ખાંખાં ખોળાં બહુ કિમતી હોય છે – ઝગમગતા હીરા જેવા ! આજે એના પ્રતાપે એક સરસ સરનામું મળી ગયું ….

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરો
બહુ સરસ, મધુર, માણવી, મમળાવવી ગમે તેવી ગઝલો ત્યાંથી મળશે.
પણ… આ શિર્ષક પરથી એક ટચુકડું અવલોકન ….
કોઈને માફ કરી દેવું એ બહુ મોટી હિમ્મત અને શૌર્ય માંગી લે છે. પણ એનાથી અનેક ગણી મોટી હિમ્મત અને શૌર્ય કોઈની માફી માંગવામાં હોય છે. કોઈની પ્રત્યક્ષ માફી માંગવી એ તો બહુ દુષ્કર હોય છે; પણ આપણા પોતીકા એકાંતમાં પણ આપણે આપની જાતને ‘justify’ કરવા જ ટેવાયેલા હોઈએ છીએ. પણ જેમ જેમ પ્રતિક્રમણ કરવાનું તપ આપણે કરતા થઈએ, તેમ તેમ, ધીમે ધીમે, हौले हौले , આપણામાં એ કૌશલ્ય, એ વીરતા અંકુરવા લાગે છે – એને મ્હોર બેસે છે, અને જીવનની હળવાશનું ફળ આપણે ચાખી શકીએ છીએ.
એક વાર એ હળવાશ ચાખી તો જોઈએ?
અંધકારની એ ખીણમાં
પાછા વળવા
મન જ નહીં થાય.
આપણે કદાચ એ ધાર્મિક રીત તરફ સૂગ ધરાવતા હોઈએ. પણ ‘વૈજ્ઞાનિક રીત’નો પાયાનો સિદ્ધાંત છે –
અવલોકન
Observation
કોઈ પણ ચીજ કે ઘટનાનું બારીકીથી અને તટસ્થ નિરીક્ષણ કરવામાં આવે તો જ તેના ગુણ દોષ જાણવા મળે.
જગતની બધી ચીજોમાં આપણી સૌથી નજીક અને સૌથી વ્હાલી ચીજ કઈ?
‘આપણી જાત’ જ તો વળી કંઈ ! એનું આમ નિરીક્ષણ કરતાં થઈએ તો? …… નિજ દોષ દર્શન – અહીં
Like this:
Like Loading...
Related
સૌથી મોટું અવલોકન એ સ્વ.અવલોકન -નિજ દોષ /ગુણ દર્શન છે.
સુરદાસનું એક સરસ ભજન છે. મો સમ કૌન કુટિલ ખલકામી
Soordas bhajan:Mo sam kaun kutil khal kaami