સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઢીંચણ પર માખી બેઠી – એક અવલોકન

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

આખી રચના અહીં …

ls

આ ચિત્ર પર ક્લિક કરો.

અહીં રજુ થયેલાં અવલોકનોનો કોમન ફેક્ટર છે.

સાવ સામાન્ય ઘટનાઓ પરથી ઊઠતા વિચારો.

     સ્વ. રાવજી પટેલ તો ગુજરાતી કવિતાનું ઘરેણું છે. પણ તેમને પણ એક માખી ઢીંચણ બેસવાની સાવ સામાન્ય ઘટના પરથી આવા વિચાર આવ્યા, કાવ્યિત કર્યા – અને મન મ્હોરી ઊઠ્યું.

હવે ચપટીક અવલોકન …

       આપણા જીવનમાં હર ક્ષણે અનેક ઘટનાઓ ઘટે છે. અમુક તો ( આ માખી બેસવા જેવી ) આપણા ધ્યાન બહાર જ જતી હોય છે. પણ જેમ જેમ આપણે વર્તમાનમાં જીવવાનું શરૂ કરીએ, તેમ તેમ એમના પર પણ ધ્યાન જાય અને આવા વિચારો ઊઠે.

   પણ વર્તમાનમાં જીવવાનું સાફલ્ય એ છે કે,

     બહુ જ ગંભીર કે બહુ જ આનંદ ઊપજે તેવી ઘટનાઓને પણ આપણે માખી બેસવા જેવી ઘટનાની જેમ સાહજિક રીતે સ્વીકારવા લાગીએ. 

 

 

 

Advertisements

2 responses to “ઢીંચણ પર માખી બેઠી – એક અવલોકન

  1. Vinod R. Patel ઓક્ટોબર 3, 2017 પર 12:08 પી એમ(pm)

    આજે કામ બામ નથી કરવું,
    માખી ઊડી જશે તે પછી હું
    મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
    બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
    એના પર મૂકીશ.

    વાહ રાવજી પટેલ. એના કાવ્યોમાં ગ્રામ્ય જીવનની મહેંક સાથે ઊંડું તત્વજ્ઞાન પણ હોય છે.

  2. pragnaju ઓક્ટોબર 3, 2017 પર 9:05 પી એમ(pm)

    એકલતા–ભયાનક દુ:સ્થિતિ જીવનમાં કંઈ ઘટના જ ન ઘટે, પીડા કરતાં પણ એકલતા વધારે ભયંકર છે. એકલતા પુરુષત્વની અગ્નિપરીક્ષા છે. પત્નીના મૃત્યુ પછી પુરુષ તૂટનની સાથે સાથે ઘૂટન ભરેલું જીવન જીવવાનો આયાસ કરે છે જે શેષશૂન્ય ‘લેફટઑવર લાઈફ ટુ લિવ’ છે, એ જીવનને લેફટ કે રાઈટ ટર્ન નથી, માત્ર ડેડ-ઍન્ડ છે. ખાસ કરીને જો એ ઉત્તરાવસ્થામાં વિધુર થયો હોય તો….!

    માખી જેવું જંતુ પણ તેનીે એકલતાનો સહારો !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: