સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કવિતા કે કાળકા?

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

આ વાર્તા વાંચો એ પહેલાં ફેસબુક પર બહુ જ વાઈરલ બનેલો આ વિડિયો જુઓ અને નક્કી કરો કે, પીળો ડ્રેસ પહેરેલી યુવતી કવિતા છે કે કાળકા ? !

       કવિતા  ૧૯૮૩માં હરિયાણા રાજ્યના જિન્દ જિલ્લાના, ઝુલણા તાલુકાના માલવી નામના સાવ નાનકડા ગામમાં  જન્મી હતી. સમજણી થઈ પછી તેને કૂકા, કોડીઓ, પગથિયાં જેવી છોકરીઓની ચીલાચાલુ રમતોમાં ઓછો રસ પડતો. તે તેના ભાઈ અને તેના ભાઈબંધોની શારીરિક તાકાત જોઈ ચપટીક લઘુતાગ્રંથિ અનુભવતી. ઝુલણાની છોકરીઓ માટેની સરકારી  માધ્યમિક શાળામાં આવી, ત્યારે એક દિવસ અચાનક તેની બહેનપણીએ રમત રમતમાં અને તે અજાણ હતી ત્યારે, પાછળથી તેને ધક્કો મારેલો અને તમ્મર ખાઈને કવિતા નીચે પડી ગઈ હતી. ઘણી વારે તેને કળ વળી ત્યારે તેને પોતાની શારીરિક નબળાઈ માટે તેને ફરીથી ગ્લાનિ ઉપજી આવી.

         એક વખત તેના પિતા આખા કુટુમ્બને નજીકના જિન્દ શહેરમાં ફરવા લઈ ગયા હતા. ત્યાં ચોકમાં કુસ્તી દંગલ ચાલી રહ્યું હતું. લોકોની હકડે ઠઠ ભીડમાંથી રસ્તો કરીને નાનકડી કવિતા સૌથી આગળ ઘુસી ગઈ. માંસલ સ્નાયુઓ વાળા અને કદાવર બાંધાના મલ્લોને કવિતા અહોભાવથી જોઈ રહી. તેને પોતાના નાજુક બાંધા માટે ફરી વખત એ ગ્લાનિ ઉપજી આવી. ગામ પાછા ફરતાં બસમાં તેણે મનોમન નક્કી કરી લીધું –

‘મારું આવું નાજુક શરીર શા કામનું ?
એને બરાબર કસી, મજબૂત બનીને જ હું જંપીશ.’

      અને… એ નિર્ધારે કવિતાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી.

       શાળામાં તે હવે રમતગમતમાં દિલ દઈને ભાગ લેવા માંડી. તેની માનીતી રમત કબડ્ડી હતી. સૌથી વધારે શ્રમ અને ચકોરતા માંગી લેતી આ રમતમાં તે એટલી તો માહેર થઈ ગઈ કે, શાળામાં કબડ્ડીની શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઈનામ પણ મેળવી લીધું. શાળાના પ્રિન્સિપાલના હાથે તેને નાનકડું ઈનામ મળ્યું, ત્યારે મજબૂત કાયાવાળા બનવાના પોતાના સ્વપ્નને તેણે સાચું પડતું અનુભવ્યું.  તે દિવસથી કવિતાનાં સપનાંઓને  સિદ્ધ થવા મોકળું મેદાન મળી ગયું.

       ભણવામાં પણ તે ઠીક ઠીક કાબેલ હતી. રમત રમતમાં તેણે બી.એ.ની પરીક્ષા તો પસાર કરી જ દીધી.  પણ હરિયાણાની બીજી  છોકરીઓની જેમ લગ્ન કરી, ઘર માંડીને બેસવામાં તેને બહુ રસ નહોતો. તેણે નોકરી શોધવા માંડી. અલબત્ત તેના મિજાજ અને ચિત્ત વૃત્તિને અનુરૂપ  નોકરી પણ તેને મળી ગઈ. હવે તે સહસ્ર સીમા દળમાં કોન્સ્ટેબલ હતી. થોડાંક વર્ષ અને તે સબ ઈન્સ્પેક્ટરના પદ સુધી પણ પહોંચી ગઈ. પણ ચીલાચાલુ રસમની આ નોકરીમાં, તેની મનોકામનાને બાગ – બાગ ખીલવી દે તેવો, બળ વાપરવાનો મોકો મળતો ન હતો !

