સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હું કરી શક્યો – અફલાતૂન તબીબ, ભાગ -૧૭

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

આજ સવારની  યોગાસન ક્રિયામાં બે ટૂકડે થઈને કુલ ચાર મિનિટ વજ્રાસનમાં બેસી શક્યો

આ વાત અહીં બે વખત લખી હતી, ભાગ  –   ૧    ;    ભાગ  –   ૨

એક એવી બીજી નાનકડી સિદ્ધિ …… પાંચ પ્રયત્નો બાદ સરસ બનાવી શકાયેલું ઓરીગામી મોડલ

star31

આ ચિત્ર પર ક્લિક કરી બનાવવાની રીત પણ જાણો.

 


       આપવડાઈની વાત લાગી ને? હા. એમ જ છે. એટલે જ ખાસ લખવા મન થયું!

      સતત લગાવ અને પ્રયત્નના માહાત્મ્યને એ બે લેખમાં પોંખ્યું હતું. પણ એ સાથે સતત આ ભાવ અને આ વિચાર પણ થતો જ રહ્યો હતો.

હું એ કરી શક્યો.

અલબત્ત

 • કર્તાભાવ જ
 • સ્વ ગૌરવ
 • અહંકારનું સૂક્ષ્મ સ્વરૂપ.

આ જ વાત આજે ખાસ કરવી છે. અહંકારનું ગૌરવ. કર્તાભાવનો નવલો નિખાર.

વાત એમ છે કે, એ અફલાતૂન તબીબે શીખવેલું –

 • આપણે જેવા છીએ, તેવા બનીને રહીએ.
 • મનમાં જે પ્રક્રિયાઓ ચાલી રહી હોય, તેનું અવલોકન કરતા રહીએ.
 • શ્વાસને તો જોવાનો જ, પણ અહં જાગ્યો તો તેને પણ જોવાનો.
 • અહં જાગ્યો,  તેનો પણ સ્વીકાર. 

     કદાચ આ યોગ સાધના અને અંતરયાત્રાની પ્રચલિત વાતથી વિરૂદ્ધની વાત લાગશે. પણ આ લખનારના માનવા મુજબ, જીવન અર્થપૂર્ણ જીવવા માટેની આ રીત એ તબીબના આશિર્વચનથી આત્મસાત થઈ શકી છે. કર્તાભાવ ત્યાગવા જાગૃત રહેવાનું અને એની સાથે સતત કાર્યરત પણ બની રહેવાનું. આ દેખીતો વિરોધાભાસ છે, પણ એમાં કાર્યનો મહિમા છે. ચપટીક કર્તાભાવ જાગ્યો એટલે કર્મ કરતાં અટકી ન ગયો. ભલે  ‘મેં કર્યું.’ એ ભાવ જાગ્યો. પણ એને જોયો , જાણ્યો, અવગણ્યો અને પછી પાછું કર્મ ચાલુ.

શ્વાસ ચાલે છે, ત્યાં સુધી  આમ જાત સાથેનો સતત સંઘર્ષ.

 • જાગવાનું
 • પડવાનું
 • ઊઠવાનું
 • ચાલવાનું
 • ફરી પડવાનું
 • પડીને પાછા ઊભા થઈ ચાલવા માંડવાનું.
 • કામ કરવાની મજા.
 • ભલે કર્તાભાવ જાગ્યો…….એને પણ જોતા રહેવાનું. 

કોણ છે એ તબીબ ? આ  રહ્યા.  એમને પ્રેમપૂર્વક પ્રણામ …

img_3587

બ્રહ્મવેદાન્ત સ્વામી

તેમની પાવક વાણી અહીં…

jd

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો.

 

3 responses to “હું કરી શક્યો – અફલાતૂન તબીબ, ભાગ -૧૭

 1. mhthaker નવેમ્બર 18, 2017 પર 2:45 એ એમ (am)

  very nicely said all– and pranam to swami bram vedant–earlier also i commented that i had chance to work with him in shram shibir he organised at place near dabhoi –called zanheshvar where some place was given for tavariaji. and also happened to met him in madhavpur and mumbai with tavariaji

 2. Rajul Kaushik નવેમ્બર 19, 2017 પર 7:03 એ એમ (am)

  સ્વ્ ગૌરવ , આપ વડાઈ અને અહંકારના સૂક્ષમ સ્વારૂપ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી ય જરા અઘરી ખરી હોં !
  અને અહંમ નો સ્વીકાર કરવા જેવી જાગૃકતા કે તટસ્થતા જો આવે તો તો ગંગા નાહ્યા .

 3. readsetu નવેમ્બર 21, 2017 પર 1:48 એ એમ (am)

  વાહ … એકદમ સાચી વાત છે. જીવીએ ત્યાં સુધી અહંકારમાંથી તદ્દન મુક્ત થવું
  લગભગ અશક્ય જેવુ કહી શકાય. પણ એ છે એની ખબર હોવી એ પણ જાગૃતિની નિશાની છે, ઉપર
  જવાનું એક પગથિયું છે. સ્વીકાર ભાવ સર્વશ્રેષ્ઠ ભાવ.

  2017-11-18 11:48 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: “આજ સવારની યોગાસન ક્રિયામાં બે ટૂકડે થઈને કુલ ચાર મિનિટ
  > વજ્રાસનમાં બેસી શક્યો આ વાત અહીં બે વખત લખી હતી, ભાગ – ૧ ; ભાગ –
  > ૨ આપવડાઈની વાત લાગી ને? હા. એમ જ છે. એટલે જ ખાસ લખવા મન થયું!
  > સતત લગાવ અને પ્રયત્નના માહાત્મ્યને એ બે લેખમ”
  >

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: