સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નદી એક પાછી ચડી છે પહાડે – ગઝલાવલોકન

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’

[ આખી ગઝલ આ રહી… ]

      કવિ શું કહેવા માંગે છે – તેની તો આપણે કલ્પના જ કરવી રહી. એ તો તેમના મિજાજની વાત છે. જાણકારો એને   સારી રીતે  મૂલવી શકે. જો કે, સારી રીતે જ. સાચી રીત તો માત્ર કવિ કહે, તે જ.

       પણ આ એક શેર પરથી વિચારવાયુ પ્રદિપ્ત બની ગયો !

  • અવળો પ્રવાહ
  • ન બને તેવી ઘટના
  • કદાચ કપોલ કલ્પિત વાત 

પણ એમ બને ખરું ?

કદાચ એમ બને પણ ખરું!

     જ્યારે ચીલાચાલુ જીવનમાં પરોવાયેલા, ગૂંચવાયેલા, મુરઝાયેલા, ઘવાયેલા, ડામાડોળ મનની સ્થિતિ કોઈક જુદી જ દિશામાં ગતિ કરવા લાગે ત્યારે મનની જે સ્થિતિ થાય એને આવો પ્રવાહ કહી શકાય? આપણે આમ વિચાર કરવા લાગીએ, એ દિશામાં મન પરોવીએ તો કદાચ મનના પ્રવાહો શાંત થવા લાગે અને ધીમે ધીમે એમ બને કે, જીવનના પ્રવાહને આઝાદીની દિશામાં વાળી શકાય.

    જો અને જ્યારે આમ બને, તો અને ત્યારે આપણે પહાડ જેવી માની લીધેલી વ્યથાઓમાં ધરતીકંપો સર્જાય, પ્રભંજનો ફૂંકાવા લાગે અને આકાશને અડતા હોય, તેવા પર્વતો સાવ કાંકરી જેવા ભાસવા માંડે.

     કદાચ…

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે.

રજની પાલનપુરી 

નદીની વાત અને ‘સરિતા’ યાદ આવી ગઈ.

ભાગ  –   ૧  ;   ભાગ  –   ૨   ;     ભાગ  –  ૩ 

Advertisements

One response to “નદી એક પાછી ચડી છે પહાડે – ગઝલાવલોકન

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 22, 2017 પર 4:59 પી એમ(pm)

    જ્યારે ચીલાચાલુ જીવનમાં પરોવાયેલા, ગૂંચવાયેલા, મુરઝાયેલા, ઘવાયેલા, ડામાડોળ મનની સ્થિતિ કોઈક જુદી જ દિશામાં ગતિ કરવા લાગે ત્યારે મનની જે સ્થિતિ થાય એને આવો પ્રવાહ કહી શકાય?

    કદાચ આને જ અવળો પ્રવાહ કવિને મન અભિપ્રેત હોઈ શકે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: