સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક માઈક્રો ફિકશન વાર્તા અને ફ્લેશ બેક

       સંધ્યા કાળનો સમય હતો.
    ચાલતાં ચાલતાં ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોકું નમાવીને તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ’.
     થોડે આગળ જતાં મંદિર આવ્યું, મનોમન બોલ્યો, ‘અલ્લા અકબર.’

– ડો. હાર્દિક યાજ્ઞિક

      આવી ઘણી બધી માઇક્રો ફિક્શન વાર્તાઓ અને માઇક્રો ફિક્શન વાર્તા વિશે અહીં….

vv

આ મુખડા પર ક્લિક કરો…

 

અને એવી ટચૂકડી વાર્તાઓનો મોટ્ટો ખજાનો આ રહ્યો….

sarjan

આ મુખપૃષ્ઠના આ ચિત્ર પર ક્લિક કરો

સાથે સાથે …

        ૨૦૧૧ માં અમદાવાદની મારી ઝુંપડી ખાતે યોજેલ શ્રીમતિ મીનાબેન ઠક્કર ના ભજન વખતે ભાવપૂર્વક હાજર રહેલ બંધુ સમાન મિત્ર વલીદા  તેમના કુટુમ્બના થોડાક સભ્યો સાથે ( ત્રણ પેઢી … શ્રીમાન અને શ્રીમતિ વલીભાઈ મુસા  અને તેમના પુત્ર અકબર ભાઈનું કુટુમ્બ ) પધાર્યા હતા અને પ્રેમપૂર્વક પ્રસાદ સ્વીકાર્યો હતો – તે યાદ તાજી થઈ ગઈ.

     તે લોકો ઘણા મોડા આવ્યા હતા, અને મેં કહ્યું હતું ,” વહેલા ન આવ્યા તે સારું જ થયું , નહીં તો અમારાં ભજનોથી તમે કંટાળી જાત.”

      અને વલીદાએ આપેલ જવાબ હજુ ગઈકાલે જ સાંભળ્યો હોય તેવો તાજો છે …

” અરે! હોતું’શ વળી કંઈ?
અમેય ભજનમાં તાળીઓ પાડી જોડાઈ જાત. “

એ સુમધુર સાંજની એક ઝાંખી આ રહી …. ‘લાલાને વ્હાલાં ‘


અને એ ભજન સંધ્યાની યાદ ઉપર મિત્રોએ આપેલ પ્રતિભાવો ( ખાસ કરીને વલીદા અને પ્રવીણ ભાઈના ) જરૂર વાંચજો. બહુ બહુ મધુર યાદો તાજી થઈ ગઈ.  આભાર – વિનોદ ભાઈનો

Advertisements

3 responses to “એક માઈક્રો ફિકશન વાર્તા અને ફ્લેશ બેક

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 11, 2017 પર 12:10 પી એમ(pm)

  ‘લાલાને વ્હાલાં ‘ સૌ લોકો- હિંદુ ,મુસ્લિમ ,જૈન,ઈસાઈ ,શીખ ….કોઈ પણ.

  આ લેખ વાંચી અમારી શંકર સોસાયટી ની મહિલા ભજન મંડળી -રાધા મંડળ- યાદ આવી ગઈ.
  રાધા મંડળમાં મારાં માતુશ્રી આગળ પડતો ભાગ લેતાં .અમારે ઘેર ઘણીવાર ભજનો થતાં.

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 11, 2017 પર 4:09 પી એમ(pm)

  સ્વામી રામકૃષ્ણ પરમહંસ એ સર્વ ધર્મ સમભાવ અંગે આ શબ્દોમાં સરસ વાત કહી છે.

  ”સત્ય એકજ છે; ફક્ત તેને અલગ અલગ નામથી ઓળખાવવામાં આવે છે. બધા લોકો એકજ સત્યનેં શોધે છે; અલગતા વાતાવરણ, સ્વભાવ અને નામને કારણે છે. એકજ તળાવનાં ઘણાં ઘાટો છે. એક ઘાટ પરથી હિંદુઓ ઘડામાં પાણી ભરે છે અને તેને “જળ” કહે છે. બીજા ઘાટ પરથી મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને “પાણી” કહે છે. ત્રીજા પરથી ક્રિશ્ચિયનો તેજ વસ્તુ ભરે છે અને તેને “વોટર” કહે છે. ધારો કે કોઇ કહે કે આ વસ્તુ “જળ” નહીં પણ “પાણી” છે, કે પછી “પાણી” નહીં પણ “વોટર” છે, કે “વોટર” નહીં પણ “જળ” છે, તો તે હાસ્યાસ્પદ વાત હશે. પરંતુ આજ વસ્તુ સંપ્રદાયો વચ્ચે સંઘર્ષોનું, અણસમજણોનું અને ઝઘડાઓનું મુળ કારણ છે. આજ કારણે લોકો ધર્મનાં નામ પર એકબીજાને ઇજા અને હત્યાઓ કરે છે, અને એકબીજાનું રક્ત વહાવે છે. પરંતુ આ સારૂં નથી. દરેક ઇશ્વરની તરફજ જાય છે. તેઓ બધાજ તેમનો સાક્ષાત્કાર કરી શકશે જો તેઓમાં ઇમાનદારી અને હ્રદયપૂર્વકની ભાવના હશે તો.”

  સ્વામી રામકૃષ્ણ પરમહંસ

 3. Sanjay Gundlavkar સપ્ટેમ્બર 13, 2017 પર 5:31 એ એમ (am)

  સંધ્યા કાળનો સમય હતો.
  ચાલતાં ચાલતાં ડાબી બાજુ આવતી મસ્જિદ તરફ સહેજ ડોકું નમાવીને તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ’.
  થોડે આગળ જતાં મંદિર આવ્યું, મનોમન બોલ્યો, ‘અલ્લા અકબર.’

  – અજ્ઞાત

  આ માઈક્રોફિક્શન વાર્તાના લેખક છે. ડૉ. હાર્દિક યાજ્ઞિક.

  વધુ માઈક્રોફિક્શન વાર્તા માટે ક્લીક કરો. http://www.microsarjan.in

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: