સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રાખ

‘રાખ’ શબ્દના બે અર્થ થાય છે –  ash, keep

રાખી લેવા જેવી આ રાખ ગમી ગઈ !

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

આખી અછાંદસ રચના નીચેના ચિત્ર પર….

ls

આ ચિત્ર પર ક્લિક કરો.

કવિતાની એકે એક પંક્તિ આપણને વિચારતા કરી દે છે. પણ … એ વિચારોના અંતે ફળશ્રુતિ કદાચ આ જ નીસરે…

sarita

આ શબ્દ ચિત્ર પર ક્લિક કરી, એ કયા હોવાપણાંની ફલશ્રુતિ છે – તે આસ્વાદો….

અને છેલ્લે …
શ્રી. રઘુવીર ચૌધરી વિશે જાણો….અહીં

Advertisements

3 responses to “રાખ

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 28, 2017 પર 11:10 એ એમ (am)

    રાખ વિષે વાંચીને ” યાદ રાખ ‘ નામની મારી આ અછાંદસ રચના યાદ આવી ગઈ.

    . યાદ રાખ ! … અછાંદસ

    માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
    જીવી રહ્યો જાણે છે એ અમર જિંદગીમાં.
    ભૂલી ગયો કે જીવનની સફર પુરી થયે,
    જવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
    ખુબ સાચવ્યો ,શણગાર્યો એ પામર દેહ ,
    એક દિન રાખનો ઢગ થવાનો, સ્મશાને.
    ધનદોલત સોના મહોરોનો ખુબ ગર્વ કર્યો,
    પણ ધનિક દેહની રાખ ક્યાં સોનાની હોય છે!
    ગરીબ યા તવંગર, રાખ સૌની એક સમાન.
    માટે હે માનવ, કાયા માયાનું ગુમાન ન રાખ,
    એક દિન જરૂર આવશે ,યાદ રાખ કે જ્યારે ,
    કંચન મઢી તારી કાયાની થઇ જશે માત્ર રાખ.
    માટે જાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
    વિસારીશ નહી, જીવ મૂકી જીવાડનાર, ઈશ્વરને.

    વિનોદ પટેલ

    ________________________________________

  2. સુરેશ સપ્ટેમ્બર 28, 2017 પર 12:51 પી એમ(pm)

    એક પ્ર – પ્રતિ કે અનુ – અનુ કાવ્ય ….
    ———-
    રાખ છે, હા! રાખ છે.
    કે વળી એ ખાખ છે.
    રાખ હો કે ખાખ હો,
    પણ એ સદા નિશ્ચિત છે-
    મૂળ કોઈ પણ ભલે હો.
    હો ભલે એ દ્રવ્ય (*) હો
    કે હો વિચાર કે લાગણી.
    સર્વની આખર ગતિ તો રાખ છે, બસ ખાખ છે.

    છે બધો આ ખેલ કણ કણના પરિવર્તન તણો
    એ ખેલ જોતા થાઈએ તો એ જણાશે હોં ! નકી…
    રાસ ચાલે છે, ભાઈલા! રાસ ચાલે છે અહીં .
    ભણે નરસૈયો કે ભણે રઘુવીર કે શિવાની બુન
    કે ભણે ‘સુજાણ’ કે બેજાન એ !
    લખો કવિતા કે ભલે વાંચો બનીને સૂજ્ઞ વાચક
    ક્ષણ મહીં એ તત્વ છે, એ સત્વ છે. એ મર્મ છે. ન કદી એ રાખ છે.

    * Matter

  3. readsetu ઓક્ટોબર 2, 2017 પર 12:02 પી એમ(pm)

    ગમે એવી જ છે. તમે શેર કરી એ વધારે ગમ્યું.

    2017-09-28 20:06 GMT+05:30 સૂરસાધના :

    > સુરેશ posted: “‘રાખ’ શબ્દના બે અર્થ થાય છે . ash , keep રાખી લેવા જેવી આ
    > રાખ ગમી ગઈ. રાખમાં વાળું છું વેદનાની ક્ષણો. વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
    > રાખની ધૂણાની રાખ ચિતાભસ્મ આરતી પછી શિવની ભભૂત બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
    > ચરે ગામો સ્ત્રાતસ્વિની. રાખનું પણ છેવટે સત્ય”
    >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: