દરેક વખતે, સૌથી છેલ્લી આવે છે.”
સુશાન્તે શોકના ઓથારથી ભરેલા સ્વરે ઉમેર્યું, ”તેમણે એ ઘવાયેલા સૈનિકને પોતાની આડશમાં રાખીને સલામત બન્કર સુધી પહોંચાડ્યો ત્યારે પોતાના પ્રાણની તે આહૂતિ આપી ચુક્યા હતા. ત્યાર બાદ દરેક સવારે, અમે જ્યારે ચોકી કરવાની અમારી ફરજ બજાવતા હતા ત્યારે એ ગોળીઓ ઝીલતા કેપ્ટનની યાદ મને હમ્મેશ આવે છે. એ ગોળીઓ તો સાહેબ! ખરેખર અમારે માટે હતી; અને કેપ્ટને પોતે તે ઝીલી લીધી હતી. એ તો શહીદ બની ગયા. અગ્નિવર્ષા કોને કહેવાય તે મને બરાબર ખબર છે, સાહેબ! “
એના ગળામાંથી એક ડૂસકું જ આવવાનું બાકી હતું.
સતીશને અસમંજસમાં સમજણ ન પડી કે, આનો શો જવાબ આપવો. તેણે એક નૈસર્ગિક અને સ્વયંભૂ આવેગમાં પોતાનું લેપટોપ બંધ કરીને બાજુએ મુકી દીધું. પોતાના કલ્પનાના મનોરાજ્યમાં, વાંચેલાં મહાકાવ્યો અને ભુતકાળની ગૌરવ ગાથાઓમાં, જેમને વીર અને સુભટ ગણ્યા હતા; તેવા એક આદમીની હાજરીમાં એને પોતાનો ‘વર્ડ’ ડોક્યુમેન્ટ, કે જેને તે એડિટ કરી (મઠારી) રહ્યો હતો; તે સાવ ફાલતુ લાગવા માંડ્યો. એને આગળ મઠારવાનુ પણ હવે તેને ક્ષુદ્ર લાગવા લાગ્યું. આ માણસની નિષ્ઠા આગળ તેની પોતાની સમગ્ર કામગીરી અને વ્યથાઓ સાવ વામણી લાગવા માંડી. શૂરવીરતા, જાનફેસાની અને જવાબદારી માટેની સભાનતા જેના જીવનનો એક અંતરંગ ભાગ હતો; એવા એક આદમીની બાજુમાં સતીશને પોતાની જાત એક ક્ષુદ્ર જંતુ જેવી બની ગઈ હોય, તેવી અનુભૂતિ થવા લાગી.
શતાબ્દી ધીમી પડી અને સ્ટેશનની હદમાં પ્રવેશી. સુબેદાર સુશાન્તે ઉતરવા માટે પોતાનો સામાન ભેગો કર્યો. સતીશે તેની સાથે હાથ મીલાવતાં કહ્યું,” તમને મળીને મને બહુ આનંદ થયો.” તેના હાથમાં જે હાથ હતો તે હાથે દેશની સરહદ ઉપર બંદુકની ગોળીઓ છોડી હતી. એ હાથે કારગીલની એ ટેકરી ઉપર, કરોડો દેશવાસીઓની સલામતીના પ્રતીક જેવો તિરંગો લહેરાવ્યો હતો.
એકાએક કોઈ અનેરી આંતરિક અનુભૂતિથી સતીશે પોતાનો જમણો હાથ એ હસ્તધૂનનમાંથી છોડાવ્યો. સતીશે શરીર કડક કરી, ‘હોંશિયાર’ની સ્થિતિ ( Attention) ધારણ કરી અને જમણા હાથ વડે તેણે સુબેદાર સુશાન્તને સલામી આપી. તેને લાગ્યું કે દેશની અદબમાં તેણે આટલું તો કરવું જ રહ્યું.
अय! मेरे वतनके लोगों,
जरा आंखमें भर लो पानी
जो शहीद हुए हं उनकी,
जरा याद करो कुरबानी }
————————————–
નોંધ –
નીચે દર્શાવેલ ઘટના એક સત્યકથા છે.

૯ સપ્ટેમ્બર – ૧૯૭૪ ના દિવસે જન્મેલા, કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલના એ વ્યૂહાત્મક મહત્વવાળા પોઈન્ટ – ૪૮૭૫ સર કરતી વખતે, અને વિજય હાથવેંતમાં હતો ત્યારે, પોતાના જવાનોની રક્ષા કરવામાં પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. આ અને આવા બીજા અનેક વીરોચિત કાર્યો માટે કેપ્ટન બત્રાને દેશનો સૌથી મોટો લશ્કરી એવોર્ડ ‘પરમ વીર ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો.
સંદર્ભ
કેપ્ટન બત્રા
આપણે નમ્રતાથી જીવીએ. આપણી સાવ અજાણતામાં આજુબાજુમાં એવા મહાન, ઉદાત્ત ધ્યેયવાળા અને વિજેતા માણસો હોઈ શકે છે ..
- જેમની પાસે ગમગીન થવા માટે, નવરાશ હોતી નથી.
- જે શંકાશીલ થઈ જ ન શકાય, એટલી હદ સુધી હકારાત્મક હોય છે,
- જે ભયભીત બની જ ન શકાય, એટલા આશાવાદી હોય છે.
- જે કદી હાર ન માને એટલું, સંકલ્પબળ ધરાવતા હોય છે.
આ વાર્તા પહેલી વખત પ્રકાશિત થઈ ત્યારે તેની ઉપર કેપ્ટન નરેન્દ્ર ફણસેનો પ્રતિભાવ –
સુબેદાર સુશાન્તની વાત અગાઉ અંગ્રેજીમાં વાંચી હતી, તેમ છતાં તમે કરેલો ભાવાનુવાદ ફરી ફરી વાંચી ગયો અને તે સીધો હૃદયમાં ઉતરી ગયો. એક ભૂતપૂર્વ સૈનિકને ભાવવિવશ કરી નિ:શબ્દ કર્યો. વધુ કંઇ પણ કહેવા અશક્તિમાન છું. આ લખ્યું તે કેવળ તમને જણાવવા કે તમે અને તમારા વાચકોએ વ્યક્ત કરેલી ભાવનાઓને કારણે ભારતની સેનાનું મનોબળ ઉન્નત છે.
આવા જ એક બીજા કારગિલ વીર, મહાવીર ચક્ર ધારક, સુબેદાર ઇમ્લિયાખાનની આવી જ પ્રેરક સત્યકથા અહીં વાંચો –
Like this:
Like Loading...
Related
dada..gr8 story & wonderful translation, too……keep it up..a nice punch to half-illeterate, white-coloured & salaried slaves..majority of youths today don’t see/think beyond laptop, promotion, bank statement & credit card!!!
સલામ એ નામી અનામી સૈનીકોને
ખૂબ જાણીતી વાતનો સુંદર ભાવવાહી અનુવાદ
ધન્યવાદ
Very good trnaslation. What a touching true life incident! Bharat Mata Ki Jay! We need more people like Captain Batra to protect our country!
Jai Jawan!
Dear Sureshbhai,
Do you take permission from original author before publishing their creations in Unza jodani?
thanks,
Siddharth
સુંદર ભાવાનુવાદ.
સલામ, સુબેદાર સુશાંત અને કૅપ્ટન બત્રા અને જાણ્યા-અજાણ્યા સર્વે સૈનીકો અને દેશના સર્વે કર્મઠો.
Veyr nice — excellent one!!
સન્માનનીય સુબેદાર સુશાંત, કૅપ્ટન બત્રા અને મા ભોમને માટે મરી મીટવા તત્પર રહેતાં તમામ વીર જવાનો તેમજ દેશદાઝથી તરબોળ તરવરીયા તમામને લાખ લાખ સલામ….
સુરેશભાઇ આપશ્રી પણ ધન્યવાદના અધીકારી છો, આપને પણ ધન્યવાદ…..
Res.Sureshbhai,thankyou very much for give us a true & very inspirational incident.I salute to all
who are serving for us at border.
Mahan chhhe dada….mahan.
Pingback: આયો ગોરખાલી - કેપ્ટન નરેન્દ્ર « ગદ્યસુર
સુબેદાર સુશાન્તની વાત અગાઉ અંગ્રેજીમાં વાંચી હતી, તેમ છતાં તમે કરેલો ભાવાનુવાદ ફરી ફરી વાંચી ગયો અને તે સીધો હૃદયમાં ઉતરી ગયો. એક ભૂતપૂર્વ સૈનિકને ભાવવિવશ કરી નિ:શબ્દ કર્યો.
વધુ કંઇ પણ કહેવા અશક્તિમાન છું. આ લખ્યું તે કેવળ તમને જણાવવા કે તમે અને તમારા વાચકોએ વ્યક્ત કરેલી ભાવનાઓને કારણે ભારતની સેનાનું મનોબળ ઉન્નત છે.
Pingback: Van T. Barfoot | Expressions
Pingback: કારગિલ વીર | સૂરસાધના
Agnivarshana banne bhag atyant sundar.
Pingback: મહાવીર ચક્ર ધારી – ઇમ્લિયાકુમ આઓ | સૂરસાધના
What a man and what a wife! If he is a hero she’s an angel.
Celine Dion-I’m your Lady
baloloyvictor
7 years ago8,754,567 views
I’m Your Lady Lyrics Artist(Band):Celine Dion The whispers in the morning Of lovers sleeping tight Are rolling like thunder now As .
Pingback: અગ્નિવર્ષા : ભાગ -1 | સૂરસાધના