સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભારતનાં વિશિષ્ઠ ગામડાં

ધૂળિયા રસ્તાઉકરડાપછાત મનોદશા

    ભારતના ગામડાંનું નામ વાંચીને આવો જ ખ્યાલ આવે ને?    પણ આ દસ ગામડાં વિશે જાણીને આપણને પ્રશ્ન થાય કે, ‘આમ પણ હોય?’. આવાં બીજાં પણ ગામ હશે. પણ ટૂંકમાં, આ દસ ગામડાં વિશે જાણો અને એમને સલામ કરો.

ઉપ્પલા – જલંધરપંજાબ

      કાળા રંગની , બીબાં ઢાળ પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ જોઈ કંટાળી ગયા હો તો આ ગામમાં જઈ વિવિધ વાહનોના આકારની પાણીની ટાંકીઓ જરૂર જોજો – કોઈક વિમાનના આકારની છે, તો કોઈક લશ્કરની ટેન્ક જેવી તો કોઈક બીજા આકારની !

મલાણાહિમાચલ પ્રદેશ

     હિમાલયના ચન્દ્રખાની અને દેવ ટિબ્બા શિખરોની તળેટીમાં આવેલું આ ગામ જાણે કે, દેશથી અલગ જ વિસ્તાર છે. અહીંના લોકો એમ માને છે કે, તેઓ સિકંદરની સેનાના વંશજો છે. ગામના વહીવટ માટે લોકસભાની જેમ બે કનિષ્ઠાંગ અને જ્યેષ્ઠાંગ નામનાં બે ગૃહ છે ! માલિકની પરવાનગી વિના કોઈ ઘરને હાથ લગાવવાની પણ ચેષ્ઠા કરો તો ૧૦૦૦ ₹. થી ૨૭૦૦ ₹ સુધીનો દંડ ભોગવવા તૈયાર રહેજો ! અહીં મોગલ શહેનશાહ અકબરને અલ્લા જેવા ગણવામાં આવે છે.

ધોકડા – કચ્છ , ગુજરાત

         આ ગામમાં શ્વેત ક્રાન્તિ હાજરાહજૂર છે – જાણે દૂધ, ઘીની નદીઓ વહે છે ! પણ કોઈ રહેવાસી વ્યક્તિ એનું વેચાણ નથી કરતી. જેમના ઘેર ઢોર ન હોય, તેમને મફત દૂધ આપવામાં આવે છે. ૫૦૦ વર્ષ પહેલાં પીર સૈયદના અહીં રહ્યા હતા. તેમની દરગાહ પણ છે, અને તેના મુખી અજિત જાડેજાના જણાવ્યા મુજબ પીરનું આ ફરમાન હતું.

કોડીન્હી – કેરાલા

      અહીં ઘેર ઘેર જોડિયાં બાળકો જોવા મળે છે. ૧,૦૦૦ માંથી ૪૫ માતાઓ અહીં જોડિયાં બાળકોને જન્મ આપે છે, જે સરેરાશ આંક કરતાં સાત ગણો વધારે છે.

હિવરે બઝાર – અહમદ નગરમહારાષ્ટ્ર

     હમ્મેશ અછતગ્રસ્ત એવો આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યા માટે કુખ્યાત છે. પણ આ ગામના રહીશો જાતમહેનત અને સંપથી ગજબની સમૃદ્ધિ પેદા કરવા સફળ થયા છે. ૧૯૯૦ માં પોપટરાવ પવાર સરપંચ તરીકે ચુંટાયા પછી આ સમૃધ્ધિ આવી છે. ૧૯૯૫ માં માથાદીઠ આવક ૮૩૦ ₹ હતી , જે ૨૦૧૨ માં ૩૦,૦૦૦ ₹ ની થઈ ગઈ છે. અહીં થોડો ઘણો જે પણ વરસાદ પડે તેનું ટીપે ટીપું સાચવી લેવામાં આવે છે. પશુપાલનની આધુનિક પદ્ધતિઓ પણ અમલમાં મુકવામાં આવી છે. અહીં ૬૦ કુટુમ્બો તો કરોડપતિ છે.

પુંસરી – સાબરકાંઠાગુજરાત

      મોટા શહેરોમાં પણ ન જોવા મળે તેમ અહીં ઘેર ઘેર વિજળીના દીવા, પાણીના નળ અને ફ્લશ વાળા જાજરૂ, ગામની પોતાની સુએઝ પદ્ધતિ, ૧૭૦ લાઉડ સ્પીકર વાળી પબ્લિક એડ્રેસ સિસ્ટમ, વાઈ- ફાઈ, અગત્યની જગ્યાઓએ સુરક્ષા માટે ક્લોઝ સરકિટ ટીવી અને સોલર પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટ છે. દરેક ગામવાસીનો એક લાખ ₹. નો જીવન વીમો અને ૨૫,૦૦૦ ₹. નો મેડિકેર વીમો છે સારા વહીવટથી આ ગામે સરકારી યોજનાઓનો ઉપયોગ કર્યો છે.

શેતફળસોલાપુરમહારાષ્ટ્ર

      આ ગામમાં સાપ અને નાગની પૂજા માત્ર નાગ પાંચમે જ નહીં પણ હર હમ્મેશ કરવામાં આવે છે, ઘેર ઘેર સાપ અને નાગને રહેવાની વ્યવસ્થા છે. આશ્ચર્યજનક રીતે અહીં કદી કોઈને સર્પદંશ થયાનું જાણમાં નથી ! બાળકો બિનધાસ્ત સાપ સાથે રમતાં જોવાં મળે છે .

શાની શિંગણાપુર – અહમદ નગરમહારાષ્ટ્ર

        ૧૫૬ વર્ષ જૂના આ ગામમાં કોઈ ઘરને બારણું જ નથી. શાળા, પોલિસ સ્ટેશન વિ. સરકારી મકાનોને પણ નહીં. બહુ બહુ તો એકાદ પડદો લટકાવેલો જોવા મળે. આમ છતાં કોઈ ચોરી, લૂંટફાટ કે બળાત્કારનો કિસ્સો અહીં થયો નથી.

ચપ્પર – હરિયાણા

      સ્ત્રીઓ પર ત્રાસ અને કનડગત માટે કુખ્યાત રાજ્યના આ ગામમાં દીકરીઓના જન્મને મીઠાઈ વહેંચીને ઉજવવામાં આવે છે. અહીં જાહેર રસ્તાઓ પર પણ સ્ત્રીઓ ઘૂમટો તાણ્યા વિના ફરતી જોઈ શકાય છે.

૧૦કોક્કરે બેલ્લૂર – મંડ્યાકર્ણાટક

       અહીં પક્ષીઓને દિવ્ય માનવામાં આવે છે. અહીં કોઈ ખેતરમાં ચાડિયા જોવા ન મળે. પક્ષીઓને ચણ નાંખવાના ચબૂતરા ઠેર ઠેર જોવા મળે છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા પણ છે. રંગીન બગલાઓ અહીં મુક્ત રીતે વિહાર કરતા જોઈ શકાય છે.

આ દસ ગામોની ઝલક આપતો આ વિડિયો પણ જોઈ લો.

સાભાર – માનવી કટોચ, The Better India

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: