મે- ૨૦૧૭
વાવાં ઝોડાંની જેમ ઊંટાટિયા જેવી ઉધરસ ધસી આવી. બે મહિને માંડ એ હરિકેને વિદાય લીધી, પણ તેણે શરીરના માળખાંને હચમચાવી દીધું. એની વાત ફરી કોક વાર , પણ આજની વાત એના ગયા પછીની છે.
સ્વાભાવિક છે કે, એ ગાળામાં રોજની બધી સાધના અભરાઈએ ચઢી ગઈ હતી. થોડીક સ્વસ્થતા આવતાં, એ શરૂ કરવા વિચાર્યું. થોડીક જ કસરત અને થોડાંક જ આસનથી શરૂઆત કરી. પણ વજ્રાસનમાં બેસવાની તો હિમ્મત જ ન થઈ. એક અઠવાડિયું આમ લિમિટેડ એડિશનમાં ગાળ્યું! પછી હિમ્મત કરીને વજ્રાસનની ક્રિયા શરૂ કરવા પ્રયત્ત્ન કર્યો. માંડ એ સ્થિતિ ધારણ કરી, પણ માત્ર એકાદ સેકન્ડ માટે જ. તરત પગ છુટા કરી દેવા પડ્યા. આ નબળાઈ માટે લઘુતા પણ થઈ ગઈ.
બીજા દિવસે એનો વારો આવતાં માંડી વાળતો હતો , ત્યાં જ એ અફલાતૂન તબીબ યાદ આવી ગયા – નાનકડી શિસ્ત (*) શીખવાડનાર તબીબ. એમની સૂ્ચના અનુસાર બે ત્રણ સેકન્ડ માટે પણ વજ્રાસનની સ્થિતિમાં બેઠો તો ખરો જ. આમ ને આમ એક અઠવાડિયા સુધી કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે એકથી પાંચ ગણાય એટલું બેસી શકાયું. હવે હિમ્મત આવી કે, એ કાબેલિયતે સાવ વિદાય તો નથી જ લીધી !
**************
એ વાતને આજે ત્રણ મહિના થઈ ગયા. આજ સવારની સિદ્ધિ ગણો તો સિદ્ધિ અને આનંદ ગણો તો આનંદ. વજ્રાસનના ત્રણ રાઉન્ડ કરી શક્યો – ૬૦, ૬૦ અને ૪૦ સેકન્ડ !
આભાર એ અફલાતૂન તબીબનો કે, આમ ધીરજ સાથે પ્રયત્ન જારી રાખવાનું શિખવ્યું.

* નાનકડી શિસ્ત ભાગ -૧ ; ભાગ -૨
Like this:
Like Loading...
Related
yes practice makes man perfect–sending one video in your mail- as testimony
My therapy..?
વારસામા મળેલી ?
ખોટું લગાવે તો
મારી,તારી બધાની therapy.ના સમ
મારી માવડી પાસેથી મળેલી !
Very proud of you Baapu….
Pingback: વજ્રાસન – ભાગ -૨ , અફલાતૂન તબીબ | સૂરસાધના
oh didn’t know about your health. take care.
Pingback: હું કરી શક્યો – અફલાતૂન તબીબ, ભાગ -૧૭ | સૂરસાધના
Nice..