     અંતે કંટાળીને ૨૦૧૦માં  તેણે એ નોકરી છોડી દીધી અને કુસ્તીબાજ બનવાનો દૃઢ સંકલ્પ કરી જલંધર પહોંચી ગઈ. ત્યાં જાણીતો કુસ્તીબાજ દલીપસિંઘ રાણા  કુસ્તીની તાલીમ આપતી Continental Wrestling Entertainment (CWE) Academy, નામની  સંસ્થા ચલાવતો હતો. પણ તે ‘ગ્રેટ ખાલી’  તરીકે વધારે જાણીતો હતો. કવિતા આ ‘મહાન ખાલી’(!) સાથે ખાલી ખાલી નહીં પણ એક મક્કમ નિર્ધાર સાથે તાલીમ માટે જોડાઈ ગઈ.

k1

      ૨૦૧૬ માં જલંધરમાં જ સૌથી પહેલાં બતાવેલા વિડિયોમાં BB, ‘Big bull’ નામની કુસ્તીબાજને બે જ દાવમાં ચિત કરીને કવિતા દેવી ભારત ભરમાં પ્રસિધ્ધ બની ગઈ. હવે તે કુસ્તીબાજોમાં ‘હાર્ડ કેડી ( Hard KD ) ના નામથી ઓળખાતી હતી.

    આ વર્ષે વિશ્વકક્ષાએ દુબાઈમાં યોજાયેલી WWE (World Wrestling Entertainment)  સ્પર્ધામાં સુવર્ણ ચન્દ્રક જીતીને કેડીએ દેશનું નામ રોશન કરી દીધું; અને સ્ત્રીઓ માટેના વૈશ્વિક કુસ્તી મુકાબલામાં દુનિયા ભરની આખલીઓને (!) ચિત કરવા લાગી.

k2

       વિશ્વ કક્ષાની , સ્ત્રીઓ માટેની ‘મે યન્ગ ક્લાસિક’ ( Mae Young Classic ) સ્પર્ધા માટે પણ તેની પસંદગી થઈ છે. આ જુલાઈના મધ્ય ભાગમાં ઓરલેન્ડો – ફ્લોરિડા ખાતે યોજાનાર તે સ્પર્ધામાં વિશ્વની ૩૨ કુસ્તી બાજણો ( કે મલ્લણો ? ) ભાગ લેવાની છે.

કવિતાના જ શબ્દોમાં ..

      “I am honoured to be the first Indian woman to compete in WWE’s first ever women’s tournament. I hope to use this platform to inspire other Indian women with my performance and make India proud,”

     છેવટમાં ….   કવિતાએ પ્રભુતામાં પણ પગલાં પાડયાં છે – કોની જોડે? વોલીબોલની ટુર્નામેન્ટના વીર ગૌરવ તોમાર જોડે જ તો !  એનો દીકરો અભિજીત પણ મોટો થઈને રમતવીર જ બને – એ માટે કવિતા એને ગળથુથીમાંથી તાલીમ આપી રહી છે !

k3

k4

સાભાર – જોવીતા અરાન્હા,  Better India

સંદર્ભ –

http://www.thebetterindia.com/106137/kavita-devi-first-woman-indian-wrestler-wwe/

http://indianexpress.com/article/sports/wwe-wrestling/kavita-devi-makes-history-as-first-indian-woman-ever-to-appear-in-wwe-4717088/

http://www.newindianexpress.com/sport/other/2017/jun/22/wrestler-kavita-devi-becomes-first-indian-woman-to-appear-in-wwe-1619690.html

http://zeenews.india.com/other-sports/watch-the-great-khalis-protegee-kavita-devi-makes-history-all-set-to-become-first-indian-woman-ever-to-fight-in-wwe-2017749.html

https://en.wikipedia.org/wiki/The_Great_Khali

http://www.dailyo.in/sports/wwe-kavita-devi-professional-wrestling-weightlifting/story/1/17969.html

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